SearchBrowseAboutContactDonate
Page Preview
Page 861
Loading...
Download File
Download File
Page Text
________________ “ઝંઝાવાતે ઝઝૂમે વીર એકીલો રે લોલ... ડગે મેરૂ પણ ન ડગે ટેકીલે રે લોલ. વિજય રામચન્દ્રસૂરીશ્વર વંદીયે રે લોલ.” 1 ઝંઝાવાતના દિવસો ઝંઝાવાતના એ દિવસે હતા ! ઝંઝાવાત જાગ્યો હતે. એ જેટલા ખેદની વાત ન હતી, એટલા સખેદાશ્ચર્યની વાત તો એ હતી કે જેન સંઘના સભ્યપણને દાન કરતા, કેટલાક જૈનેએ જ એ મુંઝવાત જગવ્યું હતું. જેનસંઘના ઝાકઝમાળને ઝાંખો પાડવાની મેલી મુરાદ ધરાવતા એ ઝંઝાવાતને ઝંડો હાથમાં ઝાલીને “સુધારક જેનરને દાવે કરનારો વર્ગ ત્યારે કુદાકુદ કરી હ્યો હતે. ચેરાશી બંદરના વાવટા તરીકેનું મહત્વ ધરાવતા મુંબઈના માથે તે એ ઝંઝાવાત વધુ જોર શોરથી ગાજી રહ્યો હતે. એથી મુંબઈને શ્રદ્ધાળુ જૈન સંઘ એ ઝંઝાવાતને પડકારે, એવી શક્તિ-વ્યકિતની દર્દભરી પતીક્ષા કરી રહ્યો હતે. ઝંઝાવાતને એ કાળ એટલે જ વિ. સં. ૧૯૮૫-૧૯૮૬ ની સાલને એ સમય ! આજે પૂજયખદ આચાર્યદેવ શ્રીમદ્ વિજય રામચંદ્રસૂરીશ્વરજી મહારાજાનું નામ-રમરણુ થતાંની સાથે જ એક અનોખી વ્યક્તિ-શક્તિના પ્રભાવથી પ્રભાવિત જન-જગતનું જે દર્શન થાય છે, એ દર્શનને ત્યારે ઉગમ કાળ હતું અને એ વ્યક્તિ-શક્તિ પૂ. મુનિરાજ શ્રી રામવિજયજી મહારાજના નામ-કામ દ્વારા, ધીમે ધીમે સંઘ અને સમાજમાં વિશિષ્ટ સ્થાન-માન પામીને, સહુને મહત્વનું ને મનનીય માર્ગદર્શન આપવાનું કાર્ય, કેયનીય શેઠ કે શરમમાં તણાયા વિના ખુમારીથી આગળ ધપાવી રહી હતી. શ્રી રામ વિજયજી મહારાજના હુલામણા નામે વધાવાતી એ ખમીરી જ્યાં જ્યાં જતી, ત્યાં ત્યાં જમનાવાદના ઝંઝાવાત સામે એ નક્કર ટકકર લેતી અને એથી સુધારકેની ભેદી ચાલ . જગ-જાહેર થઈ જતી.' સુધારકતાને વાંગ ધરાવતી એ કુધારકતાના કાળા પડદાને ચીરતા ચીરતા શ્રી રામવિજયજી મહારાજ, ૧૯૮૫ની સાલમાં જયારે એક પ્રચંડ પડકારના–પડઘારૂપે મુંબઈમાં પ્રવેશ્યા ત્યારે શ્રદ્ધાળુ સમાજે એ પગલાને કંકુથી વધાવ્યા તે સમાજે સત્યના એ સૂર્યની સામે ધૂળ ઉડાવવાની ધિટઠાઈ કરવામાં શી કમીના ન રાખી ! સત્યના એ સૂર્યના સ્વાગતને મૂળમાંથી જ અટકાવી દેવાની મેલી મુરાદ ધરાવતા સુધારક, માનવતા પર પણ મેખ મારતાં ન શરમાયા. સ્વાગત કરવા સજજ થયેલા રાજમાર્ગો પર કાચના કણ પાથરવા જેવા પા-પા પગલાં ભરતાં પણ એ ખચકાય નહિ. પોતાના વિરોધી માનસને સુંગી રીતે પ્રગટ કરવા એમણે કાળા-વાવટા ફરકાવ્યા, તે જિનાજ્ઞા સામે પોતાને અણગમે બુલંદ નાદે જાહેર કરવા એમણે વિરોધના નારા પણ લલકાર્યા. પરંતુ વિરોધના આવા
SR No.537254
Book TitleJain Shasan 1991 1992 Book 04 Ank 01 to 48
Original Sutra AuthorN/A
AuthorPremchand Meghji Gudhka, Hemendrakumar Mansukhlal Shah, Sureshchandra Kirchand Sheth, Panachand Pada
PublisherMahavir Shasan Prkashan Mandir
Publication Year1991
Total Pages1022
LanguageGujarati
ClassificationMagazine, India_Jain Shasan, & India
File Size32 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy