________________
४०
કાવ્યાનુશાસન એવો મહત્ત્વનો મુદ્દો નથી જે આચાર્યશ્રીના ધ્યાન બહાર રહ્યો હોય. પોતાને જણાય તેવા ઔચિત્ય પ્રમાણે આવા મુદ્દા તેઓ ક્યાં તો અલંકારચૂડામણિમાં અથવા વિવેકમાં સમાવિષ્ટ કરી જ લે છે. આ ચર્ચા નીચે પ્રમાણે આગળ વધે છે.
કેટલાકને મતે અનભિહિતવાને અર્થાત્ ન્યૂનપદત્વને પૃથગુ દોષ તરીકે લેવાની જરૂર નથી, કારણ કે, ધર્મિરૂપ કે ધર્મરૂપ વસ્તુની પ્રતિપત્તિ માટે કાં તો ફરી એનો એ જ શબ્દ, અથવા એનો પર્યાય કે સર્વનામ અવશ્ય. રીતે પ્રયોજાય તે જરૂરી છે. છતાં, જો તે ન કહેવાય તો ત્યાં પણ ન્યૂનપદ–દોષ આવી જશે. પણ એવું આપણે માનતા નથી, અર્થાત્ ત્યાં દોષ જોતા નથી, માટે આને સ્વતંત્ર દોષ ગણવાની જરૂર નથી.
આ વિગત “થે રક્ત સંપ્રતિ' (કુમાર. પ/૭૧)ના સંદર્ભમાં ચર્ચાય છે. આ ઉદાહરણમાં પત્ની’ શબ્દ ધર્મી અને ધર્મ બન્નેનો વાચક છે. તે અહીં કાં તો કેવળ ધર્માનો બોધ કરાવી શકે, અથવા કપાલ(ખપ્પર)ના સંબંધથી ઉત્પન્ન થતી ગહિતા એટલે કે નિંદ્ય વિગતરૂપી ધર્મનો બોધ કરાવી શકે, અથવા બન્નેનો બોધ કરાવી શકે, એમ ત્રણ પક્ષો સંભવે છે.
તેમાં પ્રથમ પક્ષ સ્વીકારીએ તો, એટલે કે સંજ્ઞિમાત્રનો બોધ માનીએ તો (કપાલવત્વ =‘ખપ્પરવાળા હોવું' – એ રૂપી) વિશેષનો બોધ કરાવવા બીજા “કપાલી' શબ્દનો પ્રયોગ આવશ્યક બની જશે, કે જેથી નિદ્યત્વ પ્રતીત થઈ શકે. બીજો પક્ષ સ્વીકારીએ તો એ(ધર્મમાત્ર)ના આશ્રયનો બોધ કરાવવા એ (કપાલી) પદ પોતે, અથવા તેનો પર્યાયવાચી શબ્દ અથવા સર્વનામ - એ ત્રણમાંથી કોઈ એક દ્વારા વિશેષ્યનું ઉપાદાન અવશ્ય કરવું પડશે જેથી વિવક્ષિત અર્થ સિદ્ધ થતાં, તેનું આર્થ હેતુત્વ સિદ્ધ થઈ શકે. હવે અહીં (ધર્માવાચક શબ્દના) ઉપાદાન દ્વારા (બોધ માનીએ), જેમ કે, “સતતમનોડનો વેતિ' વગેરે (શ્લોક ૩૩૬, પૃ ૨૦૩, વિવેક એજન ) વગેરેમાં, અથવા પર્યાય દ્વારા બોધ માનીએ, જેમ કે, “ર્યા રાજિ (કુમાર. ૩/૧૦)માં, અથવા સર્વનામ વડે તે માનીએ જેમ કે, “દશા શં' વગેરેમાં, તેમાં પર્યાયવાળા ઉદાહરણમાં ‘હર' એ પર્યાય શબ્દ વડે જે અર્થનું ઉપાદાન થયું તેનું ‘પિનાકપાણિત્વ એ પૈર્યશ્રુતિની અશક્યતામાં આર્થ હેતુ છે )= તે “પિનાકપાણિ' છે તેથી ફલિત થાય છે, કે તેમની પૈર્યશ્રુતિ ન જ થાય). એમ ન માનીએ તો હર'નું ઉપાદાન (માત્ર) તો પુનરુક્તિ જ બની જાય. આવું જ “ શામવિર:' વગેરે ઉદાહરણમાં પણ છે. હવે સર્વનામ વડે (વિશેષ્યનું ઉપાદાન સ્વીકારીએ) જેમ કે, “દશ રૂ”, તો ત્યાં “વામલોચનાત્વ"ને - કામને બાળવા કે જિવાડવા રૂપી વિભિન્ન કાર્યોમાંથી કોઈ એકને વિશેહેતુતા બતાવવાવાળા, આર્થ હેતુ તરીકે લેવું પડશે. નહીં તો, “વામલોચનાત્વ” પુનરુક્ત થઈ જશે. આથી ત્રીજો પક્ષ તો સંભવતો જ નથી. એક જ શબ્દ, તેની પોતાની આવૃત્તિ (પુનઃકથન) વગર અનેક અર્થનું પ્રતિપાદન કરી શકતો નથી. હેતુ વગર ( નિવન્થિના') આ પ્રતીતિ કરાવી
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org