Book Title: Jain Shasan 1991 1992 Book 04 Ank 01 to 48
Author(s): Premchand Meghji Gudhka, Hemendrakumar Mansukhlal Shah, Sureshchandra Kirchand Sheth, Panachand Pada
Publisher: Mahavir Shasan Prkashan Mandir

View full book text
Previous | Next

Page 1006
________________ અશ્રુથી.. આશા તરફ –પૂ. મુનિરાજ શ્રી પ્રશમરતિ વિજયજી લેખકે પૂ. શ્રી પ્રત્યેની સત્યની જંખના દ્વારા શ્રદ્ધા વ્યકત કરી સત્યપુરૂષ તરીકે સમજાવ્યા છે. - સં') છે. આંબો તે અનેક વખત રડતી હોય છે. કયારેક કુદરતી આંસુ આંખેથી સરી પડતાં રે હોય છે. તે ક્યારેક અને કૃત્રિમ આંસુ સારી દેતી હોય છે. જેમ હાસ્યના બે પ્રકાર છે. તેમ રૂદનના પણ બે પ્રકાર છે. કુદરતી અને કૃત્રિમ. કૃત્રિમની તે કઈ કિંમત જ નથી. પણ આપણે સમાજમાં જે કુદરતી આંસુ છે ત્યાં પણ સ્તબ્ધતાને સ્થાન નથી. ત્યાં આંશિક જડતા દેખાય છે. આછી પાતળી હતાશા પણ દેખાય છે પણ એ તે ટુંક સમયમાં સ્વસ્થતાના માર્ગે વળી જાય છે પરંતુ જીવનમાં કયારેક તે એવી ઘટના બને છે. એ વખતે માત્ર આંખે જ નહીં પણ મન પણ રોઈ પડે છે. હૃદય પણ ઈ પડે છે છે છે. આ અવસ્થા આવે છે તે કયારેક જ, પણ આવે છે એ તે ચોકકસ ! એક ઘટના છે બને છે. અણધારી રીતે બને છે. અને બની હોવા છતાં એને સ્વીકાર થઈ શકતે નથી. અને સ્વીકાર થાય તેટલી વારમાં તે હૃદય ધ્રુસ્કે ધ્રુસ્કે રોઈ પડે છે. આ રૂદન છે બે-ચાર દિવસનું નથી હોતું, છ-સાત માસનું નથી હોતું. આ તે વરસેનું રૂદન હોય છે. આ રૂદનના આંસુ લૂછી શકાતા નથી. કોઈ વ્યકિત એ આંસુ લૂછવા જાય તે પોતે જ આંસુમય બનીને પાછો ફરે. આ રૂદનમાં ઔષધિનું કામ દિવસે નથી ? કરી શકતા. મન જ્યારે સ્મરણ પ્રદેશોની યાત્રાએ ચાલી નીકળે છે. ત્યારે પળભર આંસુઓ થંભે છે છે. પણ “આ સ્મરણમાં હવે નવાં સ્મરણે નહીં ઉમેરાય. હવે તે આને જ સ્મૃતિશાં- 8 યાદમાં જાળવી રાખવાનાં છે. અને એ બધાંને જ વાગોળવાનાં છે' આ વાત સમજાય છે છે. ત્યારે એ સ્મરણેના પ્રદેશે આત્માને ખળભળાવી દે છે. આ ખળભળાટ અસહ્ય હોય છે. અને હૃદય એ પળે અશ્રુમય બની જાય છે. આ હદયનાં આંસુ મૃત્યુની પળે સુધી સાથે આવતાં હોય છે. જયારે સંવેદના જ રેતી હોય, ત્યારે તેને અવસ્થતાના માર્ગે વાળવી એ સરળ વાત નથી. વિચારતંત્ર કામ કરતું હોય, અને કામ કરતાં કરતાં જ રેઈ પડે, હૃદય સક્રિયતા દરમ્યાન જ રેવા માંડે ત્યારે આશ્વાસન કઈ રીતે આપવું એ છે પણ એક ગજબ સવાલ થઈ જાય છે. આ રૂદન કદાચ ! આંખમાં નથી દેખાતું આંખો છે જે ખારું પાણી રેલાવે છે તે કદાચ! આ રૂદન વખતે નથી જોવા મળતું. આ રૂદન ૨ 8 થીજેલાં આંસુઓ હોય છે. આંખની લિપિ ઉકેલી શકનાર આ આંસુ જોઈ શકે છે. આ છે રૂદન રૂદન નથી. રૂદનની ચરમસીમા છે. આ રૂદન વખતે જીવન ચાલતું તે જણાય છે . છે પણ એમાં પ્રાણ નથી હોતો.

Loading...

Page Navigation
1 ... 1004 1005 1006 1007 1008 1009 1010 1011 1012 1013 1014 1015 1016 1017 1018 1019 1020 1021 1022