________________
ભૂમિકા
૭૫
metaphorically- શબ્દ અને અર્થના ધર્મો મનાય છે. સૂત્ર ૪|૧માં, પહેલાં કોઈ પણ જાતની સૂક્ષ્મ ચર્ચા કર્યા વગર જ તેઓ ત્રણ ગુણો–માધુર્ય, ઓજસ અને પ્રસાદ–નો સીધો નિર્દેશ આપી દે છે. આ રીતે આચાર્યશ્રી ગુણવિચારણામાં, આનંદવર્ધન, અભિનવગુપ્ત અને મમ્મટની કાશ્મીરી પરંપરાનો જ પ્રબળ પુરસ્કાર કરે છે.
આપણે આગળ જોયું હતું કે, વિવેક(પૃ. ૩૪ ૩૫ એજન)માં આચાર્યે મમ્મટના કાવ્યપ્રકાશ(ઉલ્લાસ ૮)માં આવતા વિચારો મૂકી આપ્યા હતા અને ગુણોના રસધર્મત્વનું સમર્થન કર્યું હતું. ત્યાં તેમણે વામનના મતને પણ લપેટમાં લીધો હતો.
આખી ચર્ચાનો દોર અધ્યાય ૪ વિવેક(પૃ. ૨૭૪, એજન)માં આગળ ચલાવતાં આચાર્યશ્રી નોંધે છે કે, ગુણો માત્ર ત્રણ જ છે. જેવા કે, માધુર્ય, ઓજસ્ અને પ્રસાદ, અને નહિ કે દસ અથવા પાંચ, જેવું બીજાઓ સૂચવે છે. ગુણોના ત્રણથી વધારેના સંખ્યાધિકને તેઓ વિસ્તારથી ખંડિત કરે છે. તેમને મતે આ વધારાના ગુણોનાં અપાયેલાં લક્ષણો દોષયુક્ત છે એટલું જ નહિ, પણ એકબીજામાં તેમની ભેળસેળ પણ થઈ જાય છે. આથી બીજા ગણાવાયેલા ગુણો કાં તો પોતે સૂચવેલા ત્રણ ગુણોમાં સમાઈ જાય છે, અથવા તે ગુણો કેવળ “દોષાભાવ” રૂપ જણાય છે. અથવા સંદર્ભ પ્રમાણે આ ગુણો પોતે જ દોષસ્વરૂપ જણાય છે. કાશ્મીરી પરંપરાનું સમર્થન કરતાં આચાર્યશ્રી ન કેવળ પોતાની દલીલોને વધુ ધારદાર બનાવે છે, પણ પોતાના જે તે મુદ્દાના સમર્થનમાં યોગ્ય ઉદાહરણો ટાંકે છે. સૂત્ર ૪/૧ નીચે તેઓ ફરી પોતાની પાયાની વાત તો દોહરાવે જ છે કે ગુણો મખ્યત્વે રસધર્મો જ છે અને કેવળ ઔપચારિક રીતે શબ્દાર્થના ધર્મો છે.
હેમચન્દ્ર વામનના વિચારોનો પરામર્શ શરૂ કરતાં જણાવે છે કે વામન ઓજસૂ પ્રસાદ, શ્લેષ, સમતા, સમાધિ, માધુર્ય, સૌકમાર્ય, ઉદારતા , અર્થ વ્યક્તિ અને કાન્તિ–એમ દસ ગુણો ગણાવી તેમને ‘વશ્વમુના:' કહે છે (કા.સૂ. વૃ. ૩/૧/૪), વામન અંગેની વિચારણા કરતાં હેમચન્દ્ર દસ ગુણોના સમર્થક એવા ભરત અને દંડીને પણ સાથે પોતાના વિવેચનનો વિષય બનાવે છે. વાસ્તવમાં આ ત્રણે–ભરત, દંડી, વામનનો સમીક્ષાત્મક અને તુલનાત્મક વિમર્શ તેઓ આરંભે છે. ભારતમાંથી તેઓ પૂરેપૂરું ઉદ્ધારણ નથી આપતા પણ ભરતના વિચારનો પ્રમાણિક સંક્ષેપ રજૂ કરે છે, જયારે વામનમાંથી તેઓ ઘણું ખરું શબ્દશઃ ઉદ્ધરણો આપે છે. ભારતના વિચારોનું ખંડન કરતાં ઘણી વખત તેઓ વામનના અનુયાયીઓ-વમનીયા -નો અભિપ્રાય ટાંકે છે જેમાં વામનના અભિપ્રાયનું સ્વારસ્ય અને બળ બને જોવા મળે છે. અહીં જે શબ્દો આચાર્યશ્રી પ્રયોજે છે તે વામનમાં વાંચવા નથી મળતા, પણ કદાચ વામનાનુસારી કોઈ આચાર્યોના ગ્રંથોનું સ્વારસ્ય પણ તે હોઈ શકે. આ મૂળ સંદર્ભો આપણે માટે અપ્રાપ્ય વિગત છે. એક વાત તો નક્કી, કે વામનને અનુસરનારો આલંકારિકોનો મોટો વર્ગ હશે અને આથી વામનની એક આગવી વિચારપરંપરા સાકાર થઈ હશે..
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org