Book Title: Jain Shasan 1991 1992 Book 04 Ank 01 to 48
Author(s): Premchand Meghji Gudhka, Hemendrakumar Mansukhlal Shah, Sureshchandra Kirchand Sheth, Panachand Pada
Publisher: Mahavir Shasan Prkashan Mandir
View full book text
________________
વર્ષ-૪ અંક-૨૦ તા. ૨૪-૧૨-૯૨૪
: ૫૭૦.
સાવધ ન રહે તે બચાવવા ગયેલા ય એમની સાથે ગંદકીમાં આલોટતા થઈ જાય. ચેપી રોગની સારવાર કરનારે સાવચેત રહેવું પડે. નહિ તે દદી કરતાં કદાચ વહેલો મરે.
શ્રી રત્નાકર પચીશીના કર્તા આચાર્ય શ્રી પરિગ્રહ, એક વિવેકી શ્રાવકે છે મહિના સુધી એક જ ગથાને અર્થ પૂછી પૂછીને છોડાવ્યું. વેશ્યાના ખભે હાથ મૂકીને પાન ચાવતા મુનિને વિધિપૂર્વક વંદન કરીને એક વિવેકી મંત્રી શ્રી સિદધગિરિ ઉપર ઉત્કટ આરાધના કરતા કરી દીધા. કારતકી પૂનમના દિવસે આસવના સેવનથી પિોઢેલા શ્રી શેલકાચાર્યને શ્રી પંથક મુનિએ અભુહૂિએ ખામીને એવા તે જગડયા કે અને કની સાથે સિદધ થઈ ગયા. આ બધાં દૃષ્ટાંત ગુરુમુખે સમજી લેવાય તે “સડે. સુધારવા નીકળેલાની દયા આવ્યા વિના ન રહે. ઝવેરી જેવા સને પાતિયા માટે આ ઉપચાર નથી, એમના ચેપથી બચવા ઈચ્છનાર માટે આ ઉપચારની ભલામણ છે.
શિથિલાચારથી શાસનની જેટલી હિલના થઈ છે એના કરતાં હજારગણી હિલના શિથિલાચારને છાપે ચઢાવવાથી થઈ છે એ વાત સમજવાની જરૂર છે
થોડા વખત પહેલાં જ મુંબઈ સામાચારના તંચીશ્રી જેહાન દારૂવાલા ઉપર આવા લખાણે આવતાં તેમણે જે પોતાની ખાનદાનીની રીતે લેખ લખીને જે ગૌરવભર્યું લખાણ મું. સ. માં કર્યું તે વાંચે તે શ્રી સુરેદ્ર ઝવેરીને ખ્યાલ આવે કે તેમની જાહેરાત જેને તે શું પણ જેનેરે પણ વિવેકવાળા અપનાવશે નહિ.
એથી જ રોગ ચિંતાજનક છે તે સામે લખનારની પ્રવૃત્તિ ને મૃત્યુ જનક છે એમ સુઝને અને વિનયમાર્ગ ને માનનારાને લાગ્યા વિના નહિ રહે. ૨૦૪૮ માશગરસુદ-૧૧ ૪૫ દિગ્વિજય પ્લેટ જામનગર.
- જિનેન્દ્રસૂરિ :
ગર.
સુખ અને દુઃખનું કારણ खंती सुहाण मूलं, मूलं कोहो दुहाणं सयलाणं ।
विणओ गुणाण मूलं, मूलं माणो अणत्थाणं ॥ ક્ષમા એ સુખનું મુળ છે; કોઈ એ સઘળાંય દુઃખનું મુળ છે. વિનય, એ ગુણનું મુળ છે અને મન એ અનર્થોનું મુળ છે.
માટે આત્મહિતાથીએ ક્રોધના ત્યાગપૂર્વક માની અને માનના ત્યાગપૂર્વક વિનયની ઉપાસના કરવી જોઈએ જે શાશ્વત સુખને પામવું હોય અને સવળાંય દુખેથી મુકત થવું હોય તે.