Book Title: Jain Shasan 1991 1992 Book 04 Ank 01 to 48
Author(s): Premchand Meghji Gudhka, Hemendrakumar Mansukhlal Shah, Sureshchandra Kirchand Sheth, Panachand Pada
Publisher: Mahavir Shasan Prkashan Mandir
View full book text
________________
જૈન સંસ્કૃતિના મશાલચીઓને નમ્ર અનુરોધ વિશ્વના અનુપમ દશનના ધન્યભાગી પરિપાલને સવિનય પ્રાર્થના
પરમ પૂજ્ય આચાર્ય ભગવંતે, ચરમ વંદનીય સાધુ-સાધવી મહારાજે અને સમભાવી શ્રાવક-શ્રાવિકા ભાઈ-બહેન (ચતુર્વિધ સંઘ)ની પરમ સેવામાં– સાદર વંદના..
પંચપરમેષ્ઠીઓની કરૂણા અને કૃપાથી જેન સંદર્ભ સાહિત્યના વિશાળ ફલક ઉપર અમે પુરૂષાથી કદમ માંડયા છે ત્યારે શ્રદ્ધા અને ભકિતભાવથી પ્રેરાઈને આપને આ નમ્ર પ્રાર્થના કરવા પ્રેરાયા છીએ.
તીર્થકરોએ સંસારના કદમલિપ્ત વાસનાબદ્ધ અને જ્ઞાન-દર્શન-ચારિત્ર્યની સમારાધનાનો રૂડે માર્ગ દર્શાવી આપ્યું અને શ્રી મહાવીર પ્રભુએ યુગ પ્રમાણે અહ૫ પરિવર્તન લાવી શ્રી ચતુર્વિધ સંઘની પરંપરા પ્રારંભિત કરી આપણને કૃતકૃત્ય બનાવ્યા છે.
અવસર્પિણીકાળના આ પડતા પાંચમાં આરામાં પણ તીવ્ર તપ અને વૈરાગ્યના માર્ગે પવિત્ર મહાપુરૂષોના અનુગ્રહથી શાસન પ્રભાવ વઘતો ચાલે છે ત્યારે આ દિવ્ય પ્રભાવ વધુ સર્વજનસુલભ બને અને વિવિધ વિટંબણા ભેગવતા લોકોને મુક્તિમાર્ગને પરિચય સરળ રીતે પ્રાપ્ત થાય તેવા શુભાશયથી શાસનના કરકમલમાં આ ગ્રંથે પ્રસ્તુત કરવાને અભિગમ છે.
કલાસવૈભવથી મંડિત જિનમંદિરે જેમ આત્મકલ્યાણના જીવંત સ્મારક બની શકયા છે તેમ ધર્મપુરુષના જીવન ચરિત્ર આપણને દીવાદાંડી રૂપ બની રહે છે. શ્રી ચતુર્વિધ સંઘના ચારેય અંગેએ આજ સુધીમાં મંગલ ધર્મના સબળ સત્વને સૌદર્ય. મંડિત કરી, સંસ્કાર વારાની દિવ્ય તને ઝળહળતી રાખી વિશ્વ પ્રાંગણમાં પ્રસરાવી છે. એ પ્રકાશ પૂજને ગ્રંથસ્થ કરવા જૈન સમાજે વખતે વખત પ્રેત્સાહન આપી જ્ઞાન સંપદાનું ઉત્તમ કાર્ય કર્યું છે. હાલમાં હાથ ઉપર લીધેલું કાર્ય આ પ્રમાણે
શાસનપ્રભાવક શ્રમણ ભગવતે” (સુધારા વધારા સાથે બીજી આવૃત્તિ) -પરમાત્મા મહાવીર પ્રભુના જીવન કાળથી આજ સુધી અખંડ ગંગાના સ્વરૂપે ચાલી આવતી શ્રમણ સંસ્થાના પાંચ જેટલા પ્રભાવક પુરૂષના ચરિત્રને સંગ્રહ.
“અચિંત્ય ચિંતામણિ શ્રી પદ્માવતી દેવી” :-પરમ સિધિઓના પ્રદાતા ભગવાન પાર્શ્વનાથની સદાનિષ્ઠ જાગૃત અધિષ્ઠાયિતા, મહાપ્રભાવિક શાસનદેવી શ્રી પદ્માવતીનાં સુધાસિંધુ મહાક૯૫ ગ્રંથમણિના પાંચ વિભાગમાં ૧૦૮ વિષ સાથેનો વિશ્વભરને એક અદ્વિતીય ગ્રંથ.
મહામણિ ચિંતામણિ શ્રી ગૌતમસ્વામી ” – શ્રી મહાવીર પ્રભુના પ્રથમ ગણધર અને સકલ લબ્ધિઓના પરમ નિધાન શ્રી ગૌતમસ્વામીના નજીક-કવનને