________________
૮૦
કાવ્યાનુશાસન નથી. હેમચન્દ્ર ભારતના મતનું ખંડન કર્યું તે રીતે, અભિનવગુપ્ત પણ, કરવું જોઈતું હતું. તે ન કરીને તેઓ પોતાનો ધર્મ ચૂક્યા તો નથી ને? અસ્તુ.
હેમચન્દ્ર, ‘શ્લિષ્ટ' કહેતાં શ્લેષગુણ અંગેના ભરતના મતનો “વિવેક'માં નિર્દેશ કરી (પૃ. ૨૭૭, એજન) તેના ઉદાહરણ તરીકે, “ક્ષ સ્થિતી:.” (શ્લોક ૪૦૮, વિવેક એજન) વગેરે શ્લોક ટાંક્યા છે. ભારતના મતનો તિરસ્કાર તેમણે પોતે ન કરતાં “વામનીયો'ના (=વામનના અનુયાયીઓના) મતને ટાંકીને કર્યો છે. વામનના અનુયાયીઓ માને છે કે, ભારતે જે રીતે ‘શ્લિષ્ટની સમજૂતી આપી છે તે તો, વાસ્તવમાં, અભિધાન | અભિધેયના, એટલે કે શબ્દાર્થના વ્યવહારમાં (=પ્રયોગમાં) (જણાતી એક પ્રકારની કુશળતા-) વૈદગ્ધી જ છે. તે કોઈ “સંદર્ભધર્મ અથવા કોઈ પ્રકારની સાહિત્યિક રચનાનો ધર્મ માની શકાય નહિ. વાસ્તવમાં રચનારૂપતા' એ જ (કોઈ પણ) ગુણનું સ્વરૂપ છે. તેથી વામનને મતે (કા. સૂ. વૃ. ૩/૧/૧૧) ' “શ્લેષ એટલે “મસૂણત્વ” જેમ કે, કહ્યું છે કે, જે (ગુણધર્મનો) હોતાં અનેક પદો જાણે, એક જ પદ હોય તેવાં જણાય તે થયો શ્લેષ.” જેમ કે, “પ્રત્યુત્તરસ્યાં." વગેરે (વિવેક, શ્લોક ૪૦૯, એજન).
વામનના “શ્લેષ' અંગેના વિચારનું ખંડન કરતાં હેમચન્દ્ર વિવેકમાં (પૃ. ૨૭૮, એજન) નોંધે છે કે, પ્રસૃપામતુરતાયાં રીતિવૈશોપનિપતિઃ | 7 વાચતર રસનિર્વાદે નિષેવન્ત | તમાત ‘શિથિન્ન સ્નિઈમ્' કૃતિ ઇન્ડી | (વ્યર્સ ૨/૪૩).
હવે અહીં પહેલાં તો એ ચોખ્ખું નથી થતું કે, હેમચન્દ્ર વામનના મતનું જે ખંડન | અસ્વીકારનું નિરૂપણ કર્યું તે દંડી અથવા દંડીના અનુયાયીઓની દષ્ટિએ છે કે, એમની પોતાની દષ્ટિએ. વળી, તરત જ તે પછી તેઓ દંડીના મતનો ઉલ્લેખ આપે છે. સામાન્ય રીતે, હેમચન્દ્ર આલંકારિકોના કાલક્રમને સાચવે છે. ઠંડી | વામનની આનુપૂર્વાનો તેમને ખ્યાલ છે જે માટે તો તેમણે “ઓજોગુણ'ની ચર્ચામાં દંડીનો મત ભરત પછી તરત આપ્યો છે અને પછી વામનનો મત વિચાર્યો છે. તેથી અહીં આવો ક્રમવિપર્યય કેમ થયો ? એ વિચારપાત્ર છે. શક્ય છે કે, સમીક્ષિત આવૃત્તિના સંપાદકોએ આ ફકરાઓ જેમ ને તેમ એટલા માટે રાખ્યા કેમ કે, કાવ્યાનુશાસન | વિવેકની પાડુલિપિઓમાં તે જેમના તેમ વંચાયા હશે. પણ તેમ કરવા જતાં હેમચન્દ્ર કે જે કાલક્રમ જાળવવામાં સંપૂર્ણ શાસ્ત્રીયતા સાચવે છે, જેવું ઓજોગુણ, હવે પછીના “સમ'(=સમતા' ગુણ)માં જળવાયું છે, જો કે, બીજા ગુણોની ચર્ચામાં દંડીના વિચાર સમાધિ, માધુર્ય, અર્થવ્યક્તિ, અને કાન્તિ અંગેની ચર્ચામાં વામનના મતના ઉલ્લેખ પછી મુકાયા છે જ્યારે સુકુમારતા અને ઉદારત્વની ચર્ચામાં ઠંડીના મતનો ઉલ્લેખ જ નથી. એટલે, કાં તો એમ માનવું રહ્યું કે આચાર્ય હેમચન્દ્ર ગુણવિચારણાના સંદર્ભમાં આચાર્યોના મતનિર્દેશ દરમ્યાન આચાર્યોનો કાળક્રમ (=સમયની દૃષ્ટિએ આચાર્યોનું પર્વાપર્ય) ચૂકી ગયા છે, અથવા મૂળ આદર્શ-(AUTOGRAPH)ની નકલ દરમ્યાન પહેલા લહિયાએ કંઈક ગોટાળો કર્યો જે અનુગામીઓએ ચાલુ રાખ્યો. અસ્તુ જે હોય તે, આપણે
Jain Education International
For Private & Personal Use Only.
www.jainelibrary.org