Book Title: Jain Shasan 1991 1992 Book 04 Ank 01 to 48
Author(s): Premchand Meghji Gudhka, Hemendrakumar Mansukhlal Shah, Sureshchandra Kirchand Sheth, Panachand Pada
Publisher: Mahavir Shasan Prkashan Mandir
View full book text
________________
“ઝંઝાવાતે ઝઝૂમે વીર એકીલો રે લોલ... ડગે મેરૂ પણ ન ડગે ટેકીલે રે લોલ. વિજય રામચન્દ્રસૂરીશ્વર વંદીયે રે લોલ.”
1 ઝંઝાવાતના દિવસો ઝંઝાવાતના એ દિવસે હતા ! ઝંઝાવાત જાગ્યો હતે. એ જેટલા ખેદની વાત ન હતી, એટલા સખેદાશ્ચર્યની વાત તો એ હતી કે જેન સંઘના સભ્યપણને દાન કરતા, કેટલાક જૈનેએ જ એ મુંઝવાત જગવ્યું હતું. જેનસંઘના ઝાકઝમાળને ઝાંખો પાડવાની મેલી મુરાદ ધરાવતા એ ઝંઝાવાતને ઝંડો હાથમાં ઝાલીને “સુધારક જેનરને દાવે કરનારો વર્ગ ત્યારે કુદાકુદ કરી હ્યો હતે. ચેરાશી બંદરના વાવટા તરીકેનું મહત્વ ધરાવતા મુંબઈના માથે તે એ ઝંઝાવાત વધુ જોર શોરથી ગાજી રહ્યો હતે. એથી મુંબઈને શ્રદ્ધાળુ જૈન સંઘ એ ઝંઝાવાતને પડકારે, એવી શક્તિ-વ્યકિતની દર્દભરી પતીક્ષા કરી રહ્યો હતે.
ઝંઝાવાતને એ કાળ એટલે જ વિ. સં. ૧૯૮૫-૧૯૮૬ ની સાલને એ સમય ! આજે પૂજયખદ આચાર્યદેવ શ્રીમદ્ વિજય રામચંદ્રસૂરીશ્વરજી મહારાજાનું નામ-રમરણુ થતાંની સાથે જ એક અનોખી વ્યક્તિ-શક્તિના પ્રભાવથી પ્રભાવિત જન-જગતનું જે દર્શન થાય છે, એ દર્શનને ત્યારે ઉગમ કાળ હતું અને એ વ્યક્તિ-શક્તિ પૂ. મુનિરાજ શ્રી રામવિજયજી મહારાજના નામ-કામ દ્વારા, ધીમે ધીમે સંઘ અને સમાજમાં વિશિષ્ટ સ્થાન-માન પામીને, સહુને મહત્વનું ને મનનીય માર્ગદર્શન આપવાનું કાર્ય, કેયનીય શેઠ કે શરમમાં તણાયા વિના ખુમારીથી આગળ ધપાવી રહી હતી. શ્રી રામ વિજયજી મહારાજના હુલામણા નામે વધાવાતી એ ખમીરી જ્યાં જ્યાં જતી, ત્યાં
ત્યાં જમનાવાદના ઝંઝાવાત સામે એ નક્કર ટકકર લેતી અને એથી સુધારકેની ભેદી ચાલ . જગ-જાહેર થઈ જતી.'
સુધારકતાને વાંગ ધરાવતી એ કુધારકતાના કાળા પડદાને ચીરતા ચીરતા શ્રી રામવિજયજી મહારાજ, ૧૯૮૫ની સાલમાં જયારે એક પ્રચંડ પડકારના–પડઘારૂપે મુંબઈમાં પ્રવેશ્યા ત્યારે શ્રદ્ધાળુ સમાજે એ પગલાને કંકુથી વધાવ્યા તે સમાજે સત્યના એ સૂર્યની સામે ધૂળ ઉડાવવાની ધિટઠાઈ કરવામાં શી કમીના ન રાખી ! સત્યના એ સૂર્યના સ્વાગતને મૂળમાંથી જ અટકાવી દેવાની મેલી મુરાદ ધરાવતા સુધારક, માનવતા પર પણ મેખ મારતાં ન શરમાયા. સ્વાગત કરવા સજજ થયેલા રાજમાર્ગો પર કાચના કણ પાથરવા જેવા પા-પા પગલાં ભરતાં પણ એ ખચકાય નહિ. પોતાના વિરોધી માનસને સુંગી રીતે પ્રગટ કરવા એમણે કાળા-વાવટા ફરકાવ્યા, તે જિનાજ્ઞા સામે પોતાને અણગમે બુલંદ નાદે જાહેર કરવા એમણે વિરોધના નારા પણ લલકાર્યા. પરંતુ વિરોધના આવા