Book Title: Jain Shasan 1991 1992 Book 04 Ank 01 to 48
Author(s): Premchand Meghji Gudhka, Hemendrakumar Mansukhlal Shah, Sureshchandra Kirchand Sheth, Panachand Pada
Publisher: Mahavir Shasan Prkashan Mandir
View full book text
________________
એકધિવાળી
येषां विषयेषु रतिर्भवति, न तान्मानुषान् गणयेत् ।
શ્રી ‘પ્રશમરતિ’ માં વાચક પ્રવર શ્રી ઉમાસ્વાતિજી મ. આત્માને પ્રોધ આપતાં, જાગૃતિ કેળવવા કહે છે કે “જેઓને પુણ્ય ચેગે મળતાં પાંચે ઇન્દ્રિયાના અનુકુળ વિષચામાં રિતિ ગાઢ આકિત મૂર્છા હોય છે તેમને મનુષ્ય જ ગણવા નહિ ’’
આત્માના સંસારના સર્જનનું આ અદ્ભૂત નિદાન છે. જેને પેાતાના સ'સારની ખટક થાય તેને જ તેનાથી મુકત થવાનુ' અને ઇલાજ કરાવવાનું મન થાય.
એટલે અનત જ્ઞાનિએ પાકારે છે કે “ ઇન્દ્રિયાની પરાધીનતા એજ સસાર છે અને ઇન્દ્રિયાને સ્વાધીન કરવી તે જ મુકિત તરફની આગેકુચ છે.'
જેના વિવેક ચક્ષુ સામાન્ય પણ ખુલ્યા હશે તેને ય લાગશે કે-ઇન્દ્રિયાને સ્વાધીન કરવી, તેને જીતવાના પ્રયત્ન કરવા તે જ આત્માની સાચી સ્વતન્ત્રતાના રાજમાગ છે.” જે આત્માની ઇન્દ્રિયાની આધીનતા ઘટતી જાય, ખાટી જરૂરિયાતા ઉપર કાપ મૂકાય, માજ-શાખની ઇચ્છાએ કાબૂમાં આવતી જાય તે। આત્મા ઉન્નતિના માર્ગે આગળ વધે છે.
બાકી પાંચે ઇન્દ્રિયાના વિષયાના સાધનાની પાછળ મૂ`ઝાયેલા અને મહેાન્મત્ત બનેલા આત્મા પાપ કરવામાં પાછી પાની કરતા જ નથી. સ્વય તે પાપ કરે છે પણ અનેકને પાપ કરવા પ્રેરે છે. અનેકને તેમાં સહાય કરે છે તેમાં કવ્ય' માને છે.
જગતમાં હજી Rs'સા, જૂઠ અને ચેરીને કરવા છતાં પગુ પાપ માનનારા, અધ માનનારા જવા મળશે. પણ પાંચે ઇન્દ્રિયાના વિષયને ઉપભેગ કરવા તે જ માટામાં માટુ પાપ છે, મોટા અધમ છે તેમ માનનારા બહુ જ જૂજ આત્માએ મળશે. તેને પાપ કહેનાર એક માત્ર જૈનદર્શન વિના બીજુ કાઈ જ નથી. મજેથી વિષયાના ઉપભાગો કરવા તે તા નરી પશુતા છે તેમાં કાઇ પણ સુજ્ઞ વિચારક સહમત ન થાય તેમ બને ખરું ? મનુષ્ય જેવાં મનુષ્ય પશુતાનું આચરણ કરનારા અને ખરા ?
હું આત્મન્ ! તારે ‘માનવતા’ મેળવવી છે કે ‘પશુતા' ખરીદવી છે તેનેા તારી નિર્માળ પ્રજ્ઞાના પ્રકાશમાં વિચાર કરી આગળ વધ
—મનાંગ