Book Title: Jain Shasan 1991 1992 Book 04 Ank 01 to 48
Author(s): Premchand Meghji Gudhka, Hemendrakumar Mansukhlal Shah, Sureshchandra Kirchand Sheth, Panachand Pada
Publisher: Mahavir Shasan Prkashan Mandir
View full book text
________________
કપિd][]
अप्पत्थियंपिव जहा एइ दुहं तह सुहंपि जीवाणं ।
तो मोत्तुं सम्मोहं धमिच्चिय कुणह पडिबंधं ॥ આ જગતમાં જેને અપ્રાર્થિત દુઃખ જેમ આવે છે તેમ સુખ પણ આવે છે. માટે ? { તે સુખ–દુખ ઉપર સંમેહ મૂકીને, મેક્ષને માટે ધર્મમાં જ ઉદ્યમ-રાગ–કરવો જોઈએ. તે આત્માના વિરાગભાવ અને સમાધિભાવને જાળવવા મહર્ષિએ કેટલી સુંદર વાત છે કરી છે ! ગાથાના પૂર્વાદ્ધમાં છને કર્મોના કારણે દુઃખ અને સુખની પ્રાપ્તિ થાય છે ? છે તે વાત જણાવી તેમાંથી બચવાના ઉપાય ઉત્તરાદ્ધમાં બતાવ્યો કે-તે કર્મ જનિત સુખ- ૧ કે દુખમાંથી સર્વથા મુક્ત થવા માટે ભગવાન શ્રી જિનેશ્વર દેવોએ પ્રરૂપેલ ધર્મ ઉપર આ રોગ કરવો જોઈએ. અર્થાત્ આજ્ઞા મુજબ મોક્ષને માટે જ ધર્મમાં ઉદ્યમી બનવું હું જોઈએ. જે આત્માએ મેક્ષને પામે અર્થાત્ આ સંસારથી સર્વથા મુકત થાય તેને ? 8 સુખ-દુઃખ નડે ખરા?
આખું જગત પિોતે માનેલા સુખની આશામાં ભટકે છે અને તે સુખના કારણે કરેલાં છે પાપથી જ, આવેલાં દુઃખને “દુઃખનું ઔષધ દા'ડા” માની પસાર કરે છે. જો આ સુખની છે આશા ન હતા તે આ દુઃખની ઉપાધિ કે, વહરત? ? શાસ્ત્રકારે એ પુણ્યને પણ “સેનાની બેડી” જેવું કહ્યું. સેનાનું પણ પાંજરું * હોય તે તેમાં રહેવાનું કોને ગમે? જે મુકિતનું ગાન ગાતું હોય તેને અજ્ઞાનનાં રે - બંધનમાં રહેવું ગમે ખરું? છે આ સંસાર તે પુણ્ય-પાપનું નાટક છે. તે માત્ર જોયા કરવાનું છે. પુણ્યદયમાં છે છે “છાકટા” ન બને અને પાપોદયમાં “રેકડા” ન બને તેવા જ આત્માએ સુખ કે દુઃખમાં રે 2 મૂંઝાયા વિના સાચા ભાવે ધર્મ કરે અને મુકિતના સુખને પામે.
આત્માના સંસારનું સર્જન શાથી છે અને તેનું વિસર્જન પણ કઈ રીતે થાય છે તેનો ઉપાય પરમષિએ બતાવી દીધું છે. તે કયા માર્ગે જવું તે તું વિચારી લે ! જો તારી નિર્મલ પ્રજ્ઞાનો સદુપયોગ કરીશ તે સન્માર્ગને પ્રકાશ લાધશે બાકી અંધકારને અખાડે તૈયાર જ છે.
–પ્રજ્ઞાંગ