Book Title: Jain Shasan 1991 1992 Book 04 Ank 01 to 48
Author(s): Premchand Meghji Gudhka, Hemendrakumar Mansukhlal Shah, Sureshchandra Kirchand Sheth, Panachand Pada
Publisher: Mahavir Shasan Prkashan Mandir
View full book text
________________
લાખેની હાજરી વચ્ચે રામચંદ્રસૂરીશ્વરજીનો
અગ્નિ સંસ્કાર
શહેરમાં ગઈ કાલે સમાધિપૂર્ણ અવસ્થામાં કાળધર્મ પામનારા સ્વર્ગસ્થ આચાર્યદેવ વિજયરામચંદ્રસૂરીશ્વરજી મહારાજના અંતિમ સંસ્કાર નવકાર મંત્ર અને “જિન શાસન દેવકી જય હો' ના પવિત્ર ઉચ્ચારણે સાથે આજે સાંજે ૬૪૫ વાગ્યે સાબરમતી ખાતે કરવામાં આવ્યા હતા.
ચંદન-કેસર સુખડના લેપ સાથેના મહારાજશ્રીના દેહને સુખડ-ચંદનના કાષ્ટની બનેલી ચિતા પર બેસાડી અગ્નિદાહ આપવામાં આવ્યું હતું.
અગાઉ નિયત થયા મુજબ સાબરમતીમાં આયંબિલ ભવન પાસેની ઉદ્યોગપતિ મફત ગગલની ખુલી જમીનના પ્લેટમાં અગ્નિસંસ્કાર માટેની સવારથી જ તૈયારી આરંભાય હતી. અગ્નિસંસ્કારના સમય પહેલાં જ હજારોની સંખ્યામાં શ્રાવકે એકઠા થયા હતા. એક અંદાજ મુજબ અગ્નિસંસ્કાર સમયે શહેર સહિત સમગ્ર ગુજરાત અને મુંબઈ– કલકત્તાના મળીને કુલ અઢી લાખ શ્રાવકે ઉપસ્થિત હતા. * અંતિમ સંસ્કાર માટેની ઉછામણી સવારે બોલવામાં આવી હતી ત્યારે તે ૧૨ લાખે અટકી હતી. તે સાંજે અંતિમ સંસ્કાર પૂર્વે શરૂ થતાં આખરે એક કરોડ અગિયાર લાખ અગિયાર હજાર એકસો અગિયાર રૂપિયાની ઉછામણી બેલાઈ હતી. ત્યાર બાદ મહારાજશ્રીને અગ્નિદાહ આપવામાં આવશે હતે.
એક અહેવાલ મુજબ સવ. મહારાજશ્રીને આચાર્ય સુબોધચંદ્ર મહારાજ સાબરમતીમાં જે ઉપાશ્રયમાં ચાતુર્માસ કરતા હતા ત્યાંથી ગેલેરીમાં આવ્યા હતા અને હાથ ઉંચા કરી પાલખીને માન આપ્યું હતું.
સમાધિપૂર્ણ અવસ્થામાં કાળધર્મ પામનારા સ્વર્ગસ્થ આચાર્યદેવ વિજયરામચંદ્ર સૂરીશ્વરજી મહારાજના અંતિમ સંસ્કાર માટેની પાલખી નવકાર મંત્રના પવિત્ર ઉચ્ચારણે સાથે આજે સવારે ૧૦ વાગ્યે પરિમલ ક્રોસિંગ પાસેના ચંદ્રકાંત બકુભાઈના “દશન” બગલામાંથી આરંભાઈ હતી.
મહારાજશ્રીની પાલખીને પ્રારંભ થયો તે પહેલાં જ બંગલાની આજુબાજુ વિશાળ જનસમુદાય દર્શન માટે એકઠો થયો હતો. વહેલી સવારથી જ અંતિમ દર્શન માટે ઉમટેલા ભકતજનોની સંખ્યા વધીને લાખ પર પહોંચી ગઈ હતી. શ્રાવકે દ્વારા ગુલાલ ઉછાળવામાં આવી રહ્યો હતે.