Book Title: Jain Shasan 1991 1992 Book 04 Ank 01 to 48
Author(s): Premchand Meghji Gudhka, Hemendrakumar Mansukhlal Shah, Sureshchandra Kirchand Sheth, Panachand Pada
Publisher: Mahavir Shasan Prkashan Mandir
View full book text
________________
નમામિ નિત્ય શ્રી ગુરુરામચન્દ્રસૂર છે જીવનમાં સત્યને સમજવું હજી સરળ છે, સત્યને સમજ્યા પછી એની સામે આવતા આક્રમણે સહી લેવા હજી સરળ છે, એ સંઘર્ષો–આક્રમણેમાં વિજય મેળવવો ય હજી સરળ છે. પરંતુ આગળ વધીને સંઘ
ને સહી લઇને, સત્યની ઉપાસના સાથે સમાધિ જાળવી રાખવી એ અતિ મુશ્કેલ છે. આવા અતિદુકર કાર્યમાં જવલંત સફળતા મેળવીને અનેક આત્માઓ ઉપર ઉપકાર કરનારા સાર્થવાહ સમાન
પૂજ્યપાદ તપાગચ્છાધિપતિ આચાર્યદેવેશ શ્રીમદ્ વિજય રામચંદ્રસૂરીશ્વરજી મહારાજાધિરાજના
i જીવનની અતિ અલ્પ તારીખ–તવારીખ :
– જે પૂજ્યપાદ શ્રીજીના જીવનને શુભારંભ ગુજરાતના “દહેવાણ ગામમાં વિ.સં. ૧૫૨ ના ફાગણ વદ ૪ ના મંગલ દિવસે થયો હતે.. બધા જ આત્માઓ ઉપર વાત્સલ્યને ધ વરસાવનારા અને કરૂણાવતાર પૂજ્યશ્રીએ બાળપણમાં જ માતા-પિતાને વિગ સહયે હતું !
– સંસારી પણે “ત્રિભુવ 'ના નામે ઓળખાતા પૂજ્યશ્રીના જીવનમાં રહેલી દ્રઢ ધર્મભાવનાના મુળમાં હતા દાદીમા-રતનબા!
– તીવ્ર મેઘાશકિતના પ્રભાવે જેઓશ્રી શાળાના અને ધાર્મિક પાઠશાળાના શિક્ષકેના પરમકૃપાપાત્ર બન્યા હતા.
– તીવ્ર વૈરાગ્યના કારણે વિ. સં. ૧૯૬૧માં નવ વર્ષની વયમાં દીક્ષા લેવા માટે જેઓશ્રી ઘરેથી એકલા નીકળી ગયેલા. ત્યારે “મુંબઈ સમાચાર દૈનિક પેપરનાં પાને “આને દીક્ષા આપનાર પર કાયદેસરના પગલાં લેવામાં આવશે” એવા ભાવની જાહેરાત આવી હતી. ત્યાર બાદ ઘરે આ વેલા જજ–વડીલ-કાકા-મામાને ત્રિભુવનને “દીક્ષા કેમ ન લેવાય ?' એ પ્રશ્ન પુછી નિરૂત્તર બનાવ્યા હતા. અનેકના વિરોધ વચ્ચે તે સમયે દીક્ષા ન થઈ શકી પણ સં. ૧૯૬૯ માં સત્તર વર્ષની વયે કેઈને ય કહ્યા વિના એકલપંડે ચાલી નિકળ્યા. બે દિવસમાં ૩૪ માઈલ લાંબી મઝલ પગે ચાલીને કરી.. ગંધાર તીર્થની ધન્ય ધરા “સાગર”ની સમીપમાં જેઓશ્રીએ ગુપ્તદીક્ષા [ખાનગી દીક્ષા]
સ્વીકારી પૂજ્ય મુ. શ્રી પ્રેમ વિ. મ.ના શિષ્યત્વને પામી. આગળ વધી મુનિ રામવિજયજીમાંથી “આચાર્ય શ્રી વિજય રામચંદ્રસૂરીશ્વરજી મ. બનવા સાથે સાગરની ભવ્યતા, અગાધતા, વિશાળતા, ગંભીરતા અને રત્નપૂર્ણતા જેવી વિશેષતાઓને ખરેખર પિતાના જીવનમાં ઉતારી હતી !