________________ દ્વિતીય સ. (ર૭) ચારિત્રધર્મને પરિમિત-અલ્પ સમૃદ્ધિને આપનારા ક૯૫વૃક્ષાદિકની ઉપમા કેમ ઘટી શકે ? કારણ કે આ ચારિત્રધર્મ તે એક દિવસ પણ યથાર્થ રીતે સેવ્યો હોય તે તે કર્મશત્રુની યેલકમીવડે મોક્ષ આપનાર થઈ શકે છે આ પ્રમાણે શ્રીતપગચ્છાધિરાજ પૂજ્ય શ્રી દેવસુંદરસૂરિ અને જ્ઞાનસાગરસૂરિના શિષ્ય શ્રી સોમસુંદર સૂરિની પાટને ધારણ કરનાર ગચ્છાધિરાજ શ્રી મુનિસુંદરસૂરિએ રચેલા એવા “જયશ્રી” શબ્દના ચિન્હવાળા શ્રી જયાનંદ રાજર્ષિ કેવળીના આ ચરિત્રને વિષે તે જ્યાનંદનો જીવ કે જે પૂર્વભવમાં મંત્રી હતા તેના બોધિબીજ (સમતિ) ના લાભનું અને અતિબલ નામના રાજર્ષિ કેવળીના દષ્ટાંતમાં સૂચવેલા યતિધર્મના ફળનું વર્ણન કરવારૂપ આ પ્રથમ સર્ગ સમાપ્ત થયે. 1. દ્વિતીય સગ જે પિતાની મૂર્તિ વડે અને મહિમાવડે જગતના મનુષ્યોને પ્રહૂલાદ-આનંદ આપે છે, તે પ્રહૂલાદપુર ( પાલણપુર ) માં બીરાજતા શ્રી પાર્શ્વનાથ મને જયશ્રી આપો. હવે જ્યારે પ્રાત:કાળ થયો ત્યારે આકાશમાં દુંદુભિઓને નાદ થવા લાગ્યું અને ત્યાં (ઉદ્યાનમાં) ચતુર્નિકાયના ઇંદ્રાદિક દેવે આવ્યા. તેઓએ નૃત્ય, ગર્જના, ગીતાદિક અને પુષ્પવૃષ્ટિ કરી. પછી તેઓએ રચેલા સુવર્ણકમળ ઉપર તે મુનીશ્વર બેઠા. દુંદુભિને નાદ વિગેરે સાંભળી તથા દેવને ઉદ્યોત–પ્રકાશ જોઈ સંબ્રાંત થયેલા રાજાએ જેટલામાં “આ શું? " એમ પૂછયું. તેટલામાં મનુષ્યદ્વારા તે વૃત્તાંત જાણી હર્ષથી વ્યાકુળ થયેલા મંત્રીએ શીધ્રપણે આવી રાજાને પ્રણામ કરી વિજ્ઞપ્તિ કરી કે– 1. મૂર્તિના દર્શનવડે P.P.Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust