Book Title: Jain Shasan 1991 1992 Book 04 Ank 01 to 48
Author(s): Premchand Meghji Gudhka, Hemendrakumar Mansukhlal Shah, Sureshchandra Kirchand Sheth, Panachand Pada
Publisher: Mahavir Shasan Prkashan Mandir
View full book text
________________
લેખ શ્રેણ-લેખાંક-૮મો
ગુણવંત શાહની ગરીબી, ભગવાન મહાવીરની
અમીરીને કયાંથી સમજે.
સંદેશ તા. પ-૭-૯૨ પેજ ૭ માં ભારતની ગરીબી માટે બુદ્ધ મહાવીર અને શંકરાચાર્ય જવાબદાર છે. તે હેડીંગ નીચે લેખક શ્રી ગુણવંત શાહ ત્રણ ધર્મના સિદ્ધાંતને રજુ કરીને નકારાત્મક રૂપે ગણાવે છે અને લખે છે કે
ધર્મ અર્થ કામ અને મોક્ષ જેવા ચાર મજબૂત પાયા પર ઉભેલી ભારતીય સંસ્કૃતિની ઈમારતમાં ધર્મ અને મોક્ષનાં બે પાયા જળવાયા પરંતુ અર્થ અને કામ (સેકસ) ના બે પાયા ખેરવાયા – ખોટકાયા, ભીતરની સમૃદ્ધિને ખૂબ મહિમા થયે પરંતુ બાહ્ય સમૃદ્ધિની ઉપેક્ષા થઈ. તત્વ ચિંતન મૃત્યુ મુલક બનતુ ચાલ્યું અને જીવનને ધરાઈને માણવાની ઝંખના વગેવાલી રહી. ત્યાગીને ભેગવવાની (તેન ત્યતેને ભૂજિયા:) વાતમાં ત્યાગને મહિમા થયે પણ ભોગવવાની પ્રતિષ્ઠા ખતમ થઈ. ગીતાએ પ્રબોધેલા કર્મોગને બદલે કર્મક્ષય કમબંધન અને નિજ રા મહિમા થયે. શંકરાચાર્યે ગીતા ભાષ્યમાં સાંખ્ય નિષ્ઠાને મહિમા કર્યો અને કર્મનિષ્ઠા (યોગનિષ્ઠા)ને ગૌણ બનાવી.”
લેખક માત્ર ભૌતિક દૃષ્ટિથી જુએ છે. તેઓ એટલું પણ સમજતા નથી કે કમાનારા પોતે જ ખાઈ જતા નથી. રાંધનારી બહેને પોતે જ જમી જતી નથી. ભગ અને બ્રહ્મચર્યમાં સૌ કેની મહત્તા છે તે સમજે છે. પરંતુ આત્માની ઉન્નતિની વિચારણાથી ભેગ ત્યાગ અગર ભેગમાં પણ વિરાગ એ સર્વોત્તમ વિચાર શ્રેણી છે, તેમાં અર્થ કામને મારી મચડવાની વાત નથી. પરંતુ જે અર્થ કામના લાલચું છે તેઓ કેવાં કેવાં અકાર્ય કરે છે તે છાનું નથી માટે અર્થ કામની લાલસા આ લોકમાં પણ બૂરી છે અને આધ્યાત્મિક જગતમાં પતનના માર્ગે લઈ જનારી છે.
આવી ઊંચી વાતને ગૌણ કરીને અધમ ચીતરીને લેખક કામ ભેગની મહત્તા સ્થાપવા જાય છે તે તેમની આંતરિક ગરીબી સૂચવે છે. આજે સત્તાધીશે, ધનવાને, અધિકારીએ વિ. જે અનીતિ અન્યાયથી કૂટ માર્ગથી ધન ભેળું કરનારા છે તેઓ જાત માટે કે જગત માટે શું આદેશ આપી શકે? જયારે જે વિરાગને સમજે છે, ત્યાગને સમજે છે તેઓ દુઃખી, નિર્ધન, નિરાધાર, પીડિત અને જનાવર વિ. માટે કરી
આ સત્તાધીશો અને અધિકારીઓએ દુષ્કાળ કે પીડિતે માટે કેટલું આપ્યું?