Book Title: Jain Shasan 1991 1992 Book 04 Ank 01 to 48
Author(s): Premchand Meghji Gudhka, Hemendrakumar Mansukhlal Shah, Sureshchandra Kirchand Sheth, Panachand Pada
Publisher: Mahavir Shasan Prkashan Mandir
View full book text
________________
જૈન શાસનના નભગણના અસ્ત થયેલ સિતારો છે ગચ્છાધિપતિ પૂ. આ. ભ. રામચંદ્ર સૂરીશ્વરજી મ. સા. જૈન શાસનના એક તેજસ્વી છે સિતારા હતા. અ. વ. ૧૪ ના દિને પૂજ્યશ્રીના કાલધર્મના સમાચાર મદ્રાસ સંઘમાં પ્રાપ્ત 8 છે થયા સહુના હૃદયમાં આંચકે લાગ્યું
પૂ. આ. ભ. રાજયશસૂરીશ્વરજી મ. સા. ની નિશ્રામાં બપોરના ૩-૦૦ વાગે સકલ છે સંઘના સામુહિક દેવવંદન રાખવામાં આવેલ. આરાધના ભવનથી પૂ. પં. સરલ હદયી છે વિમલસેન વિ. મ. સા. આદિ તથા અનંતકીર્તિ શ્રીજી મ. આદિ સાધ્વીગણ તેમજ સાદ વીવર્યા સર્વોદયાશ્રીજી મ. ને વિશાળ સાધીગણ ઉપસ્થિત હતો. લગભગ ૬૦-૭૦ 5 સાધુ-સાધ્વીજી મ. ની નિશ્રામાં પ્રાયઃ ૧૦૦૦ ભાવિકે ટૂંક જ સમયમાં દેવવંદન માટે આ ઉપસ્થિત થઈ ગયા હતા.
પૂજ્યશ્રીએ સ્વર્ગસ્થ આત્માને શ્રદ્ધાંજલિ અર્પણ કરતાં જણાવેલ કે “પૂ. આચાર્ય ભગવંત રામચંદ્રસૂરીશ્વરજી મ. સા. વર્તમાન કાળમાં વયોવૃદ્ધ પુણ્યાત્મા હતા. પૂજ્યશ્રીના હસ્તે અનેક આત્માઓ દીક્ષિત થયેલ, શાસનના અનેક પ્રભાવક કાર્યો તેઓશ્રીની નિશ્રામાં શું { થયેલ. તેઓશ્રીએ જીવનની અંતિમ વયમાં પણ અપ્રમત્ત ભાવે દેશનાધારા વહાવી છે. ઈ. છે તેઓશ્રીના કાર્યની દીર્ઘ નોંધ કરવામાં આવે તો પુસ્તક લખાઈ જાય. આવા મહાત્મા છે. છે આપણી વચ્ચેથી ચાલ્યા ગયા છે. શ્રી જૈન સંઘને એક મોટી બેટ પડી છે. { સામુદાયિક સંબંધોને કારણે અમારો એમની સાથે અંગત અને ગાઢ પરિચય પણ તે હતે. માટે એ વૃદ્ધ પુરુષની યાદ આવે જ. આવા વાકયેના ઉચ્ચારણ વખતે પૂજ્યશ્રીનું છે. હયું વારંવાર ભિજાઈ જતું હતું. અને એક નિકટની વ્યકિતને ગુમાવી હોય તેવું દુઃખ મુખ મંડળ ઉપર દેખાતું હતું. પૂજ્યશ્રીની પ્રેરણાથી મદ્રાસમાં જેનેના પ્રભુત્વવાળા છે તમામ બજારો બપોરે ૩ વાગ્યા બાદ બંધ રાખી હતી.
આરાધના ભવનમાં પણ પૂ. પં. વિમલસેન વિ. મ. સા. તથા પૂ. મુ. નંદીભૂષણવિ. મ. ની પ્રેરણાથી મહત્સવ તેમ જ તા. ૨૫-૮-૯૧ ના ગુણાનુવાદ સભા રાખેલ. પૂજ્યશ્રી રવિવારની ઉમડતી અને આતુર મેદનીનું વ્યાખ્યાન ગુજરાતી જૈન વાડીમાં હોવા છતાં ય છે - સવારે વાજતે ગાજતે આરાધના ભવન પધાર્યા હતા. જયાં પૂજયશ્રીએ લગભગ અડધોથી છે { પોણો કલાક એકધારી, દેશના પ્રવાહથી મદ્રાસની પૂજ્યશ્રીથી અતિ અહ૫ પરિચિત જન- A તાને તેઓશ્રીના વિચારોને તેમની સિદ્ધિઓને ખ્યાલ આપતા. તેમની વિચક્ષણ પ્રતિભાના છે કુનેહને ખ્યાલ આપીને પોતાની સાથેના પ્રસંગે, તેમના પૂજ્ય ગુરુદેવની સાથેના પ્રસંગે, 8 તેમજ છેલ્લા બે સંમેલને વખતની ચર્ચાની યાદ આપી અને પૂજ્યશ્રીમાં જે સદગુણ હતા ? છે તે પિતાનામાં પણ ઉતરે તેવી પ્રાર્થના કરી હતી. માર્મિક રીતે પૂજ્યશ્રીએ જણાવ્યું » હતું કે રગરગથી પૂજયશ્રીની માણસને સાંભળવાની માણસને મૂલવવવાની અને પ્રસંગ છે ૨ પામીને માણસની સાથે સંબંધ વિકાસ અને સંકેચ કરવાની કળા પણ અનોખી હતી.
(લધિ વિકમ અમીવર્ષા) છે.