________________
૪૨
કાવ્યાનુશાસન
શ્લોક ૨૧૪ એજન) વગેરેમાં આચાર્યશ્રી નોંધે છે કે, ભ્રાંતિ દૂર થતાં જેમ નવજલધર, સુરધનુ, તથા ધારાસાર એ ત્રણેયનો “ઢસર્વનામથી પરામર્શ કરાયો છે, તે રીતે વિદ્યુત'નો પણ એ સર્વનામથી પરામર્શ થવો જોઈતો હતો. તેમ નથી થયું માટે દોષ આવે છે. કાપ્ર.માં મમ્મટે આ ઉદાહરણ જુદા સંદર્ભમાં ટાંક્યું છે. પ્રસપ્રતિષેધમાં “નન્ના ઉચિત પ્રયોગનું તે ઉદાહરણ છે. (પૃ. ૨૯૧, કા. પ્ર., એજન). મમ્મટે જે ઉદાહરણને અમુક સંદર્ભમાં ઉચિત પ્રયોગવાળું અને તેથી અનુકરણીય તરીકે ઉલ્લિખિત કર્યું છે, તેને આચાર્યશ્રી હેમચન્દ્ર અહીં જુદા દષ્ટિકોણથી ન્યૂનપદત્વદોષથી યુક્ત માને છે અને તેની સ્વતંત્ર આલોચના કરે છે. આ રીતે પોતાના આધારભૂત ઉપજીવ્ય-આલંકારિક વાગ્યેવતાવતાર મમ્મટથી પણ જુદા પડવાનું વિચારસ્વાતંત્ર્ય આચાર્ય હેમચન્દ્ર ધરાવે છે, જે ખૂબ નોંધપાત્ર છે. વળી, દોષવિષયક સમગ્ર ચર્ચામાં તેમણે કાલિદાસ કે બાણ જેવા લબ્ધપ્રતિષ્ઠ ક્વીશ્વરોની પણ કેટલીક વાર શેહશરમ જાળવી નથી અને તટસ્થ આલોચના કરીને જ્યાં તેમને દોષ જણાયો ત્યાં આંગળી મૂકીને બતાવ્યો છે.
આગળ ચાલતાં “સંદચવવારે ' વગેરે (શ્લોક ૨૧૫, પૃ ૨૦૫, એજન) ઉપમાના ઉદાહરણમાં કમળ અને મૃણાલની પ્રતિકૃતિરૂપ મુખ અને બાહુનું કોઈપણ પદથી ઉપાદાન કરાયું ન હોવાથી ન્યૂનપદવ દોષ આવે છે.
આ ન્યૂનપદ– ક્યારેક ગુણરૂપ બને છે એ સમજાવતાં મમ્મટને અનુસરીને (કા. પ્ર. પૂ. ૪ર૬, એજન) આચાર્ય હેમચન્દ્ર “TTTrીન' વગેરે ઉદાહરણ આપે છે. અહીં દોષ કેમ નથી થતો એ વિગત બન્ને આચાર્યો સમજાવતા નથી પણ ઝળકીકર પોતાની ટીકામાં નોંધે છે તે પ્રમાણે અહીં “મ, મ” સાથે “માસી” અને “મતિ’ સાથે “વફા' નથી, તેથી ન્યૂનત્વ જણાય છે, છતાં તે દોષરૂપ નથી કેમ કે, તેમના અધ્યાહારથી પ્રતીતિ જલદી ફુટ થાય છે. (પૃ. ૪૨૬, કા. પ્ર., એજન).
ન્યૂનપદત્વ નથી ક્યારેક દોષરૂપ કે નથી ગુણરૂપ, એ સમજાવવા હેમચન્દ્ર “તિકેતુ શોષવશા' (પૃ. ૨૦૫, એજન) વગેરે ઉદાહરણ ટાંકે છે. તેમને મતે અહીં ‘દિતા' પછી “મૈતત થતા શબ્દો હોવા જરૂરી છે પણ તે પ્રયોજાયા નથી તેથી ન્યૂનત્વ છે પણ તેમના પ્રયોગથી કોઈ વિશેષ બુદ્ધિ નિષ્પન્ન થતી નથી તેથી તે ગુણરૂપ પણ નથી. તથા પાછળથી થતી પ્રતિપત્તિ, પહેલાં થયેલી પ્રતિપત્તિને બાધિત કરે છે, તેથી ત્યાં દોષ પણ નથી. મમ્મટે આ જ શબ્દોમાં આવી જ સમજૂતી આપી છે તે આચાર્યે અહીં યથાતથ ઉદ્ધત કરી છે.
આ સાથે ન્યૂનપદત્વની ચર્ચા પૂરી થાય છે. આચાર્યશ્રી લબ્ધપ્રતિષ્ઠ કવિઓ તથા આલંકારિકોની સાથે કેવો વિવેકપૂર્વકનો અભિગમ ધરાવે છે, તે અહીં સ્ફટ થાય છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org