________________
કાવ્યાનુશાસન છે. બીજો પ્રકાર અનેકવિધ છે. કેમકે, તેમાં કારક સંબંધ વિશેષણરૂપે ગોઠવાય છે અને તે તપુરુષનો માર્ગ છે. વળી, તેમાં જો અવ્યયાર્થની વિશેષતા હોય, તો અવ્યયીભાવનો પરામર્શ થાય છે.
આ રીતે સમાસ વિશેષણ અને વિશેષ્ય એ ઉભય અંશનો સંસ્પર્શ કરે છે પણ જ્યારે વિશેષણાંશ પોતાના આશ્રય તેવા વિશેષ્યમાં ઉત્કર્ષ બતાવે અને તેથી વાક્યર્થના ચમત્કારમાં કારણ બને તેથી પોતે પ્રધાન હોતાં, વિધેય બનવાને લાયક હોય ત્યારે વિશેષ્ય કેવળ ઉદ્દેશ્યરૂપ બનીને વિશેષણની અપેક્ષાએ ઊતરતું બને છે. અને આવે સમયે સમાસ ન કરવો જોઈએ. જો સમાસ અહીં કરવામાં આવે તો વિશેષણ-વિશેષ્યની પ્રધાનતા અ–પ્રધાનતા અસ્તમિત થઈ જશે. આ વિશેષણ પછી એક હોય કે અનેક, એમાં વસ્તુસ્થિતિમાં કોઈ ફેર પડતો નથી. આ બધી ચર્ચા વ્યક્તિવિવેકમાંથી આચાર્યશ્રીએ શબ્દશઃ લીધી છે.
હેમચન્દ્ર મહિમાનું (પૃ. ૨૩૦ વ્યવિ ) અનુસરણ કરતાં આગળ નોંધે છે કે, “અહીં પૂર્વપક્ષી કદાચ એમ કહે (“નનું " વ્યક્તિવિવેક, પૃ. ૨૪૮, એજન) કે, વિશેષણત્વ તો (વિશેષણનું) અવચ્છેદક હોવાથી ગૌણ હોય જ છે, જ્યારે વિધેયત્વ વિવક્ષિતતારૂપે હોવાથી તેનું પ્રાધાન્ય જ હોય છે, તો આમ બન્ને વિગત ભાવ અને અભાવની માફક પરસ્પર વિરુદ્ધ સ્વભાવની છે; તો તેમનો એક જ સ્થળે, સમાવેશ થાય કે જેથી એક બાબતમાં (= પ્રાધાન્યની બાબતમાં) સમાસનો નિષેધ કરાય અને અન્ય બાબતમાં (અપ્રધાનતાની બાબતમાં) સમાસનું વિધાન કરાય” આવું થઈ શકે ?
સિદ્ધાંતી જવાબમાં જણાવે છે કે, આ દોષ અહીં આવતો નથી. વિરોધ તો શીત | ઉષ્ણ જેવી બે વસ્તુઓ ઉપર રહેલો છે. (જે વાસ્તવિક છે). જયારે અહીં (પ્રધાનતા | અપ્રધાનતા) બન્નેની વાસ્તવિકતા (ઉપરના વિરોધ-શીતોષ્ણ –જેવી) સિદ્ધ નથી; કેમ કે, એ બેમાંથી એક જ વાસ્તવિક છે, જ્યારે બીજી વિવફાધીન હોવાથી તેનાથી વિપરીત (=અવાસ્તવિક) છે. અને “વસ્તુ તથા -વસ્તુનો કયારેય વિરોધ ઘટતો નથી. સાચા હાથી અને કાલ્પનિક સિંહ વચ્ચે કોઈ પણ વ્યક્તિ અન્યોન્ય વિરોધ સ્વીકારે નહિ. જ્યારે જ્યાં સુધી ફેલભેદનો સંબંધ છે, ત્યાં તો બંનેમાં તે (= ફલભેદો રહેલો છે જ. એકનું ફળ પદાર્થસંબંધમાત્ર છે, જે સકલજગદ્ગમ્ય છે, અને શાબ્દિકોનો પ્રધાન વિષય છે, જ્યારે બીજાનું ફળ તે થોડા સહૃદયો વડે સંવેદનીય કેવળ સુકવિઓનો જ વિષય બનતો વાક્યર્થ ચમત્કારાતિશય છે.
અહીં ક્રમશઃ ઉદાહરણો (જો ઈશું) (વિવેક પૃ. ૨૪૮ એજન, વ્યક્તિવિવેક, પૃ. ૨૩૧ એજન). તેમાં કર્મધારયમાં ઉદાહરણ, જેમકે, “નિષ્ઠા રતાન્ત' વગેરે (વિવેક, શ્લોક ૩૫ પૃ. ૨૪૮ એજન). અહીં અંબોડો છૂટો પડીને વિખરાય અને આળસથી શોભતા બે હાથ હોવા તે અનુક્રમે ખભા અને શરીરનાં વિશેષણો છે, તે રતિના ઉદ્દીપન વિભાવરૂપ થતાં વાક્યર્થની અનેરી
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org