________________
७०
કાવ્યાનુશાસન
ઋત્, તદ્ધિત વગેરેનો પ્રતિષેધ પણ જાણવો. ત્યાં પણ કહ્યા પ્રમાણે જ પ્રધાન-ગૌણ-ભાવની વિવા રહેલી છે. (અહીં અવ્યયીભાવમાં પ્રત્યુદાહરણ, વ્યક્તિવિવેકમાં અપાયું છે, પણ આચાર્યશ્રી તે ચર્ચા વગર છોડી દે છે; માત્ર એટલું નોંધે છે કે, પ્રત્યુદાહરણ, ‘મધ્યે વ્યોમ' (શ્લોક ૩૪૮, અલં ચૂડમણિ; વ્યક્તિવિવેક પૃ. ૨૫૭ એજન) વગેરે તો દર્શાવેલું જ છે.
તે બે(=સ્ ; તદ્ધિત)નું ઉદાહરણ જેમ કે, ય: સર્વ ઋષતિ॰ (શ્લોક ૩૯૦, વિવેક, એજન), વગેરે છે. અહીં ‘સર્વ’ વગેરેનું ‘ઋષ’ વગેરે વિશે કર્મભાવે ગ્રહણ થયું છે, તે તેમનામાં ઉત્કર્ષ લાવે છે તેથી પ્રધાનરૂપે વિવક્ષિત છે, તેથી તેમની સાથે (સર્વષ:, ક્ષિ:િ, વિદ્યુત્તુવ:) એમ ‘ત્’ વૃત્તિ કરીને તેમને ગૌણ બનાવાયાં નથી. ‘સર્વ’ના અર્થમાં સંસારને અભયદાન કરવામાં જે કટિબદ્ધ રહે છે, તે બોધિસત્ત્વોનાં ચરિતોનો સંગ્રહ થઈ જાય છે. જેઓ ‘ખલ’ છે, દંભ વગેરે દોષનો આરોપ કરીને તેમનાં ચરિતને લાંછિત કરે છે. અહીં ‘ક્ષિ' એ શરીરનું ઉપલક્ષણરૂપ છે, અને તે બધી રીતે અપવિત્ર અને વિનશ્વર છે. વિધુ (=ચંદ્ર) આખા જગતને આનંદ આપે છે. આથી આ બધા કષણ વગેરેના કર્તાઓમાં અકાર્ય કરવાને લીધે જે અપરાધ સિદ્ધ થાય છે, તેમનામાં ઉત્કર્ષ લાવે છે. આથી તે પ્રધાનરૂપે વિવક્ષિત છે. શિરચ્છેદ પણ તેમનામાં ઉત્કર્ષ આણે છે કે, શરીરના દંડમાં એનાથી મોટો બીજો દંડ નથી.
એ જ રીતે, મોઽસ્મિ સર્વ સહે, વગેરે એનું જ ઉદાહરણ છે. રામભદ્ર ઉચિત કાર્ય જ કરે, એ વિશે તો શું કહેવાય ? તેઓ તો દશરથનાં સંતાન છે, વગેરે અર્થ આવે છે. પ્રત્યય લાગ્યા પછી ‘ઋષ’ વગેરેમાં ‘સર્વ” વગેરેના કર્મના અંશને દબાવીને ફક્ત ત્આઅંશ જ પ્રધાનરૂપે જણાય છે. ‘સર્વ’ વગેરેના કર્મનો અંશ પ્રધાનરૂપે નથી જણાતો, કેમ કે પ્રત્યયનું વિધાન કર્તૃ-અંશમાં જ થાય છે. વાક્યમાં જો કે, શાબ્દબોધની પ્રક્રિયામાં ક્રિયાની પ્રતીતિ જ પ્રધાનરૂપે થતી હોય છે, પણ જો વિવક્ષા અમુક પ્રકારની હોય તો કાકોમાં પ્રધાનતાની પ્રતીતિ થતી હોય છે. વળી, એમ કહેવું પણ બરાબર નથી કે, સાધ્ય (ક્રિયા) અને સાધન (કારક) બન્નેનું, એક સાથે પ્રાધાન્ય માનવું બરાબર નથી; કેમ કે, પ્રાધાન્ય ત્રિવિધ હોઈ શકે છે, જેમ કે, શબ્દસામર્થ્યકૃત, અર્થસામર્થ્યકૃત અને વિવક્ષાકૃત. આમાંનું ત્રીજું બલવત્તર મનાયું છે. તેથી બીજાં બે પ્રકારનાં પ્રાધાન્યો એની સમકક્ષ માની શકાય નહિ.
તો, અહીં તાત્પર્ય આ પ્રમાણે છે કે, જે કોઈ પણ રીતે પ્રધાનરૂપે વિવક્ષિત હોય, એને સમાસમાં જોડી શકાય નહિ. અને એ પણ નિયત નથી કે, બીજું કોઈ ફક્ત વિશેષ્ય જ હોય. તે ગમે તે હોઈ શકે. આ રીતે દ્વન્દ્વપદ અને સરૂપપદના અર્થોમાં વિશેષણ -વિશેષ્ય -ભાવ ન હોવા છતાં, જ્યારે સંબંધની વિવક્ષા રૂપ પ્રાધાન્ય વિવક્ષિત હોય, તો એમનો પણ સમાસ કે એકશેષ અભીષ્ટ નથી જ, જેમ કે, મિઅનેન વગેરે (શ્લોક ૩૯૧, વિવેક, એજન). આ સઘળી ચર્ચા આચાર્યશ્રી વ્યક્તિવિવેક પૃ. ૨૬૨, એજન, ને સામે રાખીને જ કરે છે. મિગ્નનેન વગેરેમાં
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org