Book Title: Jain Shasan 1991 1992 Book 04 Ank 01 to 48
Author(s): Premchand Meghji Gudhka, Hemendrakumar Mansukhlal Shah, Sureshchandra Kirchand Sheth, Panachand Pada
Publisher: Mahavir Shasan Prkashan Mandir
View full book text
________________
૫૪૮ :
પૂ. આ. શ્રી વિજય રામચંદ્રસૂ મ. સા. નાં (શ્રી જૈન શાસન અઠવાડિક)
વગેરે દશકના મનને હરિ લે છે એટલું જ નહિ પણ સંસારની અસારતાનું ભાન કરાવે છે તેવી હૃદયસ્પર્શી રચનાઓ બની છે. આ પ્રદર્શન દરરોજ સેંકડે જૈન અને જેનેત્તરો નીહાળે છે અને જીવનની ધન્યતા અનુભવે છે.
આ ઉપરાંત પૂ. આચાર્યદેવ પ્રભાકરસૂરીશ્વરજી મહારાજની ધમવાણી નાતિકને પણ આસ્તિક બનાવે. જીવહિંસા કરનાર માનવીને પણ આ ઘર પાપથી પાછા વળવા તરફ પ્રેરે, યુવાનોને વ્યસન છોડવા મજબૂર કરે અને સંસારના સાચા માર્ગે, જીવનની સત્યતાનું જ્ઞાન કરાવે તેવી અમ્બલીત વહી રહી છે.
પૂ. પ્રભાકરસૂરીશ્વરજી મહારાજની દેશનાથી અને જેન અને જૈનેત્તરે ધર્માનુરાગી બન્યા છે. વિવિધ પચ્ચક્ખાણે લઈ રહ્યા છે. તપની આરાધના કરી જિનેશ્વર ભકિતમાં લીન બન્યા છે. યુવાનો પણ જીવનના સાચા રસ્તે કદમ માંડતા થયા છે.
આજે સવારે પત્રકાર પરિષદમાં પૂ. મહારાજશ્રીએ જૈન ધર્મના સિદ્ધાંત અહિંસા, પ્રેમ, સાધર્મિક ભકિત, તપ, ત્યાગ વગેરેની સમજણ આપી સ્વ. આચાર્યદેવ શ્રી રામચંદ્રસૂરીશ્વરજી મહારાજના ગુણાનુવાદ કર્યા હતા. અને અખબારેને અન્ય સમાચારની સાથે સાથે લેકે ધર્મ તરફ વળે, માનવધર્મ બજાવે, જીવહિંસાથી દૂર રહે, ગર્ભપાત સામે જેહાદ જગવે અને દયા, પ્રેમ અને બંધુત્વની લાગણી પ્રસરે તેવા સમાચાર પણ આપે તેવી અપીલ કરી હતી.
– અકીલા – (૭) તા. ૨૮ : જૈનાચાર્ય શ્રી રામચંદ્રસૂરીશ્વરજી મહારાજના ૭૯ વર્ષના સંયમ વર્ષ. દરમિયાન થયેલાં ધર્મ રક્ષા કર્યોની અનુમોદનાથે જિનભકિત મહોત્સવ અહીંના વધે. માનનગર દેરાસરમાં ચાલી રહ્યો છે જેની પૂર્ણાહુતિ તા. ૧-૧૦-૯૧ના રોજ થશે.
મહત્સવ અંગે જાયેલી પત્રકાર પરિષદમાં જૈન મુનિઓએ મહોત્સવ શા માટે જાય છે એની સમજ આપી હતી. • -
પૂર્ણાહુતિના દિવસે આચાર્ય મહારાજની ઓળી (૯૮ દિવસ સુધી બાફેલું અનાજ વાપરવું)ના તપસ્વીઓના પારણા થશે. અને આ જ દિવસે રાજકોટના સમસ્ત જિનમંદિરોમાં પ્રભુજીને આંગી કરાશે. વર્ધમાનનગર દેરાસરે મહાપૂજા થશે અને જિનમંદિર ભવ્ય રીતે શણગારવામાં આવશે. મહાપૂજા ઉપરાંત આચાર્યશ્રીના જીવન પ્રસંગે વર્ણવતી રંગોળીના દર્શનાર્થે હજારો શ્રાવકો ઉમટી પડશે.
આજે અનુકંપા દાનની ભાવના સૂકાવા લાગી છે અને સામાજિક પરિસ્થિતિ વિકટ બની છે ત્યારે આ મહોત્સવ યોજાઈ રહ્યો છે એ મહત્વ ધરાવે છે. તા. ર૯ ના રોજ રાજકેટના અનાથ આશ્રમ, અપંગ શાળામાં જિનમંદિર દ્વારા સહુને ભોજન અપાશે.