________________
ભૂમિકા
૪૯
એમ નોંધીને હેમચન્દ્ર જણાવે છે કે, ‘પ્રત્યોપત’ એવો પ્રયોગ યોગ્ય લેખાત. આ બધું મહિમા (પૃ.૨૯૦, વ્યક્તિવિવેક એજન) પ્રમાણે છે. વિવેકમાં હેમચન્દ્ર નોંધે છે કે, પ્રસ્તુતનો ભંગ આ રીતે થાય છે, જેમ કે, ક્રમને અનુસરીને (‘મમ્’) એક રસને વિશે પ્રવર્તિત થયેલી પ્રતિપત્તિની પ્રતીતિને જાણે કે રુંધતો હોય તેવો (પ્રક્રમના ભંગનો પ્રયોગ) પરિસ્ખલન=ખાડામાં ગબડી પડવાનો ખેદ આપનાર બને છે, જે રસભંગમાં પર્યવસાન પામે છે. આ શબ્દો ‘મમંજરસસૂતાં પ્રતિપતૃપ્રતીતિ હસ્થાન વ પસ્ચિનનએવવાથી સમાય પર્યવસ્યતીત્યર્થ: ।' (વિવેક, પૃ. ૨૧૬, એજન) સીધા મહિમભટ્ટમાંથી હેમચન્દ્રે લીધેલા છે. ‘પ્રત્યોવત' એ વધુ ઠીક રહે એવું ‘વિવેક’માં પણ આચાર્ય નોંધે છે અને આગળ જે ચર્ચા કહે છે તે પણ શબ્દશઃ વ્યક્તિવિવેક (પૃ. ૨૮૮, પૃ. ૨૯૦, એજન) પ્રમાણે જ છે. ડૉ. કુલકર્ણી સાહેબે કે પ્રો.પરીખ સાહેબે આ મૂળ સ્રોતને નામ દઈને બતાવ્યો નથી. આચાર્યશ્રી નોંધે છે કે, આ પ્રકારના ‘મ-અમેવ’ એટલે કે, ‘પ્રત્યોપત’ એવો પાઠ કરવાથી પ્રાપ્ત થતો ‘પ્રમ મેવ' એ એક પ્રકારનું શબ્દગત ઔચિત્ય જ છે, અને તે વિધ્યનુવાદભાવના જેવું જ મનાયું છે. જેમ કે, ‘તાતા જ્ઞાન્તિ મુળા॰' (શ્લોક, ૨૩૭ એજન, અહીં વિવેકમાં ફરી ઉલ્લિખિત, પૃ. ૨૧૬, એજન, વિવેક) વગેરેમાં, તથા ‘ભે નો॰' વગેરેમાં. અહીં કેવળ ઉત્કર્ષ અને અપકર્ષની વિવક્ષાથી એક જ શબ્દનો બે વાર પ્રયોગ કરીને વિધ્યનુવાદભાવ બનાવાયો છે. (એ માટે અર્થભેદની કલ્પના કરી, જો કે વાસ્તવમાં અર્થ એક જ હતો.) આથી આને પણ ‘પ્રશ્ન-સમેવ,'(=પ્રક્રમ ન તૂટવા)નો પ્રકા૨ જ માનવો જોઈએ. કેવળ પર્યાયગત, પ્રક્રમભેદ આવી જાય છે, જે દૂર કરવા, ‘િિવમ્યું,'ને સ્થાને ‘ચન્દ્રમિન (=ચન્દ્રમર્સ)' એમ પાઠ ફેરવવો જોઈએ. આમ કરવાથી બીજાઓ માને છે તેમ, એટલે કે વામન (કા.સૂ.પૃ. ૫/ ૧/૧) માને છે કે નૈ પર્વ દ્વિઃ પ્રયોજ્યં પ્રાયે' તેમ શબ્દપુનરુક્તિનો દોષ આવશે નહિ, કેમ કે, બન્નેનો વિષય ભિન્ન છે. શબ્દપુનરુક્તિ દોષનો વિષય તો ‘ઉદ્દેશ્ય-પ્રતિનિર્દેશ્યભાવ'નો અભાવ છે. જ્યારે, આચાર્યશ્રી ઉમેરે છે કે, ઉદ્દેશ પ્રમાણે પ્રતિનિર્દેશ ન કરવો એ ભગ્નપ્રક્રમત્વનો વિષય છે. આ બધા જ શબ્દો અક્ષરશઃ મહિમાના છે, છતાં આચાર્યશ્રીએ વ્યક્તિવિવેકમાં આપેલાં વધારાનાં ઉદાહરણો ટાળીને સંક્ષેપ સાધી ‘વિવેક' પ્રગટાવ્યો છે.
-
આ પછી મહિમા જેને સર્વનામ-પ્રક્રમભેદ કહે છે, એ પ્રકારનો, નામનિર્દેશ કર્યા વગર, હેમચન્દ્ર એ જ ઉદાહરણ, જેમ કે, ‘તે દિમાલયમામન્ત્ર' (શ્લોક ૨૬૧, એજન) વગેરે આપીને સમજાવે છે કે અહીં, ‘ક્રિસૃષ્ટાઃ’ ને સ્થાને ‘અનેન વિસૃષ્ટા’ એમ વાંચવું જોઈએ. મમ્મટે પણ આ ઉદાહરણ ટાંકીને આ જ રીતે સમજાવ્યું છે. મહિમભટ્ટ નોંધે છે કે (પૃ. ૨૯૨, વ્યક્તિવિવેક, એજન), ભગવાન શિવને ‘મ્’ સર્વનામ વડે (‘સ્ને’ પદથી એક વાર ઉલ્લેખીને પછી ‘તત્’ વડે તેમનો પરામર્શ કરવો યોગ્ય નથી કેમ કે, ‘વર્’ અને ‘તત્' તે ‘દેવદત્ત’ અને ‘યજ્ઞદત્ત’ એમ બે શબ્દોની માફક ભિન્નાર્થક છે. નોંધ હેમચન્દ્ર કે મમ્મટ આપતા નથી.
આ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org