________________
ભૂમિકા
૩૩ દ્વારા રસ, સ્થાયી અને વ્યભિચારીનો સમાવેશ અભિપ્રેત છે. સામાન્ય રીતે આ ત્રણે વિગતોની સ્વશબ્દોક્તિ દોષ લાવનારી છે. ક્યારેક જ સંચારી કહેતાં વ્યભિચારી ભાવની સ્વશબ્દોક્તિ = નામ લઈને કરેલો ઉલ્લેખ, દોષપાત્ર નથી થતો.
સૂત્ર ૩૨ (સળંગ સૂત્ર ૮૬) જણાવે છે કે, વિભાવાદિનું પ્રતિકૂલ્ય, એટલે કે સંદર્ભને પ્રતિકૂળ વિભાવાદિનું નિરૂપણ દોષ જન્માવે છે; ક્યારે ? તો કહે છે, આવું નિરૂપણ બાધિત થતું હોય એ રીતે ન કરવામાં આવે તો (ઝવધ્યત્વે). વળી, આવા પ્રતિકૂળ વિભાવાદિનું નિરૂપણ અંગભૂત બને એ રીતે ન કરાય, અર્થાત પોતે અંગી અથવા પ્રધાન બની જાય તો પણ રસદોષ આવે. અને વળી, વિરોધી રસના વિભાવાદિ જો એક જ આશ્રયમાં નિરૂપિત કરાય, તો પણ દોષ આણે છે. હવે ક્યારેક આ વિરોધી રસના વિભાવાદિ એવા હોઈ શકે કે જે એક જ આશ્રયમાં તો રહી શકે, પણ એક સાથે, એક જ ક્ષણે કે સમયે તેવા વિભાવાદિ એક જ આશ્રયમાં ન રહી શકે, અર્થાત આવા વિભાવાદિને પાસે પાસે, એક સાથે એકીસમયે અર્થાત્ અંતર વગર, (ર્નરન્તર્યો) નિરૂપિત કરવાથી રસદોષ આવે છે. અલબત્ત, એનો પરિવાર પાછળથી આચાર્ય સમજાવે છે.
બીજા આઠ દોષો સમજાવતાં સૂત્ર ૩૩ (સળંગ સૂત્ર ૮૭) સૂચવે છે કે, રસદોષ ત્યારે પણ સંભવે છે, જ્યારે વિભાવ કે અનુભાવની બાબતમાં કવિનું નિરૂપણ એવું હોય જેથી સહૃદયને તેના ગ્રહણમાં ક્લેશ અર્થાત્ વધારે પડતો શ્રમ કરવો પડે. આ થઈ “વિમાવાનુમાવવત્તેશવ્ય'.
પુનઃ પુનઃ દીપ્તિ” એટલે જે રસને એની પોતાની વિભાવાદિ સામગ્રીથી કાવ્યમાં પરિપુષ્ટ કર્યો હોય, એના એ જ રસને વારંવાર એની એ રીતે પરિપુષ્ટ કર્યા કરવો, અર્થાત્ એના એ જ રસ | ભાવની વારંવાર જમાવટ કર્યા કરવી તે આ પ્રકારનો દોષ જન્માવે છે. ઉદાહરણ કુમારસંભવના રતિપ્રલાપો.
| ‘અકાંડ -પ્રથન' એટલે જ્યાં જે રસનો સંદર્ભ ન હોય, જ્યાં પાત્રની પ્રકૃતિ પણ જે તે ભાવ વિશે અનુકૂળ ન હોય, ત્યાં તે રસને “અકાડે” અર્થાત્ અચાનક, વગર સંદર્ભે, પ્રકાશિત કરવો. અહીં સંદર્ભગત ઔચિત્ય નિર્ણાયક તત્ત્વ છે. મહાભારતના ભીષણ યુદ્ધમાં જ્યારે યુદ્ધભૂમિ ઉપર શૂરવીરોનાં માથાં કપાઈને રગડતાં હતાં તેવા માહોલમાં ધીરોદ્ધત પ્રકૃતિનો હોવા છતાં દુર્યોધન ભાનુમતી રાણી સાથે શૃંગાર ચેષ્ટા આરંભે એ વેણીસંહારની પરિસ્થિતિ આ દોષનું ઉદાહરણ છે.
એવી જ રીતે કસમયે–૩મા –રસનો છેદ કરવો તે પણ રસદોષ છે જેમ કે, રત્નાવલીમાં ચોથા અંકમાં “રત્નાવલીનું નામ પણ ન લેવાતાં વિજયવર્માના વૃત્તાંતના શ્રવણ દરમ્યાન અથવા, વીરચરિતમાં બીજા અંકમાં રાઘવ | ભાર્ગવનો વીરરસ જામ્યો છે, ત્યારે “કંકણ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org