________________
કાવ્યાનુશાસન જણાતો નથી. એમને એવું પૂછવું જોઈએ કે, જે સ્થળે ઉત્કર્ષાપકર્ષ જણાતો નથી, તે બધા જ સમાસોમાં કે કેવળ બહુવ્રીહિમાં જ ? તો એનો જવાબ તો સહૃદયોને જ પૂછવો જોઈએ. એમને તો આ બધામાં ખૂબ તફાવત જણાય છે.
હવે જો કેવળ બહુવ્રીહિમાં જ તે જણાય તો તે બરાબર નથી. જો કર્મધારય વગેરે સમાસોના જ્ઞાનમાં સમાસ કે તેના અભાવની અસર દર્શાવવામાં ક્ષમતા હોય, તો આ બાબતમાં તેને અસંભવિત માનવું યુક્તિયુક્ત નથી. એમ તો ભૂમિ વગેરે કારણ સમુદાયના રહેવા છતાં અંકુર વગેરે કાર્યની ઉત્પત્તિનો અભાવ માનવાનું પણ સંભવિત થશે. આથી (સમાસ | અસમાસ વિશે) આ પ્રતીતિભેદ અથવા જ્ઞાનગત ભિન્નતા માનવી જ પડશે. જો ન માનવી હોય તો ક્યાંય પણ ન માનવી જોઈ. એ બાકી આવી અર્ધજરતીય પદ્ધતિથી કોઈ લાભ નહિ થાય.
અથવા તો, બુદ્ધિશાળી વ્યક્તિ અહીં પણ પ્રતીતિ વૈચિત્ર્ય સ્વીકારે. અહીં એટલે જ્યાં પદાર્થોનું કથન વિધ્યનુવાદભાવની વિવક્ષાએ કરવામાં આવે છે ત્યાં, કારણ કે ત્યાં પ્રધાનતા, અપ્રધાનતાની વિવેક્ષાથી જ સમાસના હોવા ન હોવાની વિગત સ્વીકારાઈ છે. ઉદાહરણ જેમ કે, સૂર્યાવન્દ્રમસૌ૦ વગેરે (વિવેક, શ્લોક ૩૬૩, એજન)
અહીં ગૈલોક્યના એકમાત્ર આભૂષણ અને ચરાચર વિશ્વના પ્રાણરૂપ પ્રસિદ્ધ ભગવાન સૂર્ય અને ચન્દ્રને શબ્દ દ્વારા ઉલ્લેખીને તેમનું માતામહત્વ તથા પિતામહત્વ વિહિત કરાયું છે. ને આ પુરૂરવા કે જે સર્વોત્કૃષ્ટ કુળોના સંબંધથી જન્મ્યો છે, તેના મહત્ત્વને અદભુત પરાકાષ્ઠાએ પહોંચાડે છે. કારણ કે, જે ન્યાય વિશેષણ | વિશેષ્યભાવને માટે (સમાસ/અસમાસનો) બતાવાયો છે, એનાથી આ પદ્યમાં પણ અનુદ્યમાન(સૂર્ય | ચંદ્ર)માં રહેલું અતિશય મહત્ત્વ પોતાના વિધીયમાન (માતામહ પિતામહ)ના સ્વરૂપમાં પહોંચે છે, અને ત્યાંથી તેમના સંબંધી(= પુરૂરવા)માં પહોંચે છે, કેવળ તેમનું સ્વરૂપ જ ભિન્ન છે, જ્યારે “પરંપરાથી વાક્યર્થના ઉત્કર્ષરૂપી ફળ તો બન્નેમાં સમાન જ છે. આથી પ્રધાન રૂપે વિવક્ષિત હોવાને નાતે તે બે વિશેષ્યો સાથે સમાસમાં ગોઠવીને મલિન કરાયાં નથી. અથવા “નન નનો યસ્થા:૦” (શ્લોક ૩૬૪, વિવેક, એજન) વગેરેમાં પણ તેમ જ છે.
કિંગમાં જેમ કે, “પપન્ન નનુo' વગેરેમાં અહીં સંખ્યાની પ્રતીતિ પ્રધાનતા માટે છે. એમાં એક વિશેષણ છે જેનાથી બધાં અંગોમાં કુશળતાની પ્રતીતિ થાય છે અને એ દ્વારા (વિવાથી) બે પ્રકારની આપત્તિના પ્રતિકારથી રાજાની કુશળતાની ઉપપત્તિનો પરિપોષ થાય છે. આથી સંખ્યાનો એ અંગો સાથે સમાસ નથી કર્યો (એટલે કે, “સત, ગોપુ ' – એમ, રાખ્યું છે.) અને વળી, જેમ કે, “નિહાત્ વસુતાનાં' (શ્લોક ૩૬૬, વિવેક એજન) વગેરેમાં પણ તેમ જ છે. (અહીં પણ “શનું પૂર્વસુ' એમ અસમાસ છે) પ્રત્યુદાહરણમાં એ જ પદ્યોમાં સંખ્યા અને સંખ્યાવાનને સમાસમાં જોડી શકાય છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org