Book Title: Jain Shasan 1991 1992 Book 04 Ank 01 to 48
Author(s): Premchand Meghji Gudhka, Hemendrakumar Mansukhlal Shah, Sureshchandra Kirchand Sheth, Panachand Pada
Publisher: Mahavir Shasan Prkashan Mandir
View full book text
________________
: ૨૭૩
તા. ૧૦-૯-૯૧ : વર્ષ ૪ : અંક ૫-૬
ઢળતી સાંજના ૬-૩૦ કલાકે આચાર્ય શ્રી રામચંદ્ર સૂરીશ્વરજી મહારાજના જૈનાની શાસ્ત્રીય વિધિ અનુસાર ચ`દનનાં સુવાસિત કાસ્ટની ચિતા ઉપર આચાર્ય શ્રી રામચન્દ્ર સૂરીશ્વરજી મહારાજના નશ્વરદેહને નવકારમંત્રના અખડ જાપ અને જૈન શાસનના જય જયકાર વચ્ચે આ મહાન અવતારના અગ્નિસસ્કાર વિધિ સ`પન્ન કરવામાં આવ્યા હતા ત્યારે જૈનાના સન્માનીય ગુરુદેવના નશ્વરદેહ પંચમહાભૂતમાં વિલીન થયેા હતેા. આ સમયે વાતારણમાં અકે અનેાખી શાકાતૂર ગ્લાનિ ફેલાઈ ગઈ હતી. અગ્નિદાહની કુલ ઉપજ ૧.૯૦ કરોડ થઈ હાવાનું જાણવા મળે છે.
સદ્દગતના માનમાં આજે શહેરની કાપડ બજાર, સેના-ચાંદી બજાર તથા તમામ મુખ્ય બજારાએ અણુાજો પાળીને સતર બંધ પાળ્યા હતા.
મહારાજશ્રીના અંતિમ દન કરવા માટે વિવિધ રાજકીય પક્ષના અગ્રણીઓ, સામાજિક સ`સ્થાઓના અગ્રણીએ આવી પહેાંચ્યા હતા અને ભાવાંજલિ અપી હતી. શ્રી ર`ગ અવધૂત ખાદી ગ્રામદ્યોગ સેવા સદ્દે પણ આચાર્ય શ્રી રામચંદ્રસૂરીશ્વરજી મહારાજને શ્રદ્ધાંજલિ આપી હતી.
(ટાઇમ્સ ઓફ ઇન્ડિયા)
ગચ્છાધિપતિ સુઐાધસાગરસૂરિએ પાલખીના દર્શન કર્યા
ગચ્છાધિપતિ આચાય ામચ'દ્ર સૂરિશ્વરજી મહારાજની પાલખી શહેરમાંથી પસાર થઇને સાબરમતી રામનગરમાં પ્રવશી જૈન ઉપાશ્રય દેરાસર નજીક આવી ત્યારે રામનગર જૈન ઉપાશ્રયમાં ચાતુમાસ બિરાજમાન ગચ્છાધિપતિ જૈનાચાય શ્રી સુબાધસાગર સૂરિજી તથા તેમના પટ્ટધર શિષ્ય આચાય મનેાહર કીતિ સાગર સૂરિજી તેમના શિષ્ય પરિવાર સાથે પાલખીના દર્શનાર્થે ઉપાશ્રયની અટારીમાં ઊભા હતા. આ યાત્રામાં જોડાયેલાં મુંબઈના શ્રીમદ્ બુદ્ધિસાગર સુરીશ્વરજીનું સફેદ વસ્ત્રધારી બેન્ડના યુવાને આ ઉપાશ્રય પાસે બેન્ડની સુરાવલીએ રેલાવી રહ્યા હતા ત્યારે ઉપસ્થિત સેંકડા યુવાનોએ “ગુરુજી અમને આપે। આશીર્વાદ” ના નારા લગાવ્યા હતા. આ સમયે અટારીમાં ઊભેલાં ગુરુજીએ યાત્રિકાને હાથ ઊંચા માશીર્વાદ આપતા વાતાવરણ ગગનભેદી નારાઓથી ગાજી ઊઠયુ` હતુ`. વારંવાર ગુરુજનાએ પાતાનાં હાથ ઊંચા કરીને ભાવિકોની લાગણીને પ્રતિસાદ આપ્યા હતા અને ત્યારબાદ પાલખીનાં દર્રન કર્યા હતા. ગયા ... અઠવાડિયે ગચ્છાધિપતિ સુમેધસાગર સૂરિજી સદ્દગત રામચંદ્રસૂરિજીનાં ખખર અતર પૂછવા
ગયા હતા.