Book Title: Jain Shasan 1991 1992 Book 04 Ank 01 to 48
Author(s): Premchand Meghji Gudhka, Hemendrakumar Mansukhlal Shah, Sureshchandra Kirchand Sheth, Panachand Pada
Publisher: Mahavir Shasan Prkashan Mandir
View full book text
________________
વર્ષ ૪ અંક ૧૮+૧૯] સંયમ અનુમોદન મહોત્સવ વિશેષાંક
: પર૩ સરસપુરમાં કાન્તિલાલ ત્રિવેદી ચૂસ્ત બ્રાહ્મણ હતા. તેઓએ પૂશ્રીના પ્રવચને સાંળળ્યાં અને જેને પ્રવચને વાંચ્યા તેના પ્રભાવથી જિનેશ્વરદેવના ભગત બની ગયા તેઓ આજે પણ જિનભક્તિ અને સાધર્મિક ભક્તિમાં શક્તિ અનુસાર ભક્તિ કરે છે. વારંવાર બોલે છે. પૂશ્રીએ મારો જન્મારે સુધારી દીધો. મને અરિહંતની ઓળખાણ કરાવી મોક્ષ માર્ગે ચઢાવી દીધો.
ખેડા જિલ્લાનું ના ગામ. જયાં પટેલની જ વસતી હતી. તેઓને તે ગામમાં થોડા દિવસ સ્થિરતા કરવાની થઈ તેને પરિણામે અનેક પટેલએ જૈન ધર્મ અંગીકાર કર્યો. દેરાસર ઉપાશ્રય બનાવ્યા.
૦ તેઓએ તેમની નિંદા કરનારા સામે કયારેય ચિત્ત બગાડયુ નથી. તેઓ એમ જ કહેતા આપણુ પાપકર્મનું દેવું ચૂકતે થાય છે. તે બિચારાએ મારા નિમિત્તે પાપ બાંધી રહ્યા છે. તેનું મને ખુબ દુઃખ થાય છે.
આપશ્રીના દર્શનથી આનંદ અનુભૂતિનું અંજન થતું, આપશ્રીની વાણથી પાપનું મંજન થતું, આપશ્રીના ચરણ સ્પર્શથી મોક્ષ જ મેળવવા જેવો છે તેનું કુંજન થતું, સુખ ભુંડ અને દુઃખ રૂડુંનું રંજન થતું, એવા મહાન ધુરંધર યુગપુરૂષ પૂ. આ. દેવ શ્રી રામચંદ્રસૂરીશ્વરજી મહારાજા કર જોડી માન મેડી ભાવભરી કરું છું કે ટિ કેટિ વંદન..તડે અમારા ભયના ફંદન....
કાનજીસ્વામી પાલીતાણામાં હતા. ત્યારે પૂશ્રીએ જાહેરમાં ચર્ચા કરવાની તૈયારી બતાવી. તે વાત નહી સ્વીકારતા સોનગઢ ચાલ્યા ગયા.
૦ તેઓના અંતરમાં જિનભક્તિ ગજબની હતી. પાલીતાણાના ૧૭૦૦૦ થી વધુ પ્રતિમાઓને તેમજ અમદાવાદના મોટા ભાગના જિનમંદિરની પ્રતિમાઓને ત્રણ ત્રણ ખમાસમણાં આપી પિતાનું સમ્યગદર્શન નિર્મળ બનાવ્યું હતું. બાળક માતાને જોઈ હરખી ઊઠે તેના કરતાં વધુ આનંદ પૂશ્રીને દર્શનમાં આવતું. એકાકાર બની જતા. લયલીન બની જતા ગદ્દગદ્દ કંઠે ભકિત કરતા હતા. તેઓ ચૈત્યવંદનબોલે, પરચક્ખાણ આપે ત્યારે કદી એક અક્ષર દબાઈ ન જાય રહી ન જાય. સાંભળનાર પણ ગદગદીત બની જતાં. તેમની ૫૦ થી પર વર્ષને જીવન ગાળા દરમ્યાન પ્રતિમાઓને ખમાસમણ આપેલ.
૦ તેમના હૈયામાં વાત્સલ્યભાવ ગજબને ભર્યો હતે. સ્વપક્ષ કે પરપના સાધુ હોય સૌના ઉપર એક સરખી કૃપા હતી. પરંતુ તેઓની દષ્ટિ જોરદાર હતી. સામેનાનું મુખ જુએ ને ઓળખી લેતા, બેટા તે તેમની પાસ ફરકવાની હિંમત પણ કરી શકતા