________________
ભૂમિકા
૮૩ હેમચન્દ્ર ઉપર આનંદવર્ધનની વિચારધારાની અસર છે. દંડીએ તો રસ-ભાવ-વગેરેને પણ રસવત્ વગેરે અલંકારો રૂપે નિરૂપ્યા છે. હેમચન્દ્ર જે વિચાર આપે છે તે આનંદવર્ધનની પરંપરા પ્રમાણે બંધ બેસે છે કેમ કે, હેમચન્દ્ર જણાવે છે કે, શ્લેષ, યમક, ચિત્ર (વગેરે શબ્દાલંકારો) ગુણોને છોડીને જ રહેલા હોય છે. અનુપ્રાસ પણ વધારે પ્રયોજિત કરાય તો તેમ જ છે, અર્થાત્ ગુણો સાથે ગોઠવી શકાતો નથી. હવે આ વાત તો આનંદવર્ધને જ કરેલી છે કે, યમક વગેરે દુષ્કર રચનાઓ વિશે રસલક્ષી કવિએ – વત્ત પિ પ્રમાહિā – શક્તિ હોવા છતાં ઉત્સાહ દર્શાવવો નહિ. તેથી આ મત દંડીનો નહિ પણ હેમચન્દ્રનો, આનંદવર્ધનને અનુસરીને, આપેલો જાણવો. અથવા જેમ રંગાચાર્ય રેડ્ડી વગેરે આધુનિક ટીકાકારો, “પ્રભા ટીકામાં દંડીમાં પણ ધ્વનિવાદી વિચારસરણિ તારવવા પ્રયાસ કરે છે, તેવું હેમચન્દ્ર પણ કરે છે, તેમ વિચારવું; પણ સર્વથા આ અશાસ્ત્રીય છે.
તો, પોતાને અભિપ્રેત એવું દંડી દ્વારા ભારતનું ખંડન ( ખરેખર ત્યાં પણ ભરતે “ભૂષણ” લક્ષણ વિચાર્યું છે.) કરીને હેમચન્દ્ર આગળ દંડીને અભિપ્રેત “સમ'નું લક્ષણ ટાંકતાં જણાવે છે કે, “પ્રબંધોમાં (=મોટી કાવ્યરચનાઓમાં) અવિષમતા) તે સમ.” (કાવ્યાદર્શ ૧/૪૭) આ “સમ' ત્રણ પ્રકારે જોવા મળે છે, જેમ કે, “પ્રૌઢ, મૃદુ અને મધ્ય,” કેમ કે, તે પ્રૌઢ, મૃદુ અને મધ્ય પ્રકારના વર્ષોથી સાકાર થાય છે. પ્રૌઢ પ્રકારનું સમત્વ, “સાહત વેo" (શ્લોક ૪૧૩, વિવેક, એજન), મૃદુ જેમ કે, ‘ત્તિતમા ' (શ્લોક ૪૧૪, વિવેક, એજન) અને મધ્ય, “દશસ્થ મવતિઃ” (શ્લોક ૪૧૫, વિવેક, એજન) દ્વારા હેમચન્દ્ર ઉદાહૃત કરે છે. સમત્વની ત્રિવિધતા તથા તેનાં ઉદાહરણો દંડીમાં નિરૂપિત થયાં છે તે રીતે પણ હેમચન્દ્ર ઉદ્ધત કર્યો નથી. દંડીમાં કાવ્યાદર્શ ૧/૪૭ પ્રમાણે
"समं बन्धेष्वविषमं ते मृदुस्फुटमध्यमाः ।
વળ્યા મૃદુષ્કત્મિશ્રવવિચારોન: ” આવું નિરૂપણ છે. હવે હેમચન્દ્ર વામનના અનુયાયીઓએ (=વામનીયા) કરેલું ઠંડીનું ખંડન રજૂ કરતાં જણાવે છે કે તે આ( ત્રિવિધ સમ) વૃત્તિઓ (=રીતિઓ ?)થી જુદું નથી (અર્થાતુ, વૈદર્ભી, ગૌડી અને પાંચાલીથી ભિન્ન નથી). એ વાત પણ ચોખ્ખી છે કે વામને “રીતિ’ શબ્દ પ્રયોજ્યો છે અને નહિ કે “વૃત્તિ. વાસ્તવમાં લોચનકારે “વૃત્તઃ મનુનાતિયઃ' કહ્યું છે, મમ્મટે વૃત્તિ | રીતિની લગભગ સેળભેળ કરી દીધી છે તેથી તેના સંસ્કાર હેમચન્દ્ર ઉપર ચાલુ રહ્યા હોય તેવું જણાય છે. આમ ફરી અશાસ્ત્રીયતાનો દોષ હેમચન્દ્ર ઉપર આપણે આરોપી શકીએ.
- વામનને મને જે રીતિ-વિશેષથી (કાવ્યમાં) આરંભ કરવામાં આવે તેનો (કાવ્યના) અંત સુધી ‘-પરિત્યા' તે જ સમતાનું રૂપ છે. વૈદર્ભમાર્ગના સાદ્યન્ત નિર્વાહનું ઉદાહરણ છે, જિ વ્યાપક વગેરે (શ્લોક ૪૧૬, વિવેક, એજન). ગૌડમાર્ગનો સાદ્યન્ત નિર્વાહ, “શુદ્રઃ વાય તપસ્વી” વગેર (શ્લોક ૪૧૭, વિવેક એજન)માં જોવા મળે છે, તથા પાંચાલમાર્ગનો નિર્વાહ, “તે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org