________________
૩૪
છોડાવવા જઉં છું' એવું રામનું વચન કસમયે રસપ્રવાહ અટકાવી દોષ ઊભો કરે છે.
અપ્રધાન અંગભૂત વિગતનું અતિવિસ્તારથી વર્ણન પણ રસ દોષ લાવે છે જેમ કે, હયગ્રીવવધમાં હયગ્રીવનું વર્ણન. હેમચન્દ્ર અહીં ઘણાં ઉદાહરણો ટાંકે છે.
કાવ્યાનુશાસન
અંગી એવા પ્રધાનરસનું અનુસંધાન ન સચવાય તે પણ રસદોષ આણે છે. રત્નાવલી નાટિકામાં ચોથા અંકમાં બાભ્રવ્યના આગમનથી સાગરિકાનું વિસ્મરણ થવાથી તેના સંદર્ભના રસ / ભાવમાં અનુસંધાન ન જળવાવાથી ભંગાણ પડે છે. હેમચન્દ્ર જણાવે છે કે, અનુસંધાન એ તો સહૃદયતાનું સર્વસ્વ છે.
અંગભૂત ન હોય તેવી વિગત—અના—અર્થાત્ પ્રધાન રસને વિશે ઉપકારક ન હોય તેવી વિગતનું વર્ણન પણ રસદોષને નિમંત્રણ આપે છે. જેમ કે કર્પૂરમંજરીમાં નાયિકા પોતે વસંતવર્ણન કરે છે તેને અવગણીને બંદિએ કરેલા વર્ણનની રાજા પ્રશંસા કરે છે તે.
‘પ્રકૃતિ-વ્યત્યય’ અર્થાત્ સ્વભાવનું પરિવર્તન રસદોષ લાવે છે. પ્રકૃતિ એટલે સ્વભાવ માનુષ, દિવ્ય / માનુષ, પાતાલીય, મર્ત્ય પાતાલીય, દિવ્ય / પાતાલીય, દિવ્ય મર્ત્ય / પાતાલીય વગેરે સાત પ્રકારનો છે. જે પાત્રનો જે સ્વભાવ નિયત હોય તે બદલીને જુદા સ્વભાવને અનુરૂપ વિચાર-વાણી-વર્તન કવિ નિરૂપે તો રસદોષ થાય છે.
હેમચન્દ્ર નોંધે છે કે ધીરોદાત્ત, ધીરોદ્ધત્ત, ધીર-લલિત અને ધીરપ્રશાન્ત વ્યક્તિઓ જે ફરી ઉત્તમ | મધ્યમ | અધમ એમ પોતપોતાના વર્ગમાં ત્રિવિધ છે તેઓ સ્વભાવે કરીને અનુક્રમે વીર, રૌદ્ર, શૃંગાર અને શાંતપ્રધાન હોય છે. તેથી તેવાઓનું અન્યથાભાવવર્ણન રસદોષ લાવે છે.
વળી, રતિ, હાસ, શોક અને અદ્ભુતના ભાવો જેમ મનુષ્યપ્રકૃતિમાં જણાય છે તેવા દિવ્ય પાત્રોમાં પણ હોય છે. છતાં સંભોગ શૃંગારરૂપ રતિનું ઉત્તમદેવતાના સંદર્ભમાં નિરૂપણ કરવું— જેમ કે, કાલિદાસે કુમારસંભવમાં ઉમા-મહેશ્વરના મિલનશૃંગારને નિરૂપ્યો છે ત્યાં તે અનુચિત જ છે. આ વાત આનંદવર્ધન પ્રમાણે, વાસ્તવમાં ઉપરની બધી જ ચર્ચા આનંદવર્ધન પ્રમાણે જ— આચાર્યે કરી છે.
આવું જ દિવ્ય પ્રકૃતિના ક્રોધમાં પણ જાણવું. સ્વર્લોકગમન, પાતાલગમન, સમુદ્રલંઘન, વગેરે વિગતો વિશે ઉત્સાહ મનુષ્ય અને અન્ય પાત્રોમાં નિરૂપાય છે. પણ મનુષ્યપાત્રોમાં જે પાત્ર વિશે જે પ્રકારનું ઉત્સાહ-વર્ણન ઇતિહાસાદિમાં પ્રસિદ્ધ હોય ત્યાં તેનું એટલું જ વર્ણન ક૨વું. વધારે પડતું નિરૂપણ અસત્યરૂપ લાગે અને કલાનો જે મૂળ ઉદ્દેશ છે કે “નાયક પ્રમાણે (રામાદિ પ્રમાણે)
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org