Book Title: Jain Shasan 1991 1992 Book 04 Ank 01 to 48
Author(s): Premchand Meghji Gudhka, Hemendrakumar Mansukhlal Shah, Sureshchandra Kirchand Sheth, Panachand Pada
Publisher: Mahavir Shasan Prkashan Mandir
View full book text
________________
મોજુદ આઝાદ આઝાદી નથી
પણ ગુલામી છે.
સાચી આઝાદી તો સર્વજ્ઞ ભગવંતે પ્રરૂપેલ જ્ઞાન અને ક્રિયાનું અનુકરણ
કરવાથી જ પ્રાપ્ત થઈ શકે છે. –શ્રી દેવીચંદજી નવલમલજી ઓસવાલ (રાઠોડ) પૂના
બેરિસ્ટર એટલે (લંડન)
એડકેટ (એ. એસ.) હાઈકેટ, મુંબઈ હિન્દી ગુજરાતી અનુવાદ કરનાર : સૌ. ચેતનાબેન હરીશભાઈ મેમાયા
( ગતાંક્થી ચાલુ ) સર્વજ્ઞ ભગવાને બતાવેલ તત્વે ઉપર પૂર્ણ શ્રદ્ધા થયા પછી, તેનું પૂર્ણ જ્ઞાન ભગવાનને જેવું ગમ્યું એવી જ રીતે સમજી એને દેશવિરતિ અને સર્વવિરતિ રૂપમાં અમલમાં લાવવું અને સમ્યચ્ચારિત્ર કહે છે.
“સમ્યગ્દર્શન, સમ્યજ્ઞાન અને સમ્યગ્વારિત્ર” આ ત્રણેના સમૂહને મોક્ષમાર્ગ કહે છે, સમ્યગ્દર્શનશાન ચારિત્રાણિ મેક્ષમાર્ગ
જ્ઞાન અને ચારિત્ર આત્માનાં ગુણ છે, બાહિરાત્મ ભાવને ત્યાગ કરી દરેક સાધક ગ્રંથિભેદ કરે છે, અને અંતર્મુખ બને છે, ત્યાં રાત-દિવસ હંમેશાં પોતાના આત્માનાં પરમાત્મભાવને વિચાર કરતા રહે છે. ત્યારે તે આત્મા સમ્યગ્દષ્ટિ બને છે. સમ્યગ્દષ્ટિ આત્મા પોતાના શત્રુઓને સારી રીતે ઓળખે છે, તેને સંસારના સુખ ઝેર જેવા લાગે છે, અને શ્રી જિનેશ્વર ભગવાને બતાવેલા માર્ગ પર ચાલવાને આત્યાંતિક (સતત) પ્રયત્ન કરવાં લાગે છે, તે સંસારના કોઈ પણ પ્રકારના સુખેથી લિપ્ત થતે (અંજાતો) નથી, અને સંસારમાં ગમે તેટલા ભયંકર દુઃખ આવી જાય તે પણ તે પિતાના જ પૂર્વ જન્મમાં કરેલા કર્મોનાં ફળ છે એવું સમજી તે ખુશીથી સહન કરી લે છે, તે દુ:ખને હેપ કરતો નથી, તે જાણે છે કે એક મેક્ષ જ સાધ્ય કરવા જેવું છે. આ મેક્ષ માટે સર્વજ્ઞ ભગવાને બતાવ્યા પ્રમાણે બધા માર્ગોને તે સવીકાર કરે છે, બધી
ક્રિયા અને અનુષ્ઠાન આદિ રૂચી (ઈરછા) અને શ્રદ્ધાથીક કરવા લાગે છે, અને તે આત્મશુદ્ધિને - આગળ વધારે છે. શ્રીકૃષ્ણ મહારાજાએ ગીતામાં કહ્યું છે કે “જે મને (ભગવાનને)