________________
કાવ્યાનુશાસન વિવેક(પૃ. ૨૭૪, ૨૭૫.વ. એજન)માં ચર્ચાનો દોર આરંભતાં હેમચન્દ્ર પહેલાં ભારતનો મત આપે છે.ભરત પ્રમાણે “ઓજસ' એ શબ્દાર્થની એ સંપતુ છે જેનાથી કવિઓ, ચવાયેલ કાવ્યવસ્તુ અથવા ક્ષુદ્ર કાવ્યવસ્તુમાં “ઉદાત્તત્વ' સીંચે છે, અર્થાત તેને નવો મોડ આપી ઉત્કૃષ્ટતા સમર્પિત કરે છે. આનું ઉદા છે. “mયવ:” વગેરે (શ્લોક નં ૪૦૨, વિવેક, એજન). અહીં જીવડાંથી ખવાતા, કૂતરાં અને શિયાળવાં જેની આજુબાજુ ફરે છે એવા મૃત-શરીરનું વર્ણન છે, જે ઓજોગુણના પ્રભાવથી ચમકી ઊઠે છે. હેમચન્દ્ર અહીં “મંગલ' નામે આલંકારિક(જનો ઉલ્લેખ કદાચ રાજશેખરે કર્યો છે, જો તે બને “મંગલ' એક જ હોય તો)નો અભિપ્રાય ટાંકે છે, મંગલ પ્રમાણે વસ્તુ ચવાયેલું ન હોય, હીનવિષયવાળું પણ ન હોય, છતાં જો શબ્દાર્થની સંપદા તેનામાં ઉદાત્તત્વ ન આણે તો એ ‘-બોનઃ'નું ઉદાહરણ બને છે; અર્થાત્ ઓજોગુણનો અભાવ સૂચવે છે. આપણને આ અભિપ્રાયના મૂળ આધારનો ખ્યાલ નથી પણ કદાચ આ “મંગલ' તે રાજશેખર દ્વારા ઉલ્લિખિત “મંગલ' હોઈ શકે.
હેમચન્દ્ર આ ‘સન્ ઓઝ'વાળી રચનાનું ‘વિવેક'માં ઉદાહરણ ટાંકે છે, જેમકે (શ્લોક ૪૦૩ વિવેક, એજન) યે સન્તોષસુવું વગેરે. આ શ્લોક ભર્તૃહરિના વૈરાગ્યશતકમાંથી છે. આ શ્લોકમાં મેરુપર્વત શુદ્ર હોય તે રીતે તેનું વર્ણન થયું છે. મંગલના અભિપ્રાય પ્રમાણે આવા “કન - મોગ-'ને તેઓ સ્વીકારતા નથી તેથી ભારતે વિચારેલ “ઓજોગુણ”નો ખ્યાલ પણ ટકતો નથી.
એ પછી હેમચન્દ્ર દંડીનો અભિપ્રાય વિચારે છે. દંડી ભરતના ઓજોગુણના વિચાર જોડે સંમત થતા જણાતા નથી. દંડી પ્રમાણે, અભિધેય અર્થાત્ નિરૂપ્ય વસ્તુ વિશે કવિઓ ત્રણ રીતે વર્ણન કરતા જણાય છે. અર્થાત્ કથાવસ્તુના ત્રિવિધ વર્ણન સંભવે છે. ક્યારેક તેઓ ન્યૂન વસ્તુનો ઉત્કર્ષ સાધે છે, કયારેક અધિક (ઉદાત્ત) વસ્તુને નીચી પાડે છે, અથવા ક્યારેક વસ્તુનું, યથાર્થ વર્ણન કરે છે. ત્યારે કવિઓનાં આવાં ત્રિવિધ વર્ણનોના સંદર્ભમાં દંડી વિચારે છે કે, ભારતનો ઓ જો ગુણનો ખ્યાલ ક્યાંથી ટકે ? આપણે અન્યત્ર પણ નોંધ્યું છે કે હેમચન્દ્ર એવી આધારસામગ્રીમાંથી કાં તો ઉદ્ધરણ ટાંકે છે અથવા મૂળ વિચારનો સારસંક્ષેપ કરે છે કે, જે સામગ્રી આપણે માટે હવે અનુપલબ્ધ છે. અર્થાત્ આપણે માટે તે નાશ પામેલી છે. દંડીના મતનું ઉપર હેમચન્દ્ર જે નિરૂપણ કર્યું તે આનું ઉદાહરણ છે; દંડીએ કયાં, કયા ગ્રંથમાં, કયા સંદર્ભમાં ભારતની ઉપરિકથિત આલોચના કરી તે આપણી જાણમાં નથી. હેમચન્દ્ર તો દંડીના આ ભરત અંગેના અભિપ્રાયને નોંધીને સીધા દંડીનો પોતાનો અભિપ્રાય કે, “સમાસબાહુલ્ય તે (થયો) ઓજોગુણ”(કાવ્યદર્શ ૧૮૦) –ટાંકે છે, આ “સમાસભૂયસ્વ’ – સમાસોનો વધારે પડતો વિનિયોગ તે ગદ્યનું વિભૂષણ મનાયું છે અને ગૌડ (કવિઓ) તો “વૃત્ત'માર્ગ કહેતાં કાવ્યમાર્ગમાં (જમાં છંદ વૃત્તમય રચના છે) (અથવા, ઐતિહાસિક વિગતના નિરૂપણમાં ) પણ ગૌડમાર્ગીઓ ઓજોગુણનો આદર કરે છે. દંડીને મતે ઓજોગુણ ગૌડ પરંપરામાં આખ્યાયિકા” વગેરે(ગદ્યરચનાઓ)માં જોવા મળે છે અને પદ્યરચનામાં પણ જોવા મળે છે જેમ કે, તૂરોfeત રત્ન વગેરે(શ્લોક નં. ૪૦૪,
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org