Book Title: Jain Shasan 1991 1992 Book 04 Ank 01 to 48
Author(s): Premchand Meghji Gudhka, Hemendrakumar Mansukhlal Shah, Sureshchandra Kirchand Sheth, Panachand Pada
Publisher: Mahavir Shasan Prkashan Mandir
View full book text
________________
કધિ0]
कुलगिहकुलंपि विरिडइ अवि मुंचइ सायरोवि मज्जायं ।
सवण्णुभासियाइं न अण्णाहा होंति वयणाई ।। કદાચ પર્વતે ચલાયમાન થાય, સાગર પણ મર્યાદા મૂકે તેવું બને પરંતુ શ્રી સર્વજ્ઞ ભગવંતના વચને કયારે પણ અન્યથા બનતાં નથી. '
આ શ્રદ્ધા હ યામાં પૂરેપૂરી જમી જાય તેના માટે સિદ્ધિ પદ દૂર નથી. શાસ્ત્રમાં મોક્ષમહેલના પાયા સમાન શ્રદ્ધા કહેલી છે. આવી શ્રદ્ધા થઈ જાય તે તે જીવનું બગાડનારા આ દુનિયામાં કોઈ જ નથી. તેઓ જીવ તે માને કે આ જગતમાં મારું કાંઈ સારું થાય તે મેં પૂર્વ આડા હાથે પણ આરાધેલી ભગવાનની આજ્ઞાનું ફળ છે. અને મારું ખરાબ થાય તે મેં ભગવાનની આજ્ઞા વિરોધી તેનું ફળ છે.
બાકી જગતમાં કઈ કઈને સુખ કે દુઃખ આપવા સમર્થ નથી, મારો શુભદય હોય તે ઈદ્ર પણ મારે વાળ વાંકે કરી શકતો નથી અને મારો અશુભદય હોય તે ઈન્દ્ર પણ મને બચાવવા ધારે તો બચાવી શકતે નથી આવી શ્રદ્ધા થાય તે ગમે તેવા | પુણ્યદયના કાળમાં ચે-માર્ચ નહિ પણ પોતાની પાસે સંયોગો અને સામગ્રી હોય તે શાસનની સુંદર પ્રભાવના કરે. અને પાપોદયમાં જરા પણ ડરે કે મૂઝાય નહિ પરંતુ સમાધિથી સહન કરે.
ભયંકર આપત્તિ આવી હોય, પિતાના પણ પારકા જેવા બની ગયા હોય, સ્વજન: પણ દુશ્મન જેવા થયા હોય, બગાડવામાં જ બધાને આનંદ હોય તે પણ ભગવાનના વચન ઉપર શ્રદ્ધાવાળો માને કે – “હે જીવ! આ સંસારમાં સૌ કોઈ જી પૂર્વે પોતે જ કરેલા કર્મોના ફળ વિપાકને પામે છે અને અપરાધમાં કે ગુણેમાં બીજો જીવ તે નિમિત્ત માત્ર જ છે માટે કેઈના પણ ઉપર ગુસ્સે નહિ કરવો જોઈએ. બીજા ઉપર ! ગુસ્સો કરવાથી પ્રીતિને વિનાશ થાય છે અને વૈરભાવ વધે છે. માટે આપણું બગાડનારનું પણ ભલું જ ઇરછવાનું તેના ઉપર પણ દયાભાવ રાખવાને છે ક્ષમા રાખવાની છે. બગાડનારનું પણ ખરાબ કરવાનું મન થશે તો તેનું તે બગડશે ત્યારે બંગડશે પણ તારૂં તે મન મલીન થઈ જ ગયું છે.”
શ્રી સર્વજ્ઞ ભગવંતના વચનો ઉપરના અવિહડ રાગથી જ આવો વિવેક : પેદા થાય છે, જે આત્માની અનંત-અક્ષય ગુલક્ષમીને પમાંડવા માટે, આત્મામાં | પટુ પ્રજ્ઞાને નિર્મલ પ્રકાશ ફેંકે છે. સી આવી વિવેક દષ્ટિ વાળા બને તે જ ભાવના.
–પ્રજ્ઞાંગ !