Book Title: Jain Shasan 1991 1992 Book 04 Ank 01 to 48
Author(s): Premchand Meghji Gudhka, Hemendrakumar Mansukhlal Shah, Sureshchandra Kirchand Sheth, Panachand Pada
Publisher: Mahavir Shasan Prkashan Mandir
View full book text
________________
अशेषदोषजननी, निःशेषगुणधातिनी ।
आत्मीयग्रहमोक्षेण, तृष्णाऽपि विनिवर्तते ।। છે “દુનિયાના પદાર્થોમાંથી મારાપણાની બુદ્ધિને નાશ થાય છે ત્યાર સઘળા ય દેશોને ? 8 પેદા કરનારી અને સઘળા ય ગુણેને નાશ કરનારી તૃષ્ણા પણ નાશ પામી જાય છે.”
એક માત્ર તૃષ્ણાએ-આ અઢી અક્ષરના શબ્દ તે અનંતગુણના સ્વામી આત્માને 3 એવો દબાવે છે કે તેની સાચી શ્રીમંતાઈનું ભાન જ થવા દીધું નથી. મારે આ છે જોઈએ, મારે તે જોઈએ.” “આ મારું છે” “આ બધા તે મારી પાછળ મરે છે” “હું ? ન હેઉ તે બધા રિબાઈ રિબાઈને કમોતે મરી જાય” આવી જે “મારાપણાંની જાળની ! ભ્રમણામાં એ વીટાઈ જાય છે અને જાતને ગૂંથાવી દે છે કે પછી તેનું કોકડું છે ઉકેલવાને સમય જ રહેતી નથી, કેઈ સમજાવે કે-“મારાપણાનું આ પાગલપન છોડ. આ કેઈ મારૂં નથી, બધા સવ થના પૂજારી -રમકડાં છે. સ્વાર્થના સગા છે. આવું સ્વયં અનુભવવા છતાં પણ દુનિયાના પદાર્થોની લાલસા અને તેમાં જ સાચું સુખની કલ્પના કરી, સાચી અમીરાતને ધકકો મારતી ગરિબાઈને સ્વીકાર કરે છે..
નાની ઈરછાને દબાવવામાં ન આવે તે શું થાય ? શા ઇરછાને આકાશ જેવી અનંત કહી છે. “ઉગતે શત્રુ અને રોગ મૂળમાંથી દાબો સાર તે નીતિવાકયને પણ છે ભૂલાવનારી તે ઈચ્છા જ્યારે પ્રબલ બને છે ત્યારે પ્રલયાગ્નિ કરતાં પણ ભયંકર પ્રજવળે 8 છે. પુણ્યગે જેમ જેમ લાભ વધે તેમ તેમ લોભ પણ વધે છે. કહ્યું છે કે–જહા લાહે છે તહા લહે. લાલસાઓને ગુલામ બનેલે તે આત્મા એવો ગરીબડે બને છે અને જે લાલસાઓની પૂર્તિ માટે યાચક કરતાં પણ દીન દશાને અનુભવતા લજવાતું નથી, કોની 8 કેની પાસે આજીજી, પ્રાર્થના ન કરે તે સવાલ છે! દુનિયામાં માટે શહેનશાહ પણ હશે ! જેની દુન્યવી પદાર્થોની, ભોગ સુખોની લાલસા-તૃષ્ણા કાબૂમાં ન હોય તે તેમાં ચિંથરે. 4 હાલની જેમ કેવા હાલ બેહાલ થાય છે તે આજે કેની નજર સમક્ષ નથી ! ? - જે આત્માએ તૃણાની હાડમારીને જાણીને, સંતેષ ગુણને અપનાવ્યું છે તે કદાચ ગરીબ હશે તે ય બેતાજ બાદશાહથી કમ નથી. ઓળખાણ આપવા ચીજ-વસ્તુ મારી છે કહેવી તે વાત જુદી છે અને તેમાં મારાપણાની બુદ્ધિ રાખવી તે વાત જુદી છે.
મારાપણાની બુદ્ધિને નાશ થયે એટલે ગુણે પગચંપી કરવા દેડયા જ આવવાના! જે સાચા સુખ-શાંતિને અનુભવ થશે તેને આનંદ ઓર જ હશે.
માટે આત્મન ! તારે મારકણી મમતાની મૌત્રી કરવી છે કે સોહામણી સમતાને ? છે સોહાગણ બનાવવી છે તે તારી પ્રજ્ઞાના પ્રકાશમાં પરખી નકકી કરી લે! એક ઘુઘવાટા છે 5 દુઃખને દરિયે છે. એક શાંત સુખને સાગર છે. વિચારીને પગલું ભર. પછી છે પસ્તાવાય નહિ.
પ્રજ્ઞાંગ
'