Book Title: Jain Shasan 1991 1992 Book 04 Ank 01 to 48
Author(s): Premchand Meghji Gudhka, Hemendrakumar Mansukhlal Shah, Sureshchandra Kirchand Sheth, Panachand Pada
Publisher: Mahavir Shasan Prkashan Mandir
View full book text
________________
લેખ શ્રેણી-લેખાંક-૧ ઠો
રોગ ચિંતાજનક : ઉપાય મૃત્યુ જનક : આ જાહેરાતને જેન નહિ પણ જેનેતર પણ ન સ્વીકારે
તાજેતરનાં અનેક વર્તમાન પત્રમાં, “જેન છે? અચૂક વાંચે” આ શીર્ષક નીચે છપાતી જાહેર ખબર વાંચતાં પ્રશ્ન થાય છે કે આ લખનાર (સુરેન્દ્ર જીવણભાઈ ઝવેરી ) પોતે ખરેખર જેને છે? સાચે જેન આવું વાંચીને દુઃખી થાય છે, ત્યારે આવું લખનાર પિતાને જેન ગણતે હોય તે તે જમે જેન હોવાથી ભલે સાચું લાગે, બાકી ધમેં જૈન હોય એવું મનાય જ નહિ. ધમેં જેન હોય તે પિતાના ધર્મને, ધર્મગુરૂઓને, સાધમિકેને અને ધર્મનાં નાના-મોટા તમામ અંગોને એવો તે રાગી હોય કે એની ખાનગીમાં કે જાહેરમાં વગોવણી થાય છે તેનાથી ખમાય જ નહિ. જેની તરફ રાગ હોય એની ખામી સુધારવાને પ્રસંગ આવે તેય એવી ખૂબીથી સુધારે કે એનું હીણું ન દેખાય; ધંધે લઈને બેઠેલા વૈદ–દાકતરે ય દદીની તપાસ પડદામાં લઈ જઈને કરે, સવાલ પૂછે તે ય ખાનગીમાં અને કડક થઇને સૂચના આપવી પડે તે ય ખાનગીમાં આપે. સારવારની નેંધ રાખે તે ય સંકેતની લિપિમાં રાખે. વૈદ-દાકત્તર પિતાની આ ફરજ ચુકે તે એના પગથીયે કેઈ ન ચઢે અને કોઈ માથાનો મળે તે દવાખાનું ચલાવવાને એને પરવાને યે જાય. ગામના દદીની આબરૂ ઢાંકવા આવા નિયમ હોય તે પોતાના ધર્મની આબરૂ માટે કઈ ધારા-ધોરણ નહિ? જાહેર ખબર છપાવનાર નામજૈનને શીખામણ આપવાને કઈ અર્થ નથી. પણ જે ધમેં જેન છે તેવા જીને સાવધ કરવાને આ પ્રયત્ન છે. “જેન છે? અચુક વાંચે” આવું મથાળું બાંધીને જાહેર છાપાઓમાં જાહેરાત છપાવનારને ખબર નથી કે જેટલા જેને આ વાંચશે એના કરતા સેંકડેગણ અજેને જ આ વાંચવાના છે? લખનારમાં આટલી ય અકકલ ન હોય એમ તે મનાય નહિ. તેથી માનવું જ પડે કે ધર્મની હીલના થવાને ડર લખનારે રાખ્યું નથી. એથી આગળ વધીને સાચું કહીએ તે ધર્મની હીલના કરવાના આશયથી જ આવી પ્રવૃત્તિ થઈ રહી છે. આ વાત આકરી લાગે તે ય સાચી હોવાનું એના લખાણમાંથી જ પૂરવાર થાય છે, આ માણસ આખા સંઘને, હલકી વાતો પોતાની ઉપર સીલબંધ કવરમાં મોકલી આપવાનું આમં. ત્રણ આપે છે. તેથી નકકી થાય છે કે એ બધી વાત જાણ્યા પહેલાં જ “સંઘ સડી ગયા” ને એ આક્ષેપ મૂકે છે અને પછી એ આક્ષેપના સમર્થન માટે સંઘ પાસેથી પૂરાવા ભેગા કરે છેઆ માણસની લાયકાત તે વિચારી જુઓ !