Book Title: Jain Shasan 1991 1992 Book 04 Ank 01 to 48
Author(s): Premchand Meghji Gudhka, Hemendrakumar Mansukhlal Shah, Sureshchandra Kirchand Sheth, Panachand Pada
Publisher: Mahavir Shasan Prkashan Mandir
View full book text
________________
વર્ષ –૪ અંક ૩-૪ તા. ૨૮-૧-૯૨
-
- ૫૩૭
સમ્મ` નિઉજજીયવં કુસલેહિ" સયાવિ ધમ્મશ્મિ' અર્થાત્ ભવસમુદ્રમાં દુલ ભ એવે મનુષ્ય જન્મ પ્રાપ્ત કર્યાથી આપણને સારી રીતે ધર્મીમાં જોડાઈ જવુ' જોઇએ. આના આગળ આચાય ભગવ'ત ફરમાવે છે. દુ ́ભ પ્રાપ્ય માનુષ્ય' હિતમાત્મનઃ' અર્થાત ૬×ભ એવા મનુષ્ય જન્મ પ્રાપ્ત કર્યા પછી આત્માનું હિત કરવુ જ ઉચિત છે, સારાંશ આત્માને શરીરથી કાયમના માટે સ્વતંત્ર કરવા આવશ્યક છે.
આપણે બધા ભણેલા છીએ. આપણે ભૂતકાળમાં શું કર્યુ. છે, વમાનમાં શુ કરી રહ્યા છીએ, અને આપણા માટે ભવિષ્યમાં શું કરવા જેવુ' છે, એ બધું આપણે સારી રીતે જાણીએ છીએ. મનુષ્ય પેાતાને સ્વયં સુધારી શકે છે. જો તે પેાતાની અનિચ્છનીય બાહ્ય પ્રવૃતિઓને છેાડી દે અને તે અંતર્મુખ થઈ જાય.
ભૂતકાળમાં આપણે અનેક ભૌતિક સુખ ભોગવ્યા છે, અને આ ભવમાં પણ તેજ વિષયાપભેગાદિ વધારેમાં વધારે ભાગવવાના પ્રયત્ન કરી રહ્યા છીએ, પણ સ તાષ થતા નથી, અને થવાના નથી. આગમાં આહૂતિ (ધી વગેરે) નાખીશું તે તે વધારે જ ભડકવાની છે, નહી કે શાંત થવાની, ઇન્દ્રીયાને સ્વછંદ જીવન ભાગવવાની સ્વતંત્રતા જેટલી મળશે તેટલી જ તે બે લગામ, અનિયંત્રિત થશે, અને બધા સયમ-વિવેક આદિ છેડીને અનાચાર, અત્યાચાર, વ્યભિચારનું સેવન કરતી રહેશે. તેથી જ મનુષ્ય જીવનની અમુલ્યતા સમજાવવા પૂજય યોગીરાજ શ્રીમદ્ આન'દઘનજી મહારાજ સાહેબ પેાતાના પ્રથમ પદમાં જ કહે છે—કયા સાવે ઉઠ જાગ માઉરે, અજલિ જલ જ્યુ આવુ ઘટત હું, દંત પહેારિયાં ધરિય ઘાઉરે.’ અર્થાત-‘હે મૂખ- જરા જાગ, તુ કેમ ઉંધી રહ્યો છે, બધુ કાંઇ વ્યવસ્થિત ચાલી રહ્યુ છે, ત્યાં સુધી આત્મહિતના સ્વાર્થ સાધી લે, નહીં તા મેાડુ' થઇ જશે,' એકવાર મનુષ્ય જન્મ સ'પૂર્ણતામાં આવી જાય છે, જેમ અંજલિ માંથી ટીપું ટીપુ પાણી નીચે ટપકતું રહે છે અને થાડી જ વારમાં અંજિલ ખાલી થઈ જાય છે, તેવી જ રીતે આપણું આયુષ્ય પણ કાણે ક્ષણે ઘટતું જ જાય છે. (ભલે પછી અમે દર વર્ષ પેાતાના જન્મદિન ખુશીથી મનાવીએ અને હેવી ખથ ડે ટુ યુ આવા ગીતા ગાઇયે વાસ્તવિકમાં તે દર વર્ષે આપણા આયુષ્યમાંથી એક એક વર્ષે ઓછુ' જ થતુ જાય છે, તેમાં અમા આનંદ મનાવીએ, તે ગયેલ વર્ષમાં અમાએ પાતાનું કંઈ પણ કતવ્ય પુરૂ ન કરી શકયા માટે શાદિન મનાવવા જોઇએ) પૂજ્યશ્રી આનંદઘનજી ઉપરોકત પદમાં છેવટે કહે છે, આ આયુષ્ય ઘટવાના વાસ્તવિક સ્થિતિથી પહરેદાર ઘટને ઘા લગાવી આપણને જાગૃત કરે છે.
ઉંઠા ! જાગા ! આ સૌંસારરૂપી ગુલામગીરીની જંજીરાને તાડીને ફેકી દો અને સાચેસાચી આત્મરક્ષણતા પ્રાપ્ત કરીને, સ્વતંત્ર બના, કે જયાં દુઃખ રહિત શાંતિમય જીવન, શાશ્વત સુખમય જીવન, આપણને પ્રાપ્ત થઇ શકે.’
જો આપણે સાચી સ્વતંત્રતા પ્રાપ્ત કરવી હોય, સાચી સમાનતા, સાચા સ્વરૂપમાં