Book Title: Jain Shasan 1991 1992 Book 04 Ank 01 to 48
Author(s): Premchand Meghji Gudhka, Hemendrakumar Mansukhlal Shah, Sureshchandra Kirchand Sheth, Panachand Pada
Publisher: Mahavir Shasan Prkashan Mandir
View full book text
________________
૩૫૮.
* શ્રી જૈન શાસન (અઠવાડિક). કારણ કે, સઘળા યે કલ્યાણના કામી આત્માઓને સુવિદિત છે કે “ગાળણ અર્થાત્ શ્રી જિનેશ્વરદેવની આજ્ઞામાં જ ધર્મ છે તેમ શ્રી જિનેશ્વદેવની તારક આજ્ઞા મુજબ જીવતા શ્રી સૂરિદેવની આજ્ઞામાં પણ ધર્મ છે જ કારણ કે શ્રી આચાર્ય ભગવંતે પણ શ્રી અરિહંત પરમાત્માનું કહેલ જ કહી રહ્યા છે તે મુજબ જીવી રહ્યા છે.
શ્રી આચાર્ય ભગવંતે કેવા હોય છે તેનું વર્ણન કરતાં શ્રમણ ભગવાન, આસનેપકારી થરમતીર્થપતિ શ્રી મહાવીર પરમાત્માના પ્રથમ શિષ્ય-ગણધર, શાસન શિરતાજ અનંત લબ્ધિના નિધાન શ્રી ગતિમ મહારાજા ખુદ શ્રી શ્રીપાલ મહારાજાનાં ચારિત્રનું વર્ણન કરતાં આચાર્યપદના વર્ણનમાં કહી રહ્યા છે કે
" पंचायारपवित्ते, विशुद्ध सिद्धंत देससणुज्जुत्ते ।
पर उवयारिक्क परे, निच्चं झाएह सूरिवरे ।।" “હે ભવ્ય જીવે ! પાંચે આ ચારથી પવિત્ર વિશુદ્ધ-સિદ્ધાંતની દેશના દેવામાં જ ઉદ્યત અને પર ઉપકાર કરવા માં જ એક તત્પર એવા શ્રી સૂવિર્યોનું તમે હમેશાં ધ્યાન કરો.”
જેમ સમ્યજ્ઞાન-દર્શન-ચારિત્રને ક્ષમાર્ગ કહ્યો છે. તેમ જ્ઞાનાચાર-દર્શનચારચારિત્રાચાર–તપાચાર અને વીર્યાચારને પણ મેક્ષમાર્ગ કહ્યો છે. તેઓ સ્વયં આ પાંચે આચારનું પાલન કરે છે અને પોતાની પાસે જે કઈ પુણ્યાત્માઓ આવે તેમને વિશુદ્ધ સિદ્ધાંતની દેશનાના દાન દ્વારા, આમાનું એકાંતે કલ્યાણ કરવા માટે આ પાંચે આચારેને સમજાવે છે અને પાંચે આચારના પાલનમાં પણ રકત બનાવે છે.
શાત્રે તે કહ્યું છે કે, આ જગતમાં મોક્ષમાર્ગને બતાવવા જેવો બીજો એક પણ ઉપકાર છે જ નહિ. સાચે મિક્ષ માગ પણ તે જ આત્માઓ ફરમાવી શકે, જેઓ શાસ્ત્ર મુજબ સુવિશુદ્ધ સિદ્ધાંતની દેશના કે કેમકે, સિદ્ધાતની વિશુદ્ધ પણે દેવાતી દેશના એ જ મોક્ષમાર્ગને ખીલવનારી છે, મેક્ષમાગને પિષનારી છે અને મેક્ષમાર્ગનું જ પ્રતિપાદન કરનારી છે. આ વાત પણ તે જ કરી શકે કે જેઓના હૈયામાં ભગવાનના તારક સિદ્ધાતે રેમેરમ પરિણામ પામ્યા હોય. ભગવાનના સઘળા ય તારક સિદ્ધાન્ત ત્રિકાલાબાધિત જ છે. ભગવાને જે સિદ્ધાતે ફરમાવ્યા તે પિતાની જ્ઞાન દૃષ્ટિમાં છિને ફરમાવ્યા છે. ભગવાનની કેવલજ્ઞાનની દ્રષ્ટિમાં આજને કાળ ન હતું એવું માનવું એ તે ભગવાન શ્રી તીર્થંકરદેવ પ્રત્યે ભયંકર અશ્રદધા સૂચવે છે અને આત્માનું અત્યંત અજ્ઞાન છે, ગાઢ મહાવસ્થા છે. શાસ્ત્ર ઉપરનું અબહુમાન-અભકિત છે. શાસ્ત્ર ઉપર જે એને ગાઢ રાગ હોય, શાસથી વિપરીત ચાલવાનું મન પણ ન હોય તેવા ભાવભીરૂ આત્માએ તે આ વિચાર ક્યારે પણ કરે નહિ.