________________
ભૂમિકા
વિશેષ સ્પષ્ટીકરણ ઉમેરતાં કહે છે કે, જ્યાં માત્ર વિશેષણ આપવા માટે જ નહિ, પણ વાચાર્થાન્તર - એટલે કે, બીજા વાક્યાર્થ માટે જ્યાં પુનર્રહણ થાય ત્યાં તે નથી દોષરૂપ કે, નથી ગુણરૂપ. આચાર્યશ્રી મમ્મટે અધ્યાહત રાખેલ વિગતોનું સ્ફુટીકરણ કરે છે. તેથી સહૃદય વાચકોને તથા નવીનોને વધુ આનંદ અને લાભ મળે છે. આનંદવર્ધનના વિચારોને જેમ અભિનવગુપ્ત લોચનમાં સ્ફુટ કરીને અનુરણિત કરે છે, એવું જ મૂલ્ય હેમચન્દ્રની આવી સમજૂતીઓનું લેખી
શકાય.
મમ્મટના ઉપહતવિસર્ગત્વ અને લુપ્તવિસર્ગત્વ એ બે દોષો હેમચન્દ્ર લુપ્તવિસર્ગત્વ દોષમાં આવરી લે છે. ઉત્વને પ્રાપ્ત વિસર્ગ હોય તથા વિસર્ગનો ‘અે’ થઈ જવાથી અને લુપ્ત વિસર્ગ પ્રાપ્ત થવાથી આ દોષ આવે છે, જેમ કે “ઘીરો વિનીતો” વગેરે(શ્લોક ૨૪૯, એજન)માં આ દોષ હેમચન્દ્ર મમ્મટ પ્રમાણે ચર્ચે છે.
હતવૃત્તની ચર્ચા પણ મુખ્યત્વે મમ્મટ પ્રમાણે જ કરતાં આચાર્યશ્રી નોંધે છે કે, આ દોષ ત્રણ પ્રકારે થાય છે—લક્ષણચ્યુત, યતિભ્રષ્ટ, અને લક્ષણનું અનુસરણ કરવામાં આવે તો પણ અશ્રવ્ય, જેમ કે, અપ્રાપ્તગુરુભાવાન્તલઘુ જેમાં અંતનો લઘુસ્વર ગુરુ બનતો નથી, તથા રસને વિશે અનનુગુણ અનુગુણ નહિ - તેવો વૃત્તપ્રયોગ આને ‘તવૃત્ત’ કહે છે. ‘ચિ પશ્યસિ॰' (શ્લોક ૨૫૦. એજન) વગેરેમાં વૈતાલીયવૃત્તમાં છ લઘુ અક્ષરોનું નૈરન્તર્ય નિષિદ્ધ છે તેથી તે ‘લક્ષણચ્યુત’નું ઉદાહરણ છે. ‘તામાં રાતિ॰' વગેરે(શ્લોક ૨૫૧)માં ચોથા અને છઠ્ઠા અક્ષર પછી ‘તિ’ મુકાવો જોઈએ, પણ તેમ ન થવાથી યતિભ્રષ્ટદોષ છે. હેમચન્દ્ર જણાવે છે કે, આ અપવાદ પોતે છન્દોનુશાસનમાં નિરૂપિત કર્યો છે તેથી અહીં વિસ્તાર થતો નથી.
=
૪૭
=
અશ્રવ્યનું ઉદાહરણ છે, ‘અમૃતમમૃતં॰' (શ્લોક ૨૫૩ એજન) વગેરે તેમાં ‘વિજ્ઞાન્યત્ સ્વાદુ-તે અશ્રવ્ય' છે. ‘અન્નાસ્તા॰' વગેરે (શ્લોક ૨૫૪) ઉદાહરણમાં ‘વસ્ત્ર' ને સ્થાને ‘વસ્ત્રાપિ’ પાઠ લેવામાં આવે તો લઘુ પણ ગુરુ થઈ જાય. પણ ‘વસ્ત્રાજ્િર'માં અન્તનો લઘુ ગુરુભાવ પામતો ન હોવાથી દોષરૂપ છે.
‘હા ગૃપ ! હા બુથ !' વગેરે (શ્લોક ૨૫૫, એજન)માં જે વૃત્તનો ઉપયોગ થયો છે તે હાસ્યરસનો ભંજક હોવાથી પ્રસ્તુત એવા કરુણરસ, વિશે અનનુગુણ જણાય છે, તેથી ‘હતવૃત્ત’ દોષ અહીં સાકાર થાય છે. મમ્મટની સરખામણીમાં આચાર્યશ્રીની ચર્ચા વધારે સ્પષ્ટ છે.
Jain Education International
સંકીર્ણત્વ દોષ ત્યારે જણાય જ્યારે એક અલગ વાક્યનાં પદો બીજા અલગ વાચનાં પદો સાથે ભેળસેળ પામે. મમ્મટ આવી જ સમજૂતી આપે છે. જો કે, તેમનું ઉદાહરણ જુદું છે. હેમચન્દ્ર પ્રમાણે, ‘હાયં આય॰' વગેરે (શ્લોક ૨૫૬ એજન) ઉદાહરણમાં ‘ારું ક્ષિતિ, દૂરં આવતિ,
For Private & Personal Use Only
www.jainelibrary.org