Book Title: Jain Shasan 1991 1992 Book 04 Ank 01 to 48
Author(s): Premchand Meghji Gudhka, Hemendrakumar Mansukhlal Shah, Sureshchandra Kirchand Sheth, Panachand Pada
Publisher: Mahavir Shasan Prkashan Mandir
View full book text
________________
તે રામચન્દ્રસૂરી ચરણે મુજ નમ્રશીશ નિશદિન રહે :
' – શ્રી ગુણદશી
: “અત્યંત વિદ્વાન અને જેટલી પ્રખર વિદ્વત્તા એટલી જ પ્રબલ વાણી ધરાવતા આ એક મહાન જૈનાચાર્ય છે.”
નામાંકિત વિદ્વાન પણ જેઓની મુકત કંઠે પ્રશંસા કરે છે તે વા યુગ પુણ્ય પુરુષ, શાસન શિરતાજ, તપાગચ્છાધિરાજ, સંગૃહીત પુણ્યનામધેય પ્રાતઃ સ્મરણીય અનંતેપકારી પૂજ્યપાદ પરમ ગુરુદેવેશ શ્રીમદ્દ વિજય રામચન્દ્ર સૂરીશ્વરજી મહારાજાધિરાજા સદેહે વિદ્યમાન નથી.
પરમ પકારી મહાપુરુષની અણધારી વસમી વિદાયનું દુખ સૌ કોઈ ભકત હૃદયને થાય જ-તે સહજ છે. તે પૂજ્યશ્રીઓની યાદ ક્ષણે ક્ષણે આવે અને હવે તેઓશ્રીની ખેટ સાલે તે પણ સંભવિત છે. પરંતુ તેથી જગતમાં અંધકાર ફેલાયેલ છે તેમ માનવું તે વધુ પડતું છે. કારણ કે તેઓ પૂજ્યશ્રીએ પોતાના આયુષ્ય દરમ્યાન અનુભવના અમૃતના નીચેડની સાથે શાસ્ત્રના ગહન-અતિગહન પદાર્થોનું મનનીય ચિંતન કરી અત્યંત લોકભોગ્ય ભાષામાં રજુ કરવાની અદભૂત શૈલીથી ધર્મના રહસ્યોને આબાલવૃદ્ધ સૌ સારી રીતે સમજી શકે તે રીતે સમજાવીને-જે પ્રકાશની કેડી કંડારી છે તે માર્ગે પા પા પગલી ભરવાથી પણ આત્મા ધર્મને સન્માર્ગે સુથિત બની શકે છે.
વળી તેઓશ્રીજીનાં જે વચનો-ઘણાને વંચન લાગતાં હતાં તેને જ ધમી વગ વાંછી . રહ્યો છે તેમનાં જે પ્રવચનો-ઉમાર્ગ ગામિઓને પ્રવંચન રૂપ લાગતાં હતાં તેનું સનમાર્ગ ગામિઓ સારી રીતના પાન કરી રહ્યા છે.
તેઓશ્રીજીનાં પ્રવચનના શબ્દ-શબ્દો, પદ-પદ, વાકયે–વા દરેક-દરેક આત્માએના જીવનવહેણને સમાગગામી બનાવવા પથદર્શક છે–એને ઈનકાર કેઈ પણ સહૃદયી વિદ્વજન કરી શકે તેમ જ નથી. સુવર્ણ જેમ કસીને લેવાય તેમ તેઓશ્રીજીના વચન શાસ્ત્રથી પરિકમિત થઈને જ સુવિશુદ્ધ કે ટિના બન્યા છે અને દરેકને માટે ગ્રાહ્યઆદરણીય-માનનીય પણ બન્યા છે. તેથી જ સુ. શ્રી કસ્તૂરભાઈએ પણ ભારપૂર્વક કહ્યું હતું કે- “પૂ. આ. શ્રી વિજય રામચન્દ્ર સૂરિજીના વિચાર એ જ શાસ્ત્ર છે. અનેક રૌદ્ધાતિક મતભેદ ધરાવનાર વ્યકિત પણ આજે અભિપ્રાય આપે છે તે જ પૂજાશ્રીજીની અલોકિક મહત્તા છે.
જે પૂજ્યશ્રીએ જીવનભર શાસ્ત્રીય સત્યનું જ પ્રરૂપણ-સમર્થન કર્યું, શાસ્ત્રીય સત્યોના રક્ષણ માટે આવી પડેલા અનેક સંઘર્ષોને મકકમતાથી પ્રતિકાર કર્યો અને જગ