Book Title: Jain Shasan 1991 1992 Book 04 Ank 01 to 48
Author(s): Premchand Meghji Gudhka, Hemendrakumar Mansukhlal Shah, Sureshchandra Kirchand Sheth, Panachand Pada
Publisher: Mahavir Shasan Prkashan Mandir
View full book text
________________
------- --- -----– ––– ------
પૂજ્ય શ્રી કહેતા હતા કે-
-- --------- -શ્રી ગુણદર્શી
સાધુ તમારું બધુ તરીકે કામ કરે પણ તમને બંધુ ન કહે, બંધુ એટલે હિતમાં જોડે અને અહિતથી બચાવે, કાંડું પણ પકડે, સાધુ સંસાર છેડાવનાર જ છે, મરી જાય પણ સંસાર સારે ન કહે. સુખ છેડવાના ઉપાયો બતાવે પણ સુખ મેળવવાના ઉપાય ન બતાવે. સમકિત પામવાની ઈચ્છા થઈ તે ભગવાનના ઘરનો થયો. ભગવાનના ઘરનો થયે
તે પિતાના ઘરની ઘેર દે? ૦ અમરા માટે શાસ્ત્ર વિરુદ્ધ વર્તન કરવું તે અનીતિ તમારા માટે માલિક, મિત્ર - સ્વજન કે જે કંઈ વિશ્વાસ મૂકે તેને દ્રોહ કરે તેનું નામ અનીતિ. ૦ તમે બધા એમ માને છે કે શ્રીમંતે અમને આંખના કણાની જેમ ખૂંચે છે? શ્રી
જૈન શાસનને સમજેલા શ્રીમંતે તે શ્રી જૈન શાસનની જાહોજલાલી કરનારા હોય તેવી શકિત શ્રીમમાં જ હોય. આવા શ્રીમંત અમને આંખના કણાની જેમ ખૂંચે ? તે શ્રીમંત તે અમારી આંખની કીકી જેવા છે. પણ તે લોકે જ અમારી કીકી ફેડી નાખે તેવા હોય છે ?
બાકી શ્રીમંતે પ્રત્યે અમને દ્વેષ નથી, આંખ લાલ નથી. તે અમને ખૂંચતા નથી. પણ તે તે સારા લાગે છે જે શાસનના જ હોય છે ! ૦ અમે મરીએ તે પણ શાસ્ત્રથી વિરુદ્ધ નહિ બેલીએ. ભગવાનની આજ્ઞાથી વિરુદ્ધ
નહિ જ બોલીએ તેને “રૂઢિચુસ્ત કહે છે તે અમારા માટે “અલંકાર” છે. “ભૂષણ છે. તેને જે “કલંક માને કે “ગાળ” માને તે તે ભૂંડા છે. મેક્ષ માટેના ધર્મના ઉપદેશ વિના બીજો ઉપદેશ ન આપે તે ગુરુ, બી જા ગેર ! તમને બધાને અહીં ન સમજાય તે પૂછવાને અધિકાર છે. તમે અમને પણ પૂછી શકે છે કે- શાના આધારે બોલે છે ? તે મારે પણ તમને શાસ્ત્ર બતાવવું પડે. શાસ્ત્રની વાતમાં તું શું સમજે ?’ એમ મારાથી ન કહેવાય. અમે જાહેરમાં બોલીએ છીએ અને શ્રાવકે જાહેરાત કરીને તમને બેલાવે છે. તે “તમારે વચમાં પૂછવાનું નહિ આવું અમારાથી કહેવાય નહિ. આવું જે કહે-કરે તે તમારાથી ચલાવાય પણ નહિ. તમારા દરેક પ્રશ્નના અમારે ઉત્તર આપવા જ પડે. તમે શંકામાં ને શંકામાં મારે તે તેનું પાપ અમને પણ લાગે. સભા, લીંક તૂટી જાય ને?
ઉ૦ શાસ્ત્ર મુજબ બેલે તેની લીંક શી રીતે તૂટી જાય ? આડું અવળું બેલડું હોય એટલે લીંક તૂટે તે બને.