Book Title: Jain Shasan 1991 1992 Book 04 Ank 01 to 48
Author(s): Premchand Meghji Gudhka, Hemendrakumar Mansukhlal Shah, Sureshchandra Kirchand Sheth, Panachand Pada
Publisher: Mahavir Shasan Prkashan Mandir
View full book text
________________
પ૨૮ : : પૂ. આ.શ્રી વિજયરામચંદ્ર સૂ મ. સા. ના જૈિન શાસન (અઠવાડિક)
૦ પૂ. આચાર્ય ભગવંત સમાજને નુકશાન કરનાર છે. એવી મનોવ્યથા અને અણુસમજ લઈ તેમની પાછળ સી.આઈ.ડી. કરવા ગયેલા તેમના ભગત બની ગયા. અને સાધુજીવન પામી ગયા. અને કેને પમાડી શકયા. તેઓશ્રીને એક જ પ્રવચન સાંભળીને સંસાર છોડી સાધુ બનવાના પ્રસંગે પણ બન્યા છે.
તેના માટે ઘણી બધી અફવાઓ ફેલાવાતી. તેમને ૧૦૮ શિવે બનાવવા છે. બધાને ભોંયરામાં પૂરી દે છે. વિગેરે આ બધી પિકળ વાતે લાંબા સમય ટકી શકતી નહિ. પરંતુ પૂશ્રીને નકકર ઉપદેશ શ્રાવક-શ્રાવિકાઓના હૈયામાં એવા ભાવેને ઉત્પન્ન કરતાં કે પિતાના પુત્ર પુત્રીને સંયમપંથે ઉલાસપૂર્વક એકલતા. સમગ્ર કુટુંબે દિક્ષીત થયાના પ્રસંગે પણ તેઓશ્રીના જીવનકાળ દરમ્યાન તેંધાયા છે.
૦ તેઓની દિનચર્યાને મટો ભાગ સ્વાધ્યાય-લેખન-વાંચન તરફ જતા. સાત કલાક સુધી ટટ્ટાર બેસી વાંચી શકતા, ઝોકું આવતું નહીં. વાંચતા કદી થાકતા નહી. કઈ પૂછે સાહેબ એકનું એક વાંચતા કંટાળો નથી આવતે ? તે કહેતાં વાંચતા આવડે તે દરેક વખતે વાંચનાર નવનીત કાઢી શકે. સાહેબ આપને ઝેકું પણ નથી આવતું ? તે તુરત કહે સંસારના ધનના રાગીને નોટો ગણતાં કદી કંટાળો આવતું નથી. ધર્મના અથીને ધર્મ જાણતા કદી કંટાળે ન આવો જોઈએ. સ્વાધ્યાય એ સાધુનો પ્રાણ છે. વાસ વગર ન જવાય તેમ સ્વાધ્યાય વગર સાધુ જીવન જીવી શકાય નહિ.
- યાદગાર પ્રસંગ – ડોળીયાની પ્રતિષ્ઠા મારા જીવનમાં યાદગાર પ્રસંગ તરીકે રહેશે. આજે પરમ પૂ. ગુરૂદેવ શ્રી રામચંદ્રસૂરીશ્વરજી મહારાજની નીકટ આવવાને આ પહેલે પ્રસંગ કહી શકાય અગાઉ ઘણીવાર દર્શન કરેલા પણ તેમના સાનિધ્ય અને નિકટ આવવાને તે આ પહેલો પ્રસંગ હતું. આજે એમની ગેરહાજરીએ જૈન સમાજમાં શુન્યાવકાશ થઈ ગયે છે.
જયંતકુમાર સી. શાહ
પ્રમુખ સાયલા વે. મૂ જૈન સંધ-વરલી-મુંબઈ) ૦ ૨૫૦ સાધુ-ભગવંત, ૭૦૦ સાધ્વીજી ભગવંત, વિશાળ શ્રાવક શ્રાવિકા વર્ગને જવાબ આપવાના હોય તેમાં કયારેક પુરે પત્ર લખે. કયારેક છેલ્લે બે ત્રણ લીટી લખે. કેઈને અંતિમ સમાધિને પત્ર લખવાનો હોય ત્યારે પત્રમાં એવા ભાવ ભરી છે કેવાંચનાર-સાંળનાર-સંભળાવનાર ધર્મના રંગે રંગાઈ જાય.
છે જ્યારે બોલપેન યુગ ન હતું, ત્યારે સાદી પેન્સીલથી કામ ચલાવતા. ભકતવર્ગ વિશાળ હોવા છતાં તેમાં લેપાવાનું નામ નહિ. ચશ્માં પણ ટાપટીપ કે ફેશનવાળા નહિ પણ સાદા વાપરતા.