________________
ભૂમિકા
“યશઃ શેષ” થયા–એમ કહેવું વગેરે. આ રીતે કોમળ વર્ણો અને સુકુમાર અર્થ દ્વારા નિરૂપણ તે સૌકુમાર્ય. વામનના મતે સુખ (કારક) શબ્દ જ સૌકુમાર્ય છે. વામનના શબ્દો છે : “મનરેન્દ્ર
વુમર્થy" (કા.સુ.વૃ. ૩/૧/૨૨) રચનાની અકઠોરતા તે (શબ્દગત ) સૌકુમાર્ય છે. હેમચન્દ્ર જણાવે છે કે, આ તો શ્રુતિકટુત્વ રૂપી દોષનો અભાવમાત્ર છે. પોતે ગુણરૂપ નથી. તે તો માધુર્યનો પ્રકાર જ છે. જ્યારે અર્થગત સૌકુમાર્ય વામન પ્રમાણે - “અપારુષ્ય રૂપ છે. જે અમંગલ (પ્રકારના) અશ્લીલત્વ દોષના અભાવરૂપ છે, સ્વતંત્ર ગુણરૂપ નથી તેવું હેમચન્દ્ર જણાવે છે. જો તે ઉક્તિવિશેષરૂપ ગણો તો તે ‘પર્યાયોક્ત' અલંકારનો વિષય જ બની જાય છે.
ભરત પ્રમાણે “ઉદાર' ગુણ અનેક સૂક્ષ્મ અર્થો) અને વિશેષતાઓથી યુક્ત તે “ઉદાર” એવું હેમચન્દ્ર નોંધે છે, મૂળ ભરતના શબ્દો આ પ્રમાણે છે :
"दिव्यभावपरीतं यच्छृङ्गाराद्भुतयोजितम् ।
અમાવસંયુક્તમુદ્દારત્વે પ્રીતિતમ્ II (દ્દા૨૨૦) અર્થાત “દિવ્યભાવોથી યુક્ત (તથા) શૃંગાર અને અદ્ભુતથી યોજાયેલ અનેક ભાવોથી યુક્ત (રચના તે) “ઉદારત્વ ” ગુણ કહેવાય છે.” હેમચન્દ્ર આ વિચારનો સંક્ષેપમાત્ર રજૂ કર્યો છે. અભિનવગુપ્ત જણાવે છે કે, આને જ અન્યો અગ્રામ્યતા કહે છે. અભિનવગુપ્ત ભરતને વામનના સંદર્ભમાં સમજાવે છે. હેમચન્દ્ર ભરતના મતનો વામનય વિદ્વાનો દ્વારા અસ્વીકાર સૂચવતાં જણાવે છે કે, “ઉલ્લેખ(=ઉત્કર્ષ)થી યુક્ત આ અર્થ કેવી રીતે ગુણ કહેવાય ? તેથી કા. સૂ. વૃ. (૩/૧/ ૨૨) પ્રમાણે “વિકટત” એ ઉદારતા શબ્દ ગુણ છે, જે હોતાં જાણે કે પદો નૃત્ય કરતાં હોય તેવાં જણાય છે. હેમચન્દ્ર જણાવે છે કે આ તો થોડો અ-મસૃણ (થોડો અ-મન) તેવો અનુપ્રાસનો પ્રભાવ જણાય છે. તે ગુણ નથી. આ તો ઓજસનો જ પ્રકાર છે.
અર્થગુણ ઉદારતા તે તો અગ્રામ્યત્વ છે. (કા.સૂ. વૃ. ૩/૧/૧૨) તેવું વામન માને છે. હેમચન્દ્ર જણાવે છે, અને તેમાં મમ્મટનો પ્રભાવ છે કે, આ તો દોષનો અભાવ છે, “ગુણ' નથી.
પછી, ભરત પ્રમાણે અર્થવ્યક્તિ ગુણ હેમચન્દ્ર સમજાવે છે. તે પ્રમાણે પદાર્થ તેવો ન હોવા છતાં તેવો (=રમણીય) જેને કારણે જણાય તે થયો અર્થવ્યક્તિ ” ગુણ. ભરતના શબ્દો (૧૬) ૧૦૯) આ પ્રમાણે છે.
"सुप्रसिद्धाभिधाना तु लोककर्मव्यवस्थिता । या क्रिया क्रियते काव्ये सार्थव्यक्तिः प्रकीर्त्यते ॥
[ यस्यार्थानुप्रवेशेन मनसा परिकल्प्यते । अनन्तरप्रयोगस्तु सार्थव्यक्तिरुदाहृता ॥]
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org