________________
૩૮
કાવ્યાનુશાસન
૨૦૫); આ નોંધ રુદ્રટ, મહિમા કે મમ્મટમાં પ્રાપ્ત થતી નથી.
આ પછી આચાર્યશ્રી “અસાધુત્વ દોષ વિચારે છે. શબ્દશાસ્ત્રનો વિરોધ એટલે “અસાધુત્વ, જેમકે ‘ઉન્મજ્જન્મવર૦' વગેરે (કિરાત ૧૭/૬૩, કાવ્યાનુશાસન શ્લોક ૨૦૭). મમ્મટમાં આ દોષ “શ્રુતસંસ્કૃતિ' નામે વિચારાયો છે. મમ્મટ પ્રમાણે “ચુતસંસ્કૃતિ વ્યાવદર તસદીનમ' (કા. પ્ર. પૃ. ૨૬૮, એજન), છે. હેમચન્દ્ર તેને “પ્રસાધુત્વ કહે છે તથા તેનું ઉદાહરણ ‘ન્મન” વગેરે સમજાવતાં જણાવે છે કે, આ પદ્યમાં ‘૩માનને પ્રયોગ “અસાધુ છે કેમ કે, ન્ અહીં અકર્મક નથી, અને સ્વ-અંગ પણ અહીં કર્મ ન ગણી શકાય. તેથી આત્મપદની પ્રાપ્તિ થતી ન હોવાથી માનને પ્રયોગ અસાધુ છે.
વાક્યદોષ :- હેમચન્દ્રની પદદોષોની ચર્ચા અહીં પૂરી થાય છે. આ પછી ૧૩ વાક્યદોષોની ચર્ચા આવે છે. (સળંગ સૂત્ર ૮૯, સૂત્ર ૩/૫). તેમાં વિસંધિ, ચૂનપદવ, અધિકપરત્વ, ઉત્તપદવુ, અસ્થાનસ્થપદ, પત...કર્ષવ, સમાપ્તપુનરાત્તત્વ, અવિસર્ગવ, હતવૃત્તત્વ, સંકીર્ણત્વ, ગર્ભિતત્ત્વ, ભગ્નપ્રક્રમત્વ, અને અનનિવતત્વનો સમાવેશ થાય છે. મમ્મટ તો, આપણે ઉપર નોંધ્યું તેમ, જણાવે છે કે પોતે જે ૧૬ પદદોષો ગણાવ્યા, તેમાંથી શ્રુતસંસ્કાર, અસમર્થ અને નિરર્થકત્વને બાદ કરતાં બાકીના ૧૩ વાકયમાં પણ સંભવે છે અને તેમાંના જ કેટલાક પદાંશમાં પણ જણાય છે (કા.પ્ર ૭ પ૨ ઉપર, પૃ. ૨૯૬ એજન). મમ્મટે જે તે દોષના ગુણત્વ કે અદોષત્વની ચર્ચા અત્તે એક સાથે કરી છે જ્યારે હેમચન્દ્ર જે તે દોષના સંદર્ભમાં જ આ ચર્ચા આવરી લે છે. આ નિરૂપણ વધુ સુસંગત, વધુ વ્યવસ્થિત અને વધુ વિસ્તૃત પણ છે.
વિસંધિ દોષ સ્પષ્ટ કરતાં હેમચન્દ્ર નોંધે છે કે, અહીં “સંધિ'નો અર્થ “સ્વરોનો સમાવાય'; અર્થાત્ ભેગા થવું તે. દ્રવ અને દ્રવ્યોના એક થવાની માફક અથવા કબાટની માફક, એટલે કે કબાટનાં બારણાં ભિડાય એ રીતે સ્વરો કે વ્યંજનોનું સાથે રહેવું તેને સંધિ કહે છે. આ સંધિ = ભેગા થવામાં વિશ્લેષ, અશ્લીલત્વ કે કષ્ટતથી જે વૈરૂપ્ય આવે તે થયું વિસંધિત્વ.
વિશ્લેષથી વૈરૂપ્ય, જેમ કે, “મને રૂવ' વગેરે (શ્લોક ૨૦૮). અહીં તથા ‘નોનાનાનુવિદ્ધાન નનાનિ' (શ્લો. ૨૦૯) વગેરેમાં. એક વાર પણ કવિ, “હું અહી સંધિ નહિ કરું', એમ સ્વેચ્છા પ્રયોજે તો તે દોષરૂપ છે. વામન (કા. સૂ. વૃ. ૫/૧/૨) જણાવે છે કે,
હિર્તપદ્રવત્ પષ્યન્તવર્ન.” આ કવિસમય છે, જે પાળવો જોઈએ તે પ્રમાણે શ્લોકાર્ધમાં કવિ સંધિ ન કરે તો તેની છૂટ પણ તે સિવાયનાં બીજાં ચરણોમાં એક પદની માફક સંધિ અનિવાર્ય છે તેમ આચાર્યશ્રી વામનને અનુવર્તીને કહે છે.
અશ્લીલત્વને કારણે આવતા વૈરૂધ્યને પણ આચાર્ય “વિસંધિત્વમાં જ સમાવે છે. મમ્મટ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org