Book Title: Jain Shasan 1991 1992 Book 04 Ank 01 to 48
Author(s): Premchand Meghji Gudhka, Hemendrakumar Mansukhlal Shah, Sureshchandra Kirchand Sheth, Panachand Pada
Publisher: Mahavir Shasan Prkashan Mandir
View full book text
________________
૪૧૬ :
: તા. ૫-૧૧-૯૧ વર્ષ-૪ અંક-૧૩ - એક વખતે પેતાને ૨૫ મા તીર્થકર તરીકે “પુજાવનારા પંડિતલાલને આમની
ઉપદેશગંગામાં નાહી ધ્રુસકે ધ્રુસકે રેઈને પ્રાયશ્ચિત્તની યાચના કરી. - એક જમાને હવે જયારે દીક્ષા અશકય સખાતી પણ એ જમાને હવે એ સરવા
માંડ અને શ્રાવકેમાંથી સાધુઓ ઠીક ઠીક સંખ્યામાં સર્જાતા ગયા. ૦ જૈન સાધુ સંસ્થાને પણ નામ શેષ કરી નાંખે એટલી હદે બાળ દીક્ષાનો વિરોધ જાગે.
પણ આ પહાડ સમ અણનમ વ્યક્તિત્વના સ્વામીના હાથે એ વિરોધ પડી ભાંગે આ મહાન કાર્યમાં પૂ. સાગરાના સૂરિજી મ. ને પણ સબળ પુરુષાર્થ હતો.
બીજા પણ પ્રસંગે આ મહાપુરૂષના જીવનમાં બન્યા છે. જ્યાં શાસ્ત્રીયતા તૂટતી જણાય ત્યાં આ મહાપુરૂષ સિંહની જેમ પડકાર કરતા. અને અશાસ્ત્રીયતા નામશેષ બનતી.
માત્ર ચોવીશ વરસની જ ઉંમરે આ મુનિરાજશ્રીને સં. ૧૯૭૬ માં ખંભાત મુકામે યોજાયેલ દેવદ્રવ્ય વિષયક સંમેલનના મુનિમંડળમાં સ્થાન મળ્યું. “પરમાત્માને ચરણે ધરેલી સંપત્તિ પરમાત્મા સિવાય બીજે ન વપરાય” આ સરળ વાતને શાસ્ત્રીય ચર્ચાથી સિદ્ધ કરતાં આ મુનિ મહારાજની પ્રતિભાનું તેજ સુધારકેને અસહ્ય થઈ પડયું. એક હાથ ઊંચા કરીને એ દલીલ કરતાં અને શાસ્ત્ર વિરૂદ્ધ વિચાર ધારાઓ ભાંગીને ભૂકકે થઈ જતી. અહિંસા અંગે ગાંધીજીના વિવાદાસ્પદ વિધાને સામે એમણે અકલે હાથે ઝીંક ઝીલી હતી. જે સંયમે ગાંધીજી ભગવાન સમા પૂજ્ય મનાતા તે સમયે આવી હિંમત કરવામાં એમને સત્યપ્રેમ કારણરૂપ હતું. કદાચ! આથી જ તેઓશ્રીજીને કયારેય નિષ્ફળતા મળી ન હતી. સદસ્ય ગાળા વદિ એવી વાર તારું' (સત્યની આજ્ઞા અનુસાર જીવનાર બુદ્ધિમાન મૃત્યુને પાર પામે છે.) આ મહાસત્ય એમણે જીવનમાં ઉતાયુ" હતું. એમની આવી પ્રબળ પ્રતિભાથી ખેંચાઈ આવેલા સરદાર વલ્લભભાઈ પટેલે એમને રાજકારણમાં જોડાવવા માટે સામે ચાલીને આમંત્રણ આપ્યું હતું. પણ પંચ મહાવ્રતને જીવન સમર્પનાર આ મહાપુરૂષ એ તરફ ન ખેંચાયા.
સં. ૧૯૮૭ માં કારતક વદ ત્રીજે આ મહાપુરૂષને પૂ. આ. ભ. શ્રી દાન સૂરીશ્વરજી મહારાજાએ ગણિપન્યાસ પદે આરૂઢ કર્યા એમની શાસન સેવાની ધગશ દિવસે દિવસે વધતી જતી હતી. અને આથી જ એમના પ્રવચને વધુ વેધક, વધુ તેજસ્વી અને વધુ પ્રભાવક બનતાં જતાં હતાં. એ કહેતા કે “ભલે આભ પાતાળ એક થાય, ગમે તેટલા કલંક આવે, ગમે તેટલી કનડગત થાય તે પણ પ્રભુ આજ્ઞા વિરૂધ એક કદમ પણ અમે નહી ભરીએ. પ્રભુ આજ્ઞા ખાતર અમે એકલા પડી જઈએ તે ય શું વાંધો છે?” ઉચ્ચતમ વિચારણાઓ લેકેના હૃદયમાં વહેતી મૂકનાર અનુગાચાર્ય શ્રી રામ વિ. મ. ને અનેક વાર સત્ય ખાતર કેટે જવું પડયું છે. અને દરેક વખતે એ વિજય લઈને જ પાછા ફર્યા છે. કેટે તેઓ કદી ગયા ન હતા પરંતુ તેમને લઈ જવામાં આવ્યા હતા.