Book Title: Jain Shasan 1991 1992 Book 04 Ank 01 to 48
Author(s): Premchand Meghji Gudhka, Hemendrakumar Mansukhlal Shah, Sureshchandra Kirchand Sheth, Panachand Pada
Publisher: Mahavir Shasan Prkashan Mandir
View full book text
________________
નયસારને ડિલે કહેતા કે લક્ષ્મી ઘણી છે, તે પુત્ર વધી જાય, શ્રીમંતાઇ ભારેમાં ભારે આવી જાય પણ માણસમાંથી વિનય નીકળી જાય તા શ્રીમ'તાઈ ધૂળ જેવી છે. જેમ જ્ઞાની વિનિત જોઇએ તેમ ધનવાન પણ વિનિત જોઇએ. ધનવાનને કેાની સાથે એડવુ –ઊઠવુ` પાલવે ? જૈનશાસનના ધનવાન લેાકસંજ્ઞાથી પીડિત હોય કે લેાકસંજ્ઞાથી રહિત હાય ? જેને ધમ પ્રધાન ન હોય અને પૈસા જ પ્રધાન હાંય તેને ઉપદેશ ન ફળે, તમે ધર્મને પ્રધાન માનનારા છે. માટે જ ઘણા કામ પડતા મુકીને રાજ અહી’ આવે છે ને ? દુનિયાનું કોઇપણું કામ તમને અહી આવતા અટકાવે નહિ ને? ધર્મ આગળ બધા કામ ગૌણુને? તમે દુનિયાના કામ કરવા પડે માટે કરો ખરા પણુ ગમે ધર્માંના જ કામને ? દુનિયાના કામ ગમે નહિ ને ? દુનિયાના કામ વેઠની જેમ કરો અને ધર્મોના કામ શેઠની જેમ કરેા ને?
આજે ભગવાન શ્રી મહાવીર-દેવના જન્મ કલ્યાણકના મહોત્સવ કર્યો તે સમજદારીથી કે બેદરકારીથી ? રૂઢિમુજબ કે વસ્તુતત્ત્વને સમજીને ? આજે તે આપણા આનંદના પાર નથી. દુઃખ એ છે કે ભગવાન જન્મ્યા ત્યારે આપણે ન હતા. આજે તે દિવસ આવ્યા માટે બહુ આનંદ છે. આજે તે લક્ષ્મીના સદુપયોગ કરવાનું મન થયેલું ને? તમે રૂઢિમુજબ કરવું પડે માટે કરા, ન કરે તે ખરાબ લાગે માટે આ કરો તો કાંઈ લાભ ન થાય. જેમના શાસનમાં જન્મ્યા તેમની સાથે આપણા નિકટના સંબધ છે. તેમના જ ઉપકાર છે કે થાડો ઘણા ધમ કરી શકીએ છીએ. આપણું જે કાંઇ સારું' થવાનું તે તેમને જ આભારી તેમનું શાસન ન મળ્યુ. હેત તે આપણું શું થાત ? આપણને શાસન પર બહુ પ્રેમ છે ? જયાં બહુ પ્રેમ હેય ત્યાં બધુ જ કરાય છે. તમારે ઘેર છેાકરા- છેાકરીનું લગ્ન દેખાય તેવુ' વરઘેાડામાં દેખાયું નહિ. તમને જે વધારે પ્રિય હોય તે બાલે ? તમને વધારે પ્રીતિપાત્ર કામ કર્યુ' લાગે છે ?
ભગવાનની વાત એટલા માટે સમજાવવી છે કે તમારામાં ચેતના પેદા થઈ જાય. ચેતના પેદા થાય તે કામ થાય. ભગવાન ભગવાન બન્યા તે મેાજ કરતા નથી બન્યા. તેમણે ઘણું ઘણું સહન કર્યુ છે. નયસારના ભવમાં તે સમકિત પામ્યા ત્યારથી તેમની પ્રગતિ થાય છે. પણ વચમાં ભુતકાળના કર્મા આડે આવે છે, નડે છે, અને તે ધર્માંથી પડે છે. પડયા પછી પણ ફરીથી જાગૃત થાય છે અને એવા પુરુષાર્થ કરે છે જેના પ્રતાપે ભગવાન થાય છે. આપણે પણ ભગવાન થવુ' છે ને? ભગવાન થવુ હાય તા વિરાધનાથી અટકવુ' પડે અને આરાધના કરવી પડે. આરાધના તેા ઉલ્લાસ જન્મે ત્યારે થાય જન્મ મટાડવાનું મન થાય તા ભગવાનનું જન્મ કલ્યાણક ઉજવ્યુ' સાથે ક થાય માટે મારી ભલામણ છે કે જે ગુણેાની વાત કરી તે ગુણેા મેળવવા પ્રયત્નશીલ અનેા અને જન્મ મટાડવાના ઉદ્યમ કરી તે આ ઉજવણી કરી સાક થાય સૌ વહેલામાં વહેલા જન્મ મટાડી અન`તસુખના સ્વામી બના તે જ શુભાભિલાષા.