________________
ભૂમિકા
૪૧
શકાતી નથી. આ ‘દ્વયં ગત્ત વ.' ઉદાહરણમાં કોઈ પણ હેતુ બતાવાયો નથી. તેથી “ન્યૂનપદત્વ” દોષ થાય છે.
- આ પૂર્વપક્ષ મહિમભટ્ટનો છે. આચાર્યશ્રી વ્યંજનાવાદી છે તેથી તેનો વળતો જવાબ પોતે આપે છે. મમ્મટ વગેરેએ આવો પ્રત્યુત્તર આપ્યો નથી.
આચાર્ય હેમચન્દ્ર અહીં જવાબ આપતાં જણાવે છે કે, (વર્ષ તુ ઝૂમ વગેરે પૃ. ૨૦૪, એજન) (પંક્તિ ૧૮, વિવેક આ. કુલકર્ણી | પરીખ), શબ્દની કેવળ અભિધાવૃત્તિ જ અભિપ્રેત નથી, જેથી તે એક જ અર્થ(આપીને તે)માં ક્ષીણ થતી હોવાથી અર્થાતરના બોધ માટે બીજો શબ્દ કે એના એ શબ્દની આવૃત્તિ(પુનઃગ્રહણ)નો પ્રયોગ વિચારવો પડે. પણ વાસ્તવમાં તો, કેવળ સહૃદયો વડે સંવેદ્ય એવી “વ્યક્તિ' કહેતાં “વ્યંજના' નામે બીજી વૃત્તિ છે જ. આમ બીજી વૃત્તિ(=વ્યંજના)ની કલ્પના કરવાથી એક જ શબ્દમાંથી વાચ્યની સાથે જ વ્યંગ્યની પ્રતીતિનું પ્રસારણ પણ થશે જેને નિવારી શકાશે નહિ. જેમ કે, પરમેશ્વરના વાચક હજારો શબ્દો સંભવતા હોવા છતાં, “ઘાનિનઃ' એ પદમાંનો પરમેશ્વર વાચક “વાર્તા' શબ્દ બીભત્સ રસનો આલંબનવિભાવ સૂચવે છે, અને પરમેશ્વર જુગુપ્સાના આશ્રયરૂપ છે એવું ધ્વનિત કરે છે. વળી, “સંપ્રતિ દ્વાં ઘ' એ પ્રયોગ પણ અત્યંત રમણીય છે કેમ કે, પહેલાં કેવળ તે એકલી (ચંદ્રની કળા) જ ખરાબ વ્યસનથી (કપાલીના સંપર્કરૂપી) દૂષિત થવાથી શોચનીય હતી; પણ હવે જાણે કે તેણે (પાર્વતીએ) પણ તેના તેવા પ્રકારના ખોટા નિશ્ચય(દુરવ્યવસાય)માં જાણે સહાય કરવાનું શરૂ કર્યું એમ અહીં ઉપહાસ કરાયો છે. “પ્રાર્થના' શબ્દ પણ અત્યંત રમણીય છે, કારણ કે, કાકતાલીયન્યાયથી તેમનો(= કપાલીનો) સમાગમ કદાચ નિંદાપાત્ર ન થાય, પણ આ બાબતમાં પ્રાર્થના” (માગીને તેમની સાથે સંબંધ કરવો તે) તો અત્યંત કૌલીનકલંક(કુળવાનના ઘરનું મોટું કલંકોની કારક છે. “સા જ તં ' એ પ્રયોગ (તમારા બન્ને વિશે) અનુભવાતા પરસ્પરની સ્પર્ધા કરવા લાવણ્યાતિશયના પ્રતિપાદનપરક રીતે થયો છે. “નાવતઃ' અને “ન્તિમતી' એ બન્નેમાં “મgy' પ્રત્યયથી બન્નેની પ્રશસ્યતા પ્રતીત થાય છે.
આ રીતે હેમચન્દ્ર વ્યંજનાના સ્વીકાર માટે સિદ્ધાંતપક્ષ રચે છે, જેમાં અલબત્ત આનંદવર્ધન | અભિનવગુપ્ત | મમ્મટના વિચારોનું દોહન જરૂર છે, પણ વ્યક્તિવિવેકકાર મહિમાને ઘણે સ્થળે સમ્માન્ય ગણી સ્વીકારવા છતાં જરૂર પડે તેમને પડકારવાનો સાહસિક અભિગમ પણ અપનાવે છે.
ન્યૂનપદત્વની ચર્ચા મૂળમાં (પૃ. ૨૦૩, એજન) આગળ ચલાવતાં આચાર્યશ્રી નોંધે છે કે ત્યા નિવદ્ધ' (વિક્રમો. ૪૨૯, શ્લોક ૨૧૩, પૃ. ૨૦૩, એજન ) વગેરેમાં ખરેખર તો માઘસ્ય નવમ' એમ કહેવું જોઈએ, જે નથી કહેવાયું; તેથી આ દોષ આવે છે. મમ્મટે આ વાત આ જ રીતે નોંધી છે જે હેમચન્દ્ર યથાતથ સ્વીકારી છે. “નવઝઘર: રસન્નધ્રોડશું.” (પૃ. ૨૦૩,
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org