Book Title: Jain Shasan 1991 1992 Book 04 Ank 01 to 48
Author(s): Premchand Meghji Gudhka, Hemendrakumar Mansukhlal Shah, Sureshchandra Kirchand Sheth, Panachand Pada
Publisher: Mahavir Shasan Prkashan Mandir
View full book text
________________
૨૬૨ +
: શ્રી જૈન શાસન (અઠવાડિક) એક ગુણ લેતા જાવ અને વિરૂધ્ધ શબ્દ મુકતા જાવ તે બાબચીયા ખડા થઈ જશે.
જુઓ તેઓશ્રી વિશાળ હૃદયના હતા. તે ખાબોચીયા છીછરા હૃદયના હોય. જે તેઓ નિસ્પૃહ હતા તે ખાબોચીયા લાલસાવાળા હોય. જો તેઓ સત્યનિષ્ટ હતા તે અબી અબી ફેક કરનારા ખાબોચીયા હેય જે તેઓ કસટીમાં પણ સત્ય પકડી રાખતા તે જે કસોટી તે એક બાજુ રહે પણ તકવાદ માટે પણ સત્ય ફેંકી દેના ખાબચીયા હેય. તેઓશ્રી શાસ્ત્ર વચન માટે સમર્પણ હતા તે જેઓ શાસ્ત્ર વચનને ભાજી મૂળા સમજતા હોય તે ખાબોચીયા હોય. જે તેઓ અવજ્ઞા કરનાર પ્રત્યે પણ સદ્દભાવ બતાવતા તે જેઓ સદ્દભાવ બતાવે તેની પણ અવજ્ઞા કરતા હોય તે ખાઓચીયા હોય. તેઓ જે અપકાર કરનાર ઉપકાર કરતા તે જે ઉપકાર કરનાર પર પણ અપકાર કરે તે ખાબોચીયા હોય. કહેવાનો આશય એ છે કે આવા ગુણ મહોદધિના ગુણ તે કઈક જ પામી શકે પણ તે ગુણ તે પક્ષપાત આવી જાય તે પણ ધન્ય બને છેવટે તે ગુણના હેલી ન બનીએ તે ધન્ય બનીએ. આવા ગુણરતનાકર સૂરિદેવને કિડ ક્રેડ વંદના સાથે હયાની અલવિદા.
સત્ય શાશ્વત જીવંત જે જે મહાપુરુષે થાય તે તે મહાપુરુષ આયુષ્ય પૂર્ણ કરીને વિદાય લે છે પરંતુ તેમનું પ્રરૂપેલું સત્ય તે શાશ્વત રહે છે અને તેથી જ દિવંગત મહાત્માઓ સ્વદેહ વિદ્યમાન ન રહે પરંતુ તત્વદેહે વિદ્યમાન જ રહે છે. અને એ તત્વ સત્વ અને સત્ય દેહ જીવંત રાખવાનું કાર્ય તેમને માનનાર, તેમનાથી ધર્મ સમજનાર પામનાર અને તેમના પ્રત્યે સમર્પણ બનનારે કરવાનું છે. સેનાને કણી પણ કિંમતી હોય છે તેમ દિવંગત મહાપુરૂષોના સત્ય તો તે પણ જે જે આત્માઓ ધારી રાખે જારી રાખે તે સુવર્ણના કણની જેમ કિંમતી બને છે.
આ કાળમાં સમય મુજબ પીઠ ફેરનારા અને લોક હેરીમાં ખેંચાઈ જનારા કદી પણ સર્વ તત્વ કે સત્ય સાચવી શકતા નથી તેઓ જતને ગમે તેટલા મહાન માનતા હોય અને બીજાને ગમે તેટલા તુચ્છ માનતા હોય તો પણ તેઓ સ્વયંભૂ તુરછતાની કેટમાં જઈ બેસે છે.
મેઘની ગર્જનાને તુચ્છ માનનાર દેડકે કદી મેઘથી મટે બની શકે છે ? મિથ્યાભિમાન તે તે મોતનું કાતનું સાધન છે અને નમ્રતા તે સમાધિ મરણ અને સદગતિનું સાધન છે.
પરમ પૂજ્ય સુવિશાલ ગચ્છાધિપતિ શ્રીજીએ જગતને સત્ય તત્વનું પાન કરાવ્યું છે