________________
४८
કાવ્યાનુશાસન
ને નતા ગૃતિ, શ્વાનં મેષતિ” એમ કહેવું જોઈએ. તેને બદલે જુદાં જુદાં વાક્યોનાં પદો, જુદાં જુદાં વાક્યોમાં ઘૂસી ગયાં છે. મમ્મટ પ્રમાણે “વિત્તર' દોષથી “સંજીત્વ'નો ભેદ તારવતાં આચાર્યશ્રી નોંધે છે કે, એક જ વાક્યમાં આવા ગોટાળા જણાય ત્યાં ક્લિષ્ટત્વ આવે છે, જ્યારે અહીં અનેક વાક્યોની વાત છે. સંકીર્ણત્વ પણ ક્યારેક ગુણરૂપ બને છે એ વાત મમ્મટે બતાવી નથી પણ હેમચન્દ્ર કહે છે કે, ક્યારેક ઉક્તિ | પ્રયુક્તિમાં તે ગુણ બને છે, જેમ કે “વાર્ત, નાથ ! વિમુગ્ધ મન so' વગેરે(શ્લોક ૨૫૭, એજન)માં.
ગર્ભિતત્વ”ની સમજૂતી હેમચન્દ્ર મમ્મટને અનુસરીને જ આપે છે. જ્યારે વાક્યની વચ્ચે વાક્યાન્તરનો અનુપ્રવેશ થાય, ત્યારે ગર્ભિતત્વ દોષ થાય છે. “TRIVાનરસૈ:0(શ્લોક ૨૫૮)માં ત્રીજું ચરણ વાક્યાન્તરની વચ્ચે પ્રવેશેલું સ્વતંત્ર વાકય છે, જે દોષરૂપ છે. મમ્મટ પણ આ જ ઉદાહરણ ટાંકે છે. મમ્મટ અને હેમચન્દ્ર બને નોંધે છે કે, ગર્ભિતત્વ ક્યારેક ગુણ બને છે, જો કે, બન્નેનાં ઉદાહરણો જુદાં છે.
ભગ્નપ્રક્રમત્વની ચર્ચા આચાર્યશ્રી ખૂબ વિસ્તારથી કરે છે, જેમાં ‘વિવેક'ની નોંધનો પણ સમાવેશ થાય છે. મમ્મટે પણ આ દોષમાં થોડો વિસ્તાર કર્યો છે. આ બન્ને આચાર્યો ઉપર મહિમાનો પ્રભાવ સ્પષ્ટ છે. હેમચન્દ્ર પ્રમાણે પ્રસ્તુત વિગતનો ભંગ થવાથી “ભગ્નપ્રક્રમત્વ' દોષ આવે છે. મમ્મટ પ્રમાણે, “જેમાં પ્રક્રમ એટલે કે પ્રસ્તાવનો ભંગ થાય છે”, તે “ભગ્નપ્રક્રમ' એમ સમજાવે છે. મહિમભટ્ટ (પૃ. ૨૮૭-૩૨૦, વ્યક્તિવિવેક એજન) અતિવિસ્તારથી આ દોષ સમજાવ્યો છે. તેમાં પ્રકૃતિ-પ્રક્રમભેદ, સર્વનામ પ્રક્રમભેદ, પ્રત્યયપ્રક્રમભેદ, પર્યાયપ્રક્રમભેદ, વિભક્તિપ્રક્રમભેદ, ઉપસર્ગ પ્રક્રમભેદ, વચનપ્રક્રમભેદ, તિ-અક્રમભેદ, કાલપ્રક્રમભેદ, કારકશક્તિપ્રક્રમભેદ, શાબ્દપ્રક્રમભેદ, આર્થપ્રક્રમભેદ, તથા વસ્તુપ્રક્રમભેદ અને કર્તૃપ્રકમભેદનો સમાવેશ થાય છે. કર્તૃભેદની ગુણતા પણ સ્પષ્ટ કરવામાં આવી છે. મહિમા જણાવે છે કે, પ્રક્રમભેદ પણ શબ્દગત અનૌચિત્ય છે. આ પ્રક્રમભેદ યથાપ્રક્રમ એક રસ વિશે પ્રવૃત્ત થયેલી પ્રતિપત્તિની પ્રતીતિને જાણે કે ખાડામાં ધકેલવાનો ખેદ આપતો રસભંગમાં પરિણમે છે અને વળી બધે જ શબ્દાર્થ વ્યવહારમાં વિદ્વાનો વડે પણ લૌકિક ક્રમનું અનુસરણ થવું જોઈએ અને લોક તો રસાસ્વાદમાં પરિશ્તાનતા ન થાય' (એમ વિચારીને) પ્રક્રમ પ્રમાણે જ “યથામં ' આટલૌકિક ક્રમોનો આદર કરે છે; અન્યથા નહિ. આવી લાંબી સમજૂતી મમ્મટ કે હેમચન્દ્ર આપતા નથી પણ એમને પણ બરાબર આ જ અભિમત છે, એ નિર્વિવાદ છે.
હેમચન્દ્ર પહેલું ઉદાહરણ આપે છે, “gવમુeો મન્નિકુળેo' (શ્લોક ૨૬૦, એજન) વગેરે. અહીં શરૂઆતમાં ‘:' એવો પ્રયોગ, ‘વ’નો કર્યા પછી પાછળથી “પ્રત્યHISત - પ્રતિ + - '-નો પ્રયોગ થયો છે, જેથી ભગ્નપ્રક્રમત્વ આવે છે. અહીં પ્રતિ’ ગત ભગ્નપ્રક્રમત્વ છે,
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org