Book Title: Jain Shasan 1991 1992 Book 04 Ank 01 to 48
Author(s): Premchand Meghji Gudhka, Hemendrakumar Mansukhlal Shah, Sureshchandra Kirchand Sheth, Panachand Pada
Publisher: Mahavir Shasan Prkashan Mandir
View full book text
________________
તા. ૧૯-૧૧-૯૧: વર્ષ ૪: અંક ૧૪+૧૫ મુંબઈ, ડેમી ૧૬ પિજી ૧૪૪ પિજ મૂલ્ય રૂ. ૨૦ શ્રી સિદ્ધગિરિજીની માહિતી સાથે ઉપર રહેલા સર્વ કે માં સર્વ મંદિરની જિનબિંબની સંખ્યા છે. પ. પૂ આ. ભ. શ્રી વિજય રામચંદ્રસૂરીશ્વરજી મહારાજાએ શ્રી સિદ્ધગિરિજી ઉપરના સર્વ જિનબિંબને ત્રણ ત્રણ ખમાસમણ આપી વંદન કરેલ તે પ્રેરણા પામી સંકલનકાર પૂ. મુ શ્રી જિનદશનવિજ્યજી મહારાજે દરેક જિનબિંબને એ રીતે વંદન કરતાં આ સંકલન કર્યું છે જે ઘણી ઉપયોગી માહિતી છે.
શ્રી સિદ્ધહેમચંદ્ર શબ્દાનુશાસન લઘુવૃત્તિ વિવરણ-વિવરણકાર પૂ. પં. શ્રી ચંદ્રગુપ્ત વિજયજી ગણી. પ્રકાશક શ્રી મોકલક્ષી પ્રકાશન સહકાર-શ્રી પાર્શ્વનાથ જૈન શ્વેતાંબર મંદિર ટ્રસ્ટ, ૨૦૩ ભવાની પેઠ-પુના૨. ડેમી ૮ પેજી ૨૭ર પેજ મૂલ્ય રૂા. ૪૫ બીન અધ્યયનના પ્રથમ પાદ સુધીના સૂત્રોનું વિવરણ છે. અભ્યાસીઓ માટે સ્ત્ર અને તેની વ્યાખ્યા બરાબર સમજી શકાય તે જાતનું વિવેચન છે. પ્રાપ્તિસ્થાન-સૂર્યકાંત ચતુરલાલ સુ. મુરબાડ (થાણ) મહા. - સો સો સલામ સંસ્કૃતિને-લે. પૂ. આ. શ્રી વિજય પૂર્ણચંદ્રસૂરીશ્વરજી મ. પ્રક સંસ્કૃતિ પ્રકાશન, સુરત. કા. ૧૬ પેજ ૧૦૮ પેજ મૂલ્ય રૂા. ૧૭ સંસ્કૃતિની શૌર્ય કથાઓને સુંદર સંગ્રહ છે.
ચિંતન અને ચિનગારી-લેખક-પ્રકાશક ઉપર મુજબ. ક. ૧૬ પછ ૧૧૨ પેજ મૂલ્ય રૂા. ૧૭ વિદ્વાન લેખકની કલમે જુદા જુદા વિષયે અંગે માનનીય ચિંતન દ્વારા આત્મજ્ઞાનની જ્યોતિ પ્રગટાવાઈ છે. ' વાર્તા રે વાર્તાલે. પૂઆ. શ્રી વિજય મુક્તિપ્રભસૂરીશ્વરજી મ. પ્ર શ્રી વિજય મુકિતચંદ્રસૂરિ ગ્રંથમાલા ઠે. અશોકકુમાર કેશવલાલ શાહ, ૨૦૪, કુંદન એપાર્ટમેન્ટ, સુભાય ચેક, ગોપીપુરા, સુસ્ત–૧૦ ક્ર. ૧૬ જી ૧૦૪ પેજ મૂલ્ય રૂ. ૧૨ રસપ્રદ અને સરલ રોચક શૈલીમાં સુંદર બાળવાર્તાઓનો સંગ્રહ છે.
જીવનને જીવી તું જાણુ-લે. પ્ર. ઉપર મુજબ ક્રા. ૧૬ પેજી ૬ પેજ મૂલ્ય રૂ. ૧૦) જીવન જીવવામાં આચાર વિચાર અને વર્તન ઉપર સુંદર અસર કરે તેવા ૧૧ વિષે ઉપર સુંદર વિવેચન છે. જે મનનીય છે.
ગુણ ગાવે સા ગુણ પાવે-સં. પૂ. મુનિરાજ શ્રી શ્રેયાંસપ્રવિજયજી મ. પ્ર. ઉપર મુજબ. ક. ૧૬ પછ ૭૬ પેજ, પ્રભુ મહાવીરની પાટ પરંપરાનું સંક્ષેપ વર્ણન છે. તેમજ પૂ. પાઇ આ. ભ. શ્રી વિજય રામચંદ્રસૂરીશ્વરજી મહારાજના ૫૫ વર્ષની પૂર્ણતા પ્રસંગ તથા આચાર્ય પદ પછીનું તેઓશ્રીજીનું પ્રથમ પ્રવચન તથા પદનું મહત્વ વિગેરે આ પુસ્તિકામાં સુંદર સંકલન છે.