Book Title: Jain Shasan 1991 1992 Book 04 Ank 01 to 48
Author(s): Premchand Meghji Gudhka, Hemendrakumar Mansukhlal Shah, Sureshchandra Kirchand Sheth, Panachand Pada
Publisher: Mahavir Shasan Prkashan Mandir
View full book text
________________
તા. ૨૭–૮–૧ વર્ષ ૪ અંક ૩-૪ :
: ૨૧૯
માગે આવે એજ શુભભાવના રમતી હોય છે, ત્યારે ભકત બનનારની પણ કેઈ શાસ્ત્ર નિરપેક્ષ વડતમાં શેહ-શરમમાં તણાતા નથી.
આજે પણ પૂજ્યશ્રીની સામે અનેક પ્રકારના આક્રમણે આવે છે. તેઓશ્રીને–તેઓશ્રી જીવનભર જે શનિષ્ઠા, શાઅસાપેક્ષતા જાળવવાના પ૨મત્રતને પ્રાણુના સાટે સાચવી શક્યા છે, તેમાંથી ચલિત કરવાના અને એ ન થાય તે તેમને એક યા બીજી રીતે બહિષ્કાર થાય તેવી સીધી કે આડકતરી પ્રવૃત્તિઓ પણ તેવા પ્રકારની મનોવૃત્તિ ધરાવનારા અમુક વર્ગ તરફથી થઈ છે અને થઈ રહી છે, પરંતુ, આજે ગર્વભેર એ મહાપુરૂષના મુખ-કમલનાં દર્શનથી ધન્યતા અનુભવતા આપણે સાક્ષાત્ જોઈ શકીએ છીએ ? કે-કાંચનવ્રતને ધરનારા એ મહાપુરૂષ એવી અગ્નિપરિક્ષામાંથી પણ શુદ્ધ સુવર્ણની જેમ બહાર નીકળી વધુ ને વધુ શાસન અને શાસ્ત્રનિષ્ઠા તથા શાસ્ત્રસાપેક્ષતાના પિતાના દઢ નિર્ણયને આપણને સાક્ષાત્ પરિચય કરાવી રહ્યા છે. યુવાની વખતની ખુમારી અને ખમીરીના દર્શન એઓશ્રીએ આપણને વર્તમાન સમયે સાક્ષાત્ કરાવ્યા છે. વર્તમાનના એવા વિકટ પ્રસંગે દરમ્યાન તેઓશ્રીના નિકટવતી શિષ્યગણ અને ભક્તગણ સમક્ષ કવચિત્ નીકળેલા તેઓશ્રીના હૃદદગારે પણ ખૂબ જ મનનીય અને યાદગાર બને તેવા છે. એક પ્રસંગે તેઓશ્રીએ કહ્યું કે
તમે બધા આટલી ચિંતામાં કેમ પડી ગયા છો? મને તો જરાયે ચિંતા થતી નથી. પરમાત્માનું શાસન મારા હૈયામાં છે, ભગવાનના શાસ્ત્રો મારા માથે છે અને જે જ્ઞાની સાક્ષી પૂરે તો કહી શકું કે-આ શાસન રેમ રેમ પરિણુમ પામ્યાની મને પ્રતીતિ છે, પછી એકલા રહેવું પડે તે યે ચિંતા નથી, એકલા રહેવું પડે તે એકલા રહીને પણ ભગવાનના શાસનની વફાદારી જળવાઇ રહે એજ અંતરની ઝંખના છે. શાસન જ હૈયામાં હશે તો એજ આપણું રક્ષણ કરશે. બીજી કોઈ આપણું રક્ષણ કરવા આવવાનું નથી. અમારે પાટે બેસીને ભગવાનના શુદ્ધ મોક્ષમાગને કહેવાનું છે. કોઈના પણ દબાણમાં આવી એક વખત પણ જે અમે શાસ્ત્રને બાજુ પર મૂકી કેઇ કામમાં સાથ આપીએ તો પછી શાસ્ત્રના નામે બોલવાને અમારો અધિકાર ખતમ થઈ જાય છે. પછી ભગવાનની પાટે બેસવાની લાયકાત ચાલી જાય છે. એ લાયકાનને જાળવી રાખવા પણ મારે શાસ્ત્રનિષ્ઠા અને શાસ્ત્રસાપેક્ષતા જાળવવી જ જોઈએ. આ શરીર કામ આપે ત્યાં સુધી પાટે બેસવાની મારી ભાવના છે અને પાટે બેસીને શાસ્ત્રની વાતો જ બોલવાનો છું. એ બોલતાં બોલતાં અને શાસ્ત્રનિષ્ઠા તથા શાસ્ત્રસાપેક્ષતા જાળવતાં જાળવતાં ખપી જવું પડે તો પણ તેની ચિંતા નથી. પણ આ શાસ્ત્રની