Book Title: Jain Shasan 1991 1992 Book 04 Ank 01 to 48
Author(s): Premchand Meghji Gudhka, Hemendrakumar Mansukhlal Shah, Sureshchandra Kirchand Sheth, Panachand Pada
Publisher: Mahavir Shasan Prkashan Mandir
View full book text
________________
સામાયિક પત્રોના સથવારે :- પ. પૂ. આચાર્યદેવ શ્રી વિજય રામચંદ્રસૂરીશ્વરજીના
- સંયમી જીવનના અનુદન અર્થે શ્રી વર્ધમાનનગર જૈન દેરાસરમાં ઉજવાતે ભવ્ય ઉત્સવ : છેલ્લા દિવસે મહાપૂજા
– સાંજ સમાચાર – (૧) - પ. પૂ. આચાર્યદેવ શ્રી વિજય રામચંદ્રસૂરીશ્વરજી મ. સા. ના ૭૯ વર્ષના સંયમ જીવનના અનુમોદનાથે રાજકોટના શ્રી વર્ધમાનનગર જૈન દેરાસરમાં ભવ્ય ઉત્સવ ઉજવાઈ રહ્યો છે. આ માટે દેરાસરને ઉડીને આંખે વળગે એ અને શણગાર કરવામાં આવ્યું છે. રોશનીથી દેરાસર ઝળહળી ઉઠયું છે. અને ફુલેના શણગારથી મધુર સંગીતથી મહેકી ઉઠયું છે.
મહાપૂજાના દર્શનાર્થે ૩૦ થી ૪૦ હજાર માણસે આવવાની ધારણા છે. આજે ઉત્સવના છેલ્લા દિવસે મહાપૂજનું આયોજન થયું છે.
-: ગુજરાત સમાચાર – (ર) કરાડ માનવીઓના હયે વસી ગયેલા, પિતાના પ્રાણ કરતા પણ જેને સિદ્ધાંતને મહાન માનતા અને આગમ જ્ઞાનના પરમ જ્ઞાતા એવા સ્વ. આ. શ્રી વિજય રામચંદ્રસૂરિ મહારાજ સાહેબના સંયમ જીવનના પ્રભાવક કાર્યોને અનુદનાથે શ્રી સંભવનાથ સ્વામી જૈન દહેરાસરજી વર્ધમાનનગર ખાતે ભવ્યાતિભવ્ય મહત્સવ ઉજવાઈ રહ્યો છે. - આ મહોત્સવ દરમ્યાન થનારા વિવિધ કાર્યક્રમની માહિતી આપતાં એક પત્રકાર પરિષદમાં મહત્સવ સમિતિના સંચાલક શ્રી કિશોરભાઈ કોરડીયાએ કહ્યું હતું કે, વર્ષમાનનગરમાં ભવ્ય મહાપૂજા, ભાવના, આંગીઓ, ભવ્ય શત્રુંજય મહાતીર્થની રચનાથી વર્ધમાનનગર સુશોભીત થઈ ઉર્યું છે.
પ્રવર્તમાન સમયમાં અહીં એ ભાસ થઈ રહ્યો છે કે જાણે સ્વર્ગ પૃથ્વી પર ઉતરી આવેલ છે.
તેમણે કહ્યું હતું કે, તા. ૨૯ નાં રોજ વર્ધમાનનગર જૈન દેરાસર તરફથી સ્વામી વાત્સલ્યનું આયોજન કરવામા આવ્યું છે.
-: સંદેશ :- (૩) માનવી માનવી વચ્ચેની ધર્મભાવના આદર પ્રબળ અને પિતાના જીવનનું અંતઃનિરિક્ષણ કરવાની તક મળે, જીવમાત્ર માટે અનુકંપા જાગે, નિસહાય અને જરૂરીયાત