________________
ભૂમિકા
૬૫
કમનીયતા આણે છે, એથી (ત) પ્રાધાન્યથી વિવક્ષિત હોતાં (‘અંત,” અને “વપુઃ ') બેને સાથે સમાસમાં કવિએ જોડ્યાં નથી તેથી ન્યભાવિત થયાં નથી. એ જ રીતે અહીં, ‘ તર્નાન્તિદિતિસુરતપ્રતિત્વ' એવું હતુભાવયુક્ત વિષ્ણુનું વિશેષણ છે. એનાથી વિષ્ણુ (લક્ષ્મીને ફરી સુવાડવા રૂપ) જે કાર્ય કરે છે, તેમાં તેમના ઉચિત આચરણ રૂપી અતિશયની પ્રતીતિ થાય છે. આથી તે વિધેયરૂપે પ્રધાનસ્વરૂપે વિવક્ષિત છે, તેથી વિષ્ણુરૂપી વિશેષ્ય સાથે સમાસ કરીને કવિએ તેને અપ્રધાન બનાવ્યું નથી.
આચાર્ય હેમચન્દ્ર અહીં વિવેક(પૃ. ૨૪૮, એજન)માં વ્યક્તિવિવેક કારિકા ૨-૧૧, જેમ કે, “મેવું અને વા .....” વગેરે વ્યક્તિવિવેકપૃ. ૨૩૧, એજન) ઉદ્ધત કરે છે. તેનો અર્થ એ છે કે, “એક અથવા અનેક પદ - જે કોઈ પદ કે પદો - વિધેયતા પામ્યાં હોય, તેનો બીજા (= વિશેષપદ) સાથે સમાસ ન કરવો જોઈએ, અથવા પરસ્પર (વિશેષણપદ સાથે) પણ સમાસ ન કરવો જોઈએ.”
એક પદનું તો ઉદાહરણ અપાયું છે. અનેક પદોનાં ઉદાહરણ જેમ કે, “અવન્તિનાથોડયમુo” વગેરે (વિવેક , શ્લોક ૩પ૬) , અથવા, “વિદ્વાન દ્રારસર૩:૦' (શ્લોક ૩પ૭, વિવેક) અથવા, “જ્ઞો માનધનJo' (શ્લોક ૩પ૯, વિવેક , એજન) તથા, “રક્ત fક્ષા !. (શ્લોક ૩૫૯, વિવેક, એજન) તથા, “ મરીન ! સેનાપરે (વણી. પૃ. ૮૦, વિવેક, શ્લોક ૩૬૦, એજન) વગેરેમાં જોવાં.
વિધ્યનુવાદભાવનું ફળ પણ વિશેષ્ય વિશેષ ભાવના ફળ જેવું હોય છે, તેથી ત્યાં પણ એ જ રીતે સમાસનો અભાવ જાણવો, જેમ કે, “વાપાર્વત્રિપુરવિનયી' વગેરે આનાં પ્રત્યુદાહરણો મહિમાએ (વ્યક્તિવિવેક પૃ. ૨૩૪ - ૨૩૮, એજન) ચચ્ય છે. તે આચાર્ય છોડી દે છે, અને નોંધે છે કે, જેમણે આવી બાબતોમાં સમાસ કર્યા છે તેમનાં ઉદાહરણોમાંથી તે જાણી લેવાં પછી, વળી વ્યક્તિવિવેક(પૃ. ૨૩૮, એજન)થી દોર પડતાં આચાર્યશ્રી નોંધે છે કે, બહુવીહિમાં (અ-સમાસનું ઉદાહરણ), જેમ કે, “પેન થતી તો વિચ્યો' વગેરે (વિવેક, શ્લોક ૩૬૧, એજન); અહીં વિધ્ય આદિ વિષયમાં સ્થલીકરણ આદિ જે વિશેષણરૂપે કહેવાય છે, તેનાથી એ કાર્ય કરવાવાળા, મુનિનું અત્યંત દુષ્કર કાર્ય કરવારૂપ શૌર્ય ઘોતિત થાય છે, અને એ દ્વારા એમનો અનેરો તપ:પ્રભાવપ્રકર્ષ સમજાય છે. કારણ કે વિધ્યાચળ રોજ રોજ ઊંચો વધતો હતો અને સૂર્યના પ્રકાશને તે ઢાંકી દેતો હતો તેથી જગત અંધકારમય બની જાય તેમ હતું, અને બીજી બાજુ સાગર અગાધ અને પાર ન કરાય તેવો હતો. વાતાપિએ પોતાની માયાથી સકળ વિશ્વને પ્રસ્ત કરી લીધું હતું. આથી આ વિશેષણો પ્રધાનરૂપે કહેવાયાં છે અને તેમની સાથે સમાસ ન કરીને કવિએ તેમને નિર્જીવ થતાં બચાવ્યાં છે. તેનું પ્રત્યુદાહરણ છે. - : થતીતંત્ર વગેરે (શ્લોક. ૩૬૨, વિવેક, એજન).
કેટલાક લોકો એમ માને છે કે, અહીં ઉદાહરણ અને પ્રત્યુદાહરણમાં કોઈ ઉત્કર્ષાપકર્ષ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org