________________
૮૯
ભૂમિકા
ઓજ્જવલ્ય એ જ કાન્તિ છે.” (કા. સૂ. વૃ. ૩/૧/૨૫) જેના અભાવમાં આ તો જૂની રચના છે.” એવું (વિવેચકો) કહે છે. | હેમચન્દ્ર, તેનું ખંડન રજૂ કરે છે પણ તે દંડીએ જ કર્યું તેવું સ્પષ્ટ નથી થતું. જો કે, આ ખંડન આપ્યા પછી, તેથી કરીને – “તા' એવો શબ્દ વાપરીને દંડીનો અભિપ્રાય તેઓ ટાંકે છે. ખંડનમાં દલીલ એ છે કે, વામનના મત પ્રમાણેનો “કાન્તિ' ગુણ સ્વીકારીએ તો તો ઔજ્જવલ્યના યોગથી ઓજોગુણને પણ કાન્તિ કહેવાનો પ્રસંગ આવશે.
તેથી દંડી પ્રમાણે, લોકસીમાને ન ઓળંગવી- તો સીમાડનતિ:'- તે “કાન્તિ' છે. (કાવ્યદર્શ ૧ | ૮૫). તે બે પ્રકારે જણાય છે. “વાર્તામાં અને “વર્ણન (કવિકૃતવર્ણન)માં. વાર્તા તે માત્ર ઉપચાર metaphor - નિરૂપતું વચન છે. “વર્ણના' તે પ્રશંસાયુક્ત વર્ણન છે. લોકસીમાનો અતિક્રમ હોય ત્યાં “ -#ન્તિઃ' = “કાન્તિ' ગુણ રહેતો નથી.
હેમચન્દ્ર જણાવે છે કે આ તો “અતિશયોક્તિ યુક્ત નિરૂપણમાત્ર છે. તે કોઈ નવો ગુણ નથી.
વામન પ્રમાણે અર્થગત “કાન્તિ' ગુણ તે “દીપ્તરસવાળા હોવું તે છે. (કા. સૂ. વૃ. ૩૨૧૪)
વામનને અભિપ્રેત “દીપ્ત’નો અર્થ કદાચ “જામેલો ” પરાકાષ્ઠાએ પહોંચેલો રસ, શૃંગારાદિ કોઈ પણ, તે “દીપ્ત’ હશે. પણ હેમચન્દ્ર મમ્મટાદિમાં કંડારાયેલો અર્થ સ્વીકારીને જણાવે છે કે, રૌદ્ર વગેરે “દીપ્ત’ રસો છે. તેનાથી જુદા તે શૃંગાર વગેરે. તેમનું નિરૂપણ તે “ગ-ન્તિ' થઈ જશે. બીજી તકલીફ એ છે કે, વ્યંગ્ય એવા રસાદિના સ્વરૂપના નિરૂપણ દ્વારા જ “કાન્તિ'નો સ્વીકાર થઈ ગયો છે. તો તેને જુદો ગુણ કેમ કરીને કહેશો ? આ દલીલો મમ્મટમાં પણ છે.
દસ ગુણોની વિચારસરણિનું ખંડન કર્યા પછી હેમચન્દ્ર પાંચ ગુણો સ્વીકારતી પરંપરાનો વિમર્શ કરે છે.
આચાર્યશ્રી જણાવે છે કે, કેટલાકને મતે ઓજસુ, પ્રસાદ, મધુર (મધુરિમાન્ = માધુર્ય) સામ્ય અને
અને ઔદાર્ય આ પાંચ ગણો છે. જેમ કે, જેમાં વિચ્છેદ આવતો નથી એવી રીતે વાંચનારાઓનો ઓજોગુણ, પદો વચ્ચે અટકી અટકીને (વિછિદ્ય) વાંચનારનો પ્રસાદ ગુણ, આરોહ અવરોહના તરંગવાળા પાઠમાં માધુર્ય, સૌષ્ઠવ, સાથે વિરામ રાખીને વાંચનારાનો ઔદાર્ય, અને નહિ ઊંચું કે નહિ નીચું જણાય તેમ વાંચનારનો સામ્ય ગુણ જાણવો.
હેમચન્દ્ર જણાવે છે કે આ આખી જૂની કલ્પનાયોજના છે, કેમ કે, “પાઠનો નિયમ તો વિષયને અનુલક્ષીને છે તો તે પાઠ ધર્મ “ગુણ' અંગે નિમિત્ત કેવી રીતે બને ?
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org