________________
ભૂમિકા
૮૫
દંડી વામનના પૂર્વવર્તી હતા. કદાચ, દંડીના અનુયાયીઓનો મત હેમચન્દ્રને અભિપ્રેત હશે. વળી, દિંડીનું ગ્રહણ વામન પછી કરવું તે પણ અશાસ્ત્રીયતા જ છે. જે હોય તે, હેમચન્દ્ર જણાવે છે કે, વામનનો મત તો, “ગુરુ અને લઘુવર્ણોનું એકબીજા થકી–અન્યોન્ય-મિશ્રણ જ છે.” તેથી
અન્યના ધર્મનું અન્યત્ર આરોપણ તે સમાધિ” એવું (કાવ્યાદર્શ ૧/૩) દંડીના મતનું સ્વારસ્ય હેમચન્દ્ર નોંધે છે. ઉદાહરણ છે “પ્રતીજીત્યશોઝી:” વગેરે (શ્લોક નં. ૪૨૫, વિવેક એજન). હેમચન્દ્ર જણાવે છે કે, જો આ ઉપચરિતા વૃત્તિ હોય, અર્થાત્ ઉપચાર(metaphor)નો પ્રયોગ હોય તો તે ગુણરૂપ છે. અહીં “યોગવૃત્તિનો કયો અપરાધ છે. ? યોનૃિત્યા કિ અપ૨દ્ધધમ્ ? આ નોંધ બહુ સ્પષ્ટ નથી. હેમચન્દ્રને એમ હશે કે, “સમાધિ એ શબ્દનો યૌગિક અર્થ વિચારવાથી કયો દોષ આવવાનો છે ? અર્થાત “સખ્ય આથી તે સ સમધઃ” એવો યૌગિક અર્થ આપવાથી દોષ આવતો નથી. વાસ્તવમાં એ ‘ઉપચાર માત્રની સમજૂતી જ છે.
વામન પ્રમાણે અર્થગુણ સમાધિ “અર્થની દૃષ્ટિ (=અર્થનું દર્શન) તે સમાધિ’ એ રીતે (કા. સૂ. વૃ. ૩/૨/૬) સમજાવાય છે. જેમ કે, “બાપ મધ્યપ" વગેરે (શ્લોક ૪૨૬, વિવેક, એજન)માં; આ મતનું ખંડન કરતાં, મમ્મટનો અભિપ્રાય નામોલ્લેખ વગર જ સ્વીકારીને, આચાર્યશ્રી જણાવે છે કે, અયોનિ, અથવા અન્યચ્છાયાયોનિવાળા અર્થનું દર્શન ન થાય તો કાવ્ય જ કેમ કરીને રચાય ? આથી વામનની સમજૂતી અસ્વીકાર્ય છે. તેથી, બધા જ સત્કવિઓ વડે જોવાતો કાવ્યા એ જ સમાધિ છે. તેને સ્વતંત્ર અર્થગુણ ગણવાની જરૂર નથી.
ભરત પ્રમાણે “મધુર ગુણ ત્યારે થાય જ્યારે બહુ વખત સંભળાયેલું કે કહેવાયેલું વાક્ય (સહૃદયો માટે) અનુદ્ધજક જણાય (=ઉદ્વેગ જન્માવે નહિ તેવું જણાય) તે થયું “મધુર'. મૂળ ભરતમાં (નાટ્યશાસ્ત્ર ૧૬/૧૦૪) આ પ્રમાણે વંચાય છે
'बहुशो यच्छ्रुतं वाक्यमुक्तं वापि पुनः पुनः ।
नोद्वेजयति यस्माद्धि तन्माधुर्यमिति श्रुतम् ॥' વામનીયો આનું ખંડન કરે છે કે, “પ્રિયજનના કટુ વેણવાળા આક્ષેપ કરતા વચન વિશે આ (તમારો “મધુર' ગુણ સમાન (=એક સરખો) જણાય છે.” એટલે કે, કટુ વચનોમાં પ્રિયજન વારંવાર ટકોર કરે તો પણ ઉદ્વેગ થતો નથી તેથી તેવા કટુવર્ણોવાળા આક્ષેપવચનને પણ “મધુર” કહેવું પડશે. તે અગ્રાહ્ય છે. માટે,
“માધુર્ય એટલે પૃથક પદવ (કા. સૂ. વૃ. ૩/૧/૨૦) દંડીને મતે. હેમચન્દ્ર જણાવે છે કે, આ અનુભવથી વિરુદ્ધનું છે, કેવળ છૂટાં છૂટાં પદોના પ્રયોગમાં જ માધુર્ય એવું જણાતું નથી કેમ કે, સમાસમાં – સામાસિક રચનામાં - પણ માધુર્ય જણાય છે. અહીં ઉદાહરણ તરીકે અનવરતન)નનન વગેરે (શ્લોક નં. ૪૨૭, વિવેક, એજન) અપાયો છે. ફરી ઠંડી દ્વારા વામનના મતનું ખંડન કરાવવું એ વિગતમાં અશાસ્ત્રીયતા છે તે નોંધવું પડશે કેમ કે દંડી વામનના પુરોગામી
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org